પોતાની પ્રેગ્નેન્સીને કમાણીનો માર્ગ બનાવી લે છે અભિનેત્રીઓ, કમાય છે આટલા કરોડ રૂપિયા
આજના સમયમાં સોશિયલ મીડિયા દરેક ઘરમાં પહોંચી ચૂક્યું છે. આજે દરેક બીજો વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયેલ છે, ઘણી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ છે, જેના દ્વારા સામાન્ય લોકો સુધી દરેક લોકો પહોંચી શકે છે. અથવા તો એમ કહો કે સામાન્ય માણસ સોશિયલ મીડિયા દ્વારા દેશ વિદેશની જાણકારી રાખવા લાગ્યા છે. સાથે જ ભારતીય સિનેમાનો ખાસ ક્રેઝ છે. અહીં ફિલ્મ અને તેમાં કામ કરવાવાળા કલાકારોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા દ્વારા લોકો પોતાના ફેવરિટ અભિનેતા-અભિનેત્રી સાથે જોડાયેલા રહે છે. લોકો જાણવા માંગે છે કે આખરે કલાકારો જીવનમાં ફિલ્મો સિવાય બીજુ શું કરે છે. સેલિબ્રિટીઝ પણ ફેન્સના ઇન્ટરેસ્ટનો ફાયદો ઉઠાવે છે અને પોતાના સાથે જોડાયેલી દરેક જાણકારી તેમના સુધી પહોંચાડે છે અને તેના દ્વારા સારી એવી કમાણી કરી લે છે. હાલમાં જ ઘણી અભિનેત્રીઓની પ્રેગ્નન્સીની ખબરો સામે આવી હતી પરંતુ તમે લોકો કદાચ જ એ જાણતા હશો કે આ અભિનેત્રીઓ પોતાની પ્રેગ્નન્સીથી લાખો રૂપિયાની કમાણી કરી લે છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પત્નિ અનુષ્કા શર્માનાં ઘરે એક દિકરીએ જન્મ લીધો, જ્યારે સૈફ અલી ખાનની પત્નિ અને બોલીવુડ અભિનેત્રી કરિના કપૂર ખાન પ્રેગ્નેટ હતી. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીઓએ પોતાની પ્રેગ્નન્સી દરમિયાન કરોડોની કમાણી કરી છે.

હકિકતમાં જ્યારે આ અભિનેત્રીઓ પ્રેગ્નેટ હોય છે તો તે દરમિયાન તેમને મોટા મોટા બ્રાન્ડની એડવર્ટાઈઝમેન્ટ મળે છે. તે કંપનીઓ માટે આ અભિનેત્રીઓ બેબી સંબંધિત પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. તેના બદલામાં તેમને આ કંપનીઓ સારી એવી રકમ આપે છે.

અનુષ્કા શર્મા તો પ્રેગ્નન્સીની ઘોષણા બાદ તેમણે પ્રેગાન્યુઝ પ્રેગ્નન્સી કીટ દ્વારા આ ખુશીને લોકોને સાથે વહેંચી હતી. તમને જણાવી દઈએ કે આ પણ માર્કેટિંગની એક પ્રકારની રીત છે. આ રીતે પ્રોડક્ટ દ્વારા સેલેબ્સની પ્રેગ્નન્સીને જોડીને કંપનીઓ પોતાનો પ્રચાર કરે છે અને તેનાથી સેલિબ્રિટીઝ સારી એવી રકમ કમાઇ લે છે.

આ પ્રમોશનનું એક સારું સાધન બની ગયું છે. પ્રેગ્નન્સી દરમિયાન માત્ર બેબી પ્રોડક્ટ જ નહીં પરંતુ તે કયા કપડાં પહેરે છે, તેમનું પણ માર્કેટિંગ કરવામાં આવે છે. તમે જોયું હશે કે કલાકારોની પ્રેગ્નન્સીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તેની પાછળ એક મોટું કારણ હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા દ્વારા બેબી કે માતાથી રિલેટેડ પ્રોડક્ટની પોસ્ટ કરીને પણ લાખો રૂપિયા કમાઈ લે છે.

ભારતમાં પ્રેગ્નન્સીથી પૈસા કમાવાની આ રીત છેલ્લા થોડા વર્ષથી શરૂ થઈ છે પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આવું ઘણા વર્ષોથી થઇ રહ્યું છે. વાત જો કરિના કપૂર ખાનની કરીએ તો તેમણે પોતાની બીજી પ્રેગ્નન્સીની ઘોષણા કરતાં જ તેમણે જોન્સન એન્ડ જોન્સન સાથે એક એડ કરી હતી, જેનાથી તેમને લાખો રૂપિયા મળ્યા હતાં.

સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ માટે પણ પ્રેગ્નન્સી દરમિયાન સેલેબ્સ ઘણા નવા પી.આર.ને હાયર કરે છે. તે તેમની આકર્ષક તસ્વીરો પોસ્ટ કરે છે. ના માત્ર બેબી પ્રોડક્ટ પરંતુ આ સેલેબ્સનાં પ્રેગ્નેન્સી ડ્રેસ પણ ચર્ચામાં રહે છે. જેથી તેમની બ્રાન્ડિંગ કરી શકાય. આ તસ્વીરોને પોસ્ટ કરવાના બદલામાં પણ સેલેબ્સ સારી એવી કમાણી કરી લે છે. અમુક કલાકાર તો પ્રેગ્નેન્સીમાં દવાનું પણ પ્રમોશન કરે છે.
