સલમાન ખાનની દરેક ગર્લફ્રેન્ડ વિશે જાણતા હતાં તેમના પિતા સલીમ ખાન, આપતા હતા સલમાનને આવી ટિપ્સ
બોલિવૂડનાં ભાઈ જાન સલમાન ખાનના જીવન વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. તેમના જીવન સાથે જોડાયેલ કિસ્સાઓ પણ એટલા જ વધારે છે. સલમાન ખાને પોતાની લાઈફના દરેક કદમ પર કંઈકને કંઈક નવું કર્યું છે. ક્યારેક તેમને તેના બદલામાં પ્રસંશા પણ મળી જાય છે તો ઘણીવાર તે કોઈને કોઈ નવા મુદ્દામાં ફસાઈ જાય છે. આજે અમે તમને સલમાન ખાનના કિસ્સામાંથી એક એવા જ કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સલમાન ખાન પોતાના પિતા લેખક સલીમ ખાનની ખૂબ જ નજીક છે. સલીમ ખાન તેમના પિતા ઓછા અને મિત્ર વધારે છે. સલીમ ખાન એક ઓપન માઈન્ડેડ પિતા છે. તેમણે પોતાના બધા બાળકોને જીવવા માટે તમામ પ્રકારની આઝાદી આપી રાખી છે. આ જ કારણ છે કે સલમાન ખાને પોતાના જીવનમાં જેટલા પણ અફેર કર્યા છે કે તેમની જેટલી પણ લવસ્ટોરી રહે છે, તેમાંથી કોઈપણ તેમના પિતા સલીમ ખાનથી છુપાયેલી નથી.

સલીમ ખાન માત્ર સલમાનને જ નહીં પરંતુ પોતાના તમામ બાળકોને પોતાના મિત્રોની જેમ રાખે છે. તેમની આ આઝાદીનાં કારણે જ તેમના બધા જ બાળકોએ પોતાના મન પ્રમાણે પોતાના લાઈફ પાર્ટનર પસંદ કર્યા છે. અરબાઝ-સોહેલ હોય કે પછી દિકરીઓ અલવીરા અને અર્પિતા હોય, બધાએ પોતાના માટે જાતે જ લાઈફ પાર્ટનર પસંદ કર્યા છે. જ્યારે તેમના સૌથી મોટા દિકરા દબંગ ખાન હજુ સુધી કુંવારા છે પરંતુ સલમાનનું ઘણી એક્ટ્રેસ સાથે અફેર પણ રહ્યું છે. તેમાં સંગીતા બિજલાની સાથે ઐશ્વર્યા રાય સુધી ઘણી હિરોઈનો સામેલ છે.

સલીમ ખાનને “સીનેબ્લિટ્ઝ” મેગેઝિનમાં એકવાર ઇન્ટરવ્યૂમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના બ્રેકઅપ વિશે સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સલીમ ખાને જવાબ આપ્યો હતો કે હવે તે બંનેને એકલા છોડી દેવા જોઈએ કારણ કે તે હવે મોટા થઈ ચૂક્યા છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે તેમના રિલેશનમાં જો કોઈ મજબૂતી હશે તો દુનિયામાં એવી કોઈ તાકાત નથી જે તેમને અલગ કરી શકે.

સલીમ ખાને તે દરમિયાન સલમાન ખાનના વાઇલેન્ટ વર્તન પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઐશ્વર્યા કોઈ મજબૂરીમાં સલમાન સાથે નથી. જો બંને એકસાથે ફરી રહ્યા છે તો તેનો મતલબ એ છે કે બંને એકબીજાને પસંદ કરે છે. આપણે એક જ વ્યક્તિને દોષ કેમ આપીએ છીએ. આ ઇન્ટરવ્યુમાં સલીમ ખાનને સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની અને સોમી અલી વિશે પણ સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર પણ તેમણે પોતાનું મંતવ્ય આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે જો રિલેશન મજબૂત નથી તો બંનેનું અલગ થવું લખ્યું હોય છે. સલીમ ખાને જણાવ્યું હતું કે, સલમાન અને સંગીતા બિજલાનીનો સંબંધ તૂટી ગયો તેને ઘણો સમય થઈ ચૂક્યો છે. બંને સાત વર્ષ સુધી સાથે રહ્યા. આ રિલેશનમાં મજબૂતી નહોતી. સોમી સાથે પણ તેમની રિલેશન ખૂબ જ કમજોર હતી.

એકવાર સલમાને પણ પોતાની અને પોતાના પિતાના રિલેશન વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના પિતાએ તેમને જીવનમાં કોઈપણ પરિસ્થિતિમાં એકલા છોડ્યા નથી. સલમાને કહ્યું હતું કે મારા પિતા મારા માટે એક મિત્ર સમાન છે. જણાવી દઇએ કે સલમાનના ઘણી અભિનેત્રીઓ સાથે રિલેશન રહ્યા છે પરંતુ ઐશ્વર્યા સાથે તેમનાં રિલેશનની હજુ સુધી ચર્ચા થતી રહે છે.

