-->

કોઈપણ યુવતીને આવી રીતે ગળે લગાવશો તો ખુશ થઈ જશે, ના પાડવાને બદલે તમારી નજીક આવી જશે

 

ગળે લગાવવું એટલે કે આલિંગન આપવું ખુબ જ શાનદાર ફીલિંગ હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પ્રેમી તેને પ્રેમથી ગળે લગાવે. તમે પણ ક્યારેક ને ક્યારેક કોઇને ગળે જરૂરથી લગાવેલ હશે. ગર્લફ્રેન્ડને ભલે ન લગાવેલો હોય, પરંતુ અન્ય કોઈ વ્યક્તિને જરૂરથી ગળે લગાવેલ હશે. પરંતુ શું તમે જાણો છો કે આલિંગન કરવાનો મતલબ ફક્ત ગળે મળવું નથી હોતું, તેની પણ એક રીત હોય છે. જો તમે યોગ્ય રીતથી કોઈ ને આલિંગન કરો છો તો તે ખુબ જ ખુશ થઇ જાય છે. તેવામાં આજે અમે તમને ગળે મળવાની યોગ્ય રીત જણાવવા જઈ રહ્યા છીએ.

કોઈ પણ યુવતીને જોતાની સાથે જ ગળે મળવાની ભૂલ ન કરો. પહેલા યુવતી સાથે યોગ્ય રીતે વાતચીત કરો. તમે તેને સમજો, તેને તમને સમજવા દો અને ત્યારબાદ તમને લાગે કે બંનેના નજીક આવવાની યોગ્ય ક્ષણ છે, ત્યારે જ યુવતીને ગળે લગાવો. આ કામમાં ઉતાવળ કરવી નહીં. બધું આરામથી અને પુરા પ્લાનિંગ સાથે કરો.

કોઈપણ યુવતીને ગળે લગાવતા સમયે તેની મરજી ખુબ જ મહત્ત્વ ધરાવે છે. જો કોઈ યુવતી તમને ગળે લગાડવા માટે તૈયાર ન હોય તો તેને ગળે લગાડવાની કોશિશ કરવી નહીં. તેના માટે તમારે યુવતીની બોડી લેંગ્વેજ વાંચવાની રહેશે. યુવતી તમારી સાથે વાતચીત કરતા સમયે કેવી રીતે ઉભી છે, તમારી સાથે કેટલીક કમ્ફર્ટેબલ ફીલ કરે છે, વાત કરતા સમયે તમને સ્પર્શ કરે છે કે દૂર રહે છે, વાતચીત દરમિયાન સતત તમારી તરફ જુએ છે કે નહીં. જો તમને યુવતી તરફથી પોઝિટિવ સિગ્નલ મળે તો તેને હગ કરવું તે તમારામાં દિલચસ્પી બતાવે નહિં તો તેને હક કરવું નહીં.

You may like these posts

જો તમે યુવતીની બોડી લેંગ્વેજને સમજવામાં કમજોર છો, તો તમે તેને ડાયરેક્ટ પૂછી પણ શકો છો. જેમ કે “જો તને ખરાબ ન લાગે તો શું આપણે ગળે મળી શકીએ છીએ?” જો કોઈ યુવતી હાં કહી દે તો તેને ગળે જરૂરથી લગાવી લેવી. વળી કોઈ યુવતી ક્લિયર ના કહે તો તેનાથી દૂર રહેવું. ત્યારબાદ તેને ગળે લગાવવાની ભૂલ કરવી નહીં. જો કોઈ યુવતી કન્ફ્યુઝ જોવા મળે તો તેને થોડો સમય આપવો. ગળે લગાવવા માટે અન્ય કોઈ દિવસની પસંદગી કરવી.

તમે કેટલો સમય સુધી ગળે મળો છો તે ખુબ જ મહત્વ ધરાવે છે. જેમ કે કોઈ વ્યક્તિને “હાઇ” અથવા “બાય” કહેતા સમયે બે-ચાર સેકન્ડ સુધી ગળે મળવું પર્યાપ્ત હોય છે. તેમાં પણ કોઈ સંબંધી સાથે મુલાકાત હોય તો થોડો લાંબો સમય સુધી ગળે મળવામાં આવે છે. જો કોઈ યુવતીને પહેલી વખત ગળે મળવાનું હોય તો તેની બધી યુવતીની સહજતા પર નિર્ભર કરે છે. જો તેને તમને ગળે લગાવવું પસંદ આવી રહ્યું છે, તો તમે લાંબો સમય સુધી કરી શકો છો. પરંતુ તે અસહજ મહેસૂસ કરવા લાગે તો તેને ગળે મળવાનું છોડી દેવું જોઈએ. વળી જો કોઈ મહત્વની ફીલિંગ દર્શાવી રહ્યા છો તો ટાઈટ અને લાંબો સમય સુધી ગળે મળવું જોઈએ.

હગ ને એન્ડ કરવાની પણ એક ક્યુટ રીત હોય છે. જેમકે હગ ખતમ કરતા સમયે અંતમાં યુવતીનાં માથા પર કિસ કરવી અથવા તેનો હાથ પકડીને કહેવું જોઈએ કે તને ગળે મળીને ખુબ જ સારું લાગ્યું.

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>