આ ૫ ભારતીય મહિલાઓ એક રાતમાં બની ગઈ હતી સોશિયલ મીડિયા પર સ્ટાર, આજે તેમને લાખો ફેન્સ કરે છે ફોલ્લો

તમે હંમેશાં બોલિવૂડની લાઇમલાઇટથી જોડાયેલા રહેતા હશો. હંમેશા લોકો બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવવાનું વિચારે છે



તમે હંમેશાં બોલિવૂડની લાઇમલાઇટથી જોડાયેલા રહેતા હશો. હંમેશા લોકો બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવવાનું વિચારે છે પરંતુ બોલિવૂડમાં લાંબા સમય સુધી ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. વળી ત્યાં સુધી પહોંચવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડે છે ત્યારે જઈને તમે બોલિવૂડમાં પ્રવેશ કરી શકો છો પરંતુ આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ અમુક એવી ભારતીય મહિલાઓની જેમની કિસ્મત રાતોરાત ચમકી ગઈ હતી અને તે સોશિયલ મીડિયાથી એટલી વાયરલ થઈ ગઈ કે તેમને લોકો એક સ્ટારની જેમ જ જાણવા લાગ્યા હતાં. તો ચાલો જાણી લઈએ તે મહિલાઓ વિશે જે સામાન્ય હોવા છતાં રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

પ્રિયા પ્રકાશ

હાલમાં આ લિસ્ટમાં તેમનું નામ સૌથી પહેલા આવે છે કારણ કે તેમનો એક વિડિયો જબરદસ્ત વાયરલ થયો હતો. જેમાં તેમણે આંખથી ઈશારો કરીને લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતાં. જોત જોતામાં ઇન્ટરનેટ પર તેમનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ ગયો હતો અને કેમ ના થાય કારણ કે તેમની અદા એટલી નિરાલી હતી કે લોકો તેમને શેર કરવાથી પોતાને રોકી શક્યા નહી.

ઢીંચક પૂજા

ઢીંચક પૂજાનું નામ તો તમે જરૂર સાંભળ્યું હશે. જી હા, એ તે જ છે જેમણે પોતાનું એક અજીબોગરીબ ગીત યુટ્યુબ પર અપલોડ કર્યું હતું. જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું  અને તે સમયે તે ખૂબ જ મશહૂર થઈ ગઈ હતી તેમજ સોશિયલ મીડિયા પર તેમનું આ ગીત ખૂબ જ હિટ રહ્યું હતું, જેના કારણે તે રાતોરાત એક સ્ટાર બની ગઈ હતી અને લોકો તેમને ઘણી પસંદ પણ કરવા લાગ્યા હતાં.

અવની ચતુર્વેદી

જો તમે સેના સંબંધિત થોડું પણ જ્ઞાન રાખો છો તો તમને ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદી વિશે જરૂર જાણતા હશો. જેમણે પોતે એકલાં જ ફાઈટર જેટ ઉડાવ્યું હતું અને દેશની પહેલી એવી મહિલા બની ગઈ હતી જેમણે ફાઈટર જેટ ઉડાવ્યું હોય અને ત્યારબાદ લોકો તેમને જાણવા પણ લાગ્યા હતાં કારણ કે તેમણે આ કારનામું પહેલીવાર કરીને બતાવ્યું હતું.

જાયરા વસીમ

દંગલ ગર્લ જાયરા વસીમ જે આમિર ખાનની ફિલ્મ “દંગલ” થી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. ફોગાટ સિસ્ટર પર બનેલી એક ફિલ્મ આમિર ખાને ખૂબ જ સારી રીતે નિભાવી હતી અને તેમાં જાયરા વસીમે મુખ્ય રોલ પ્લે કર્યો હતો, જેના કારણે લોકોએ તેમને ખૂબ જ પસંદ કરી અને ત્યારબાદ તે મશહૂર પણ થઈ ગઈ હતી.

હનીપ્રીત

તેમને કોઈ પરિચયની જરૂર નથી. હનીપ્રીતને આજે લગભગ દરેક વ્યક્તિ જાણે છે કારણકે બાબા રામ રહીમની મહિલા મિત્ર કહેવાતી હનીપ્રીત બાબા રામ રહીમ તરીકે એક સમયે ખૂબ જ જાણીતી થઇ હતી. બાબા રામ રહીમનાં કારણે લોકો તેમને જાણવા લાગ્યા હતાં.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>