-->

ઘરમાં જોર-જોરથી અવાજમાં રોમાન્સ કરવો પડયો ભારે, પાડોશીએ પરેશાન થઈને કર્યું આવું

 


આપણે આડોશ-પાડોશનાં લોકો ને ઘણી વખત લડતા-ઝઘડતા જોયા અને સાંભળ્યા હશે. પરંતુ જો કહેવામાં આવે કે એક વ્યક્તિ પાડોશીના રોમાન્સ કરવા થી પરેશાન થઈ ચૂક્યો હતો તો કદાચ તમને ખૂબ જ આશ્ચર્ય લાગશે. વધારે ચોંકી જવાની જરૂર નથી, પરંતુ આ ઘટના વાસ્તવિક છે. પાડોશી દ્વારા કરવામાં આવી રહેલ રોમાન્સથી વ્યક્તિ ફક્ત પરેશાન જ ન હતો, પરંતુ તેણે રોમાન્સ કરવા વાળા પાડોશીનાં ઘરના દરવાજા પર કાયદેસર એક નોટિસ રાખી લીધી હતી.

હવે રોમાન્સ કરવો તે મનુષ્યનાં સ્વભાવ નો હિસ્સો છે, તેને કોઈ બંધ કરી શકે નહીં. તે સિવાય વ્યક્તિ પોતાના ઘરમાં કંઈ પણ કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ એક વ્યક્તિને પાડોશીના રોમાંસ કરવાના અવાજથી એટલો પરેશાન થઈ ગયો હતો કે તેને નોટિસ આપવાનું પણ નક્કી કરી લીધું હતું. જણાવી દઈએ કે આ અનોખો મામલો સ્કોટલેન્ડનાં ગ્લાસગો શહેરનો છે. મહત્વપૂર્ણ છે કે વ્યક્તિએ પાડોશીના દરવાજા પર જે નોટ લખેલી હતી તેમાં અનુરોધ કર્યો હતો કે તેઓ શાંત રહીને રોમાન્સ કરે, જેથી તેમનો અવાજ અન્ય લોકોના ઘર સુધી પહોંચે નહીં. જેનાથી તેમને પરેશાની ન થાય.

જણાવી દઈએ કે તે નોટ ૨૬ વર્ષીય સ્ટીફન કનિંઘમ ફ્લેટના દરવાજા પર લખવામાં આવી હતી. કોઈ ગુમનામ પાડોશીએ તે નોટમાં વિનમ્રતાથી લખ્યું હતું કે “ધ્વનિ યાત્રા” કરે છે. સ્ટીફને જણાવ્યું હતું કે, હું સવારે ઊઠ્યો તો મે તે ગુમનામ નોટને દરવાજા નીચે જોઈ હતી. સ્ટીફન આગળ જણાવે છે કે હું સવારે ૮:૩૦ વાગે ઉઠ્યો. તે નોટને ગુમનામ પાડોશી મારા ઉઠતાની પહેલાં જ સવારે દરવાજા પર છોડી ગયા હતા.

You may like these posts

સ્ટીફન કનિંઘમ આ મામલા પર કહે છે કે હું તેને વાંચતા-વાંચતાં જમીન પર પડી ગયો હતો. પહેલા તો મને લાગ્યું કે કોઈ નજીકના વ્યક્તિએ મજાક કરેલી છે. મારા મિત્રોએ મને પાડોશીઓને ઈયરપ્લગ ખરીદવાની સલાહ આપવા માટે કહ્યું હતું. હું નથી જાણતો કે ક્યાં પાડોશીએ આ મોકલેલી છે અને ઈમાનદારીથી કહું તો હું જાણવા પણ માંગતો નથી.

વળી જો સ્ટીફન કનિંઘમ ને મળેલા નોટમાં શું લખેલું છે તેની વાત કરવામાં આવે તો નોટમાં પાડોશી વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યું છે કે, “પ્રિય પાડોશી, પોતાના પાડોશીને કંઈક યાદ આપવા માટે આ મિત્રતા ભરેલી નોટ લખી રહ્યો છું. આ ઇમારતોને દીવાલો પાતળી છે અને ધ્વનિ યાત્રા કરી શકે છે. અમે તમને અવગત કરાવવા માગીએ છીએ કે અમે જેટલું સાંભળીએ છીએ, તેનાથી વધારે સાંભળી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે તમે આ વાતથી સહમત હશો કે આપણે બધાએ પોતાના પાડોશીઓ પ્રત્યે સન્માનજનક હોવું જોઈએ.

અમે તમારી સાથે જ તમારા અંતરંગ અને અંગત પળોને શેર કરવા માંગતા નથી. એટલા માટે અમે વિનમ્રતાથી પૂછીએ છીએ કે શું તમે કૃપા કરીને રાત્રે અવાજ ઓછો કરી શકો છો. કૃપા કરીને ધ્યાન રાખો કે ઇમારતમાં તમારી પાસે એક પાડોશી રહે છે, જ્યાં ધ્વનિ યાત્રા કરે છે. સમજવા માટે આભાર.”


  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>