પતિ-પત્નીમાં હંમેશા તણાવ રહે છે તો અપનાવો આ ટિપ્સ, લગ્નજીવનમાં મધુરતા આવી જશે

 પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. માં-બાપ અને ભાઈ-બહેન લોહીનાં સંબંધો હોય છે, પરંતુ કોઈ એક સમય સુધી આપણી સાથે રહે છે અને તેવામાં જીવનભર આપણો સાથ આપે છે તો માત્ર આપણો જીવનસાથી. તેથી આ સંબંધ ખૂબ જ અનમોલ હોય છે. પરંતુ ઘણીવાર પરિસ્થિતિઓ એવી બને છે કે જ્યારે પતિ-પત્ની વચ્ચે મતભેદ ચાલુ થઈ જાય છે અને દરેક નાની મોટી વાત ઉપર તકરાર થતી હોય છે. એવું લાગે છે કે આ સંબંધ ક્યાંક તૂટી ન જાય. તેવામાં આ સંબંધને બચાવવા માટે જ્યોતિષ તમારી મદદ કરી શકે છે. ખાસ કરીને ફેંગશુઇ ટિપ્સ તેના માટે સારી સાબિત થઈ શકે છે. આજે તમને એવી કોઈ ફેંગશુઈ ટિપ્સ બતાવી રહ્યા છીએ, જે તમે અપનાવી તમારી પર્સનલ લાઇફ સારી બનાવી શકો છો.

બેડરૂમ હોય આવો

પતિ-પત્નીનાં જીવનમાં બેડરૂમનું ખાસ મહત્વ હોય છે, જ્યાં તેઓ પોતાના અનાગત પળો પસાર કરે છે. વાસ્તુ અને ફેંગશુઈમાં તેને લઈને ઘણી ટિપ્સ બતાવી છે. જેમ કે તમારો બેડરૂમ એવો હોવો જોઇએ કે તેમાં અંધારું ના હોય. પ્રાકૃતિક રોશની આવવા માટે એક વિન્ડો જરૂરથી હોવી જોઈએ. સાથે જ બેડરૂમમાં હંમેશા સાફ સફાઈ અને સજાવટ રાખવી જોઈએ ધ્યાન રાખવું જોઈએ કે તમારે આ રૂમમાં માટી કે ધૂળ ના આવે અને દરેક ચીજો વ્યવસ્થિત હોય. બેડરૂમ હંમેશા વ્યવસ્થિત રાખવો જોઈએ, જેનાથી તમારી પર્સનલ લાઇફ પણ સારી રહે છે.

આ દિશામાં લગાવો બેડ

બેડને હંમેશાતે તે રીતે લગાવવો જોઈએ કે તેના ઉપર સુવાથી પગ દરવાજાની બાજુ ન રહે. સાથે જ વાસ્તુ અનુસાર પૂર્વ અને ઉત્તર દિશામાં માથું રાખી ઊંઘવું સારું માનવામાં આવે છે.

બેડરૂમમાં રાખો આવા ફોટા

પતિ પત્નીનાં પ્રેમ સંબંધને વધારવા માટે બેડરૂમમાં ભગવાન રાધા કૃષ્ણનાં ફોટા લગાવવા જોઈએ. સાથે જ તમે કોઈ રોમેન્ટિક ફોટો અથવા યુગલ પક્ષીનો ફોટો પણ લગાવી શકો છો. તેનાથી કપલમાં પ્રેમ જળવાઈ રહે છે.

ટેબલ પર રહેવી જોઈએ આ ચીજો

જો તમારા બેડરૂમમાં કોઇ ટેબલ હોય તો તેની પર જરૂરી અને ખાસ ચીજો રાખવી જોઈએ. ટેબલ પર હંમેશા મીણબત્તી ફુલ અથવા ફોટો હોવું જોઈએ.

બેડરૂમમાં પ્રગટાવી મીણબત્તી

પતિ-પત્ની વચ્ચે રોજિંદા ઝઘડા દૂર કરવા માટે ફેંગશુઈમાં એક ખાસ ઉપાય છે. તેના માટે તમારે દરરોજ સિરેમિક પોર્ટમાં લાલ રંગની બે મીણબત્તીઓ સળગાવી. તેનાથી તમારા બંને વચ્ચે મતભેદ નહીં થાય અને પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે.

બેડરૂમમાં ના હોવી જોઈએ આ ચીજો

બેડરૂમમાં એવી ઘણી ચીજો રાખવી જોઈએ નહીં જેમ કે એક્વેરિયમ, અરીસો, ડરમણાં ફોટા અને અજીબ દેખાતી કોઈ કલાકૃતિ. સાથે જ તમારા બેડરૂમમાં પાણી સંબંધિત કોઈપણ ચીઝ રાખવી જોઈએ નહીં.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>