કોઈ મહેલથી ઓછું સુંદર નથી સુનિલ શેટ્ટીનું ફાર્મહાઉસ, દેખાય છે આલીશાન મહેલ જેવું

sunil shetty home, mumbai, sunil shettu farm house

 હિન્દી સિનેમાનાં મશહૂર અભિનેતા સુનીલ શેટ્ટીએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. ભલે તે પોતાના સાથી કલાકારોની તુલનામાં એક મોટું નામ કમાઈ શક્યા ના હોય પરંતુ દર્શકો તો સુનિલ શેટ્ટીને ખૂબ જ પસંદ કરે છે અને તેમના કામની પણ પ્રશંસા કરવામાં આવે છે. સુનીલ શેટ્ટી હવે ફિલ્મોમાં લીડ કલાકારનાં રૂપમાં જોવા મળતાં નથી પરંતુ તેમ છતાં પણ તેમની લોકપ્રિયતામાં હજુ પણ કોઇ કમી આવી નથી.

સુનીલ શેટ્ટીની પાસે આજે કરોડો રૂપિયાની સંપત્તિ છે અને તે એક આલીશાન જીવન જીવે છે. મુંબઈમાં તો તે પોતાના પરિવારની સાથે ખૂબ જ આલીશાન ઘરમાં રહે છે. વળી સુનીલ શેટ્ટીની પાસે ખંડાલામાં એક ખૂબ જ આલીશાન ફાર્મહાઉસ પણ છે, જ્યાં તે અવારનવાર રજાઓ ગાળવા માટે જાય છે અને આ જગ્યા સુનિલ શેટ્ટીને ખૂબ જ પસંદ પણ છે. તો ચાલો આજે તમને સુનીલ શેટ્ટીનાં તે લગ્ઝરી ફાર્મહાઉસની તસ્વીરો બતાવી દઇએ.

સુનિલ શેટ્ટીને ઘણીવાર પોતાના પરિવારની સાથે આ મનમોહક જગ્યા પર સમય પસાર કરતાં જોવામાં આવ્યા છે. સુનીલ શેટ્ટીના આ ફાર્મહાઉસ પરથી ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે.

જાણકારી અનુસાર સુનિલ શેટ્ટીનું આ ફાર્મહાઉસ ૬૨૦૦ સ્ક્વેરફૂટમાં ફેલાયેલું છે. અહીંયા જરૂરિયાતની દરેક ચીજ હાજર છે. તેમાં સુનિલ શેટ્ટીએ પ્રાઇવેટ ગાર્ડન, પુલ, ડબલ હાઈટનો લિવિંગ રૂમ, પાંચ બેડરૂમ, કિચન વગેરે બનાવ્યું છે.

સુનીલ શેટ્ટીનાં ફાર્મહાઉસની તસ્વીરો જોવાથી સ્પષ્ટ થાય છે કે તે ખૂબ જ આલીશાન છે અને સાથે જ ખૂબ જ સુંદર પણ છે. તેમનું ફાર્મહાઉસ ફાઈવસ્ટાર હોટલને પણ જોરદાર ટક્કર આપે છે.

સુનીલ શેટ્ટીએ તેને નેચરલ બ્યુટીને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે. સનરાઈઝ અને સનસેટ પણ તેમની સુંદરતામાં વધારો કરે છે.

સુનીલ શેટ્ટીનાં આ ફાર્મહાઉસમાં અંદર ખૂબ જ લગ્ઝરી સોફા રાખવામાં આવેલ છે તો વળી ગાર્ડન એરિયા પણ શાનદાર છે અને ત્યાં ઘણા બધા કુતરાઓ પણ રાખેલા છે.

ફાર્મહાઉસની સુંદરતા, સજાવટ અને લગ્ઝરી ચીજો સ્પષ્ટ દર્શાવે છે કે સુનીલે તેમના પર કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હશે.

દૂરથી અને ઉપરથી જોવા પર પણ ફાર્મહાઉસ ખૂબ જ સુંદર દેખાય છે. વળી તેમાં રહેલ સ્વિમિંગ પૂલ તેમની સુંદરતામાં વધારો કરે છે.

તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૧૯૯૨માં ફિલ્મ “બલવાન” થી કરી હતી. તેમણે પોતાના લગભગ ૨૯ વર્ષનાં કરિયરમાં ૧૧૦ થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની મુખ્ય ફિલ્મોમાં “દિલવાલે, અંત, ગોપી કિશન, ક્રિષ્ના, રક્ષક, બોર્ડર, ભાઈ, હેરાફેરી જેવી ફિલ્મો સામેલ છે.

સુનીલ શેટ્ટીનાં અંગત જીવનની વાત કરવામાં આવે તો સુનિલ શેટ્ટીએ હિન્દી સિનેમામાં પ્રવેશ કરતા પહેલા વર્ષ ૧૯૯૧માં લગ્ન કરી લીધા હતાં. તેમની પત્નિનું નામ માના શેટ્ટી છે. લગ્ન પહેલા બંનેએ એકબીજાને લગભગ ૮ વર્ષ સુધી ડેટ કર્યા હતાં. જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીની પત્નિ માના નું અસલી નામ માના કાદરી છે. પહેલા તે મુસ્લિમ હતી પરંતુ સુનીલ શેટ્ટી સાથે લગ્ન કર્યા બાદ તેમણે હિંદુ ધર્મ સ્વીકાર કરી લીધો હતો.

સુનીલ અને માના બે બાળકોનાં માતા-પિતા છે. દિકરીનું નામ આથિયા શેટ્ટી જ્યારે દિકરાનું નામ અહાન શેટ્ટી છે.

જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી હજુ પણ ફિલ્મી દુનિયામાં સક્રિય છે. જોકે તે ફિલ્મોની તુલનામાં વ્યવસાયની દુનિયામાંથી કરોડો રૂપિયાની કમાણી કરે છે. તે હોટેલ ઇન્ડસ્ટ્રીમાંથી ભારે ભરખમ કમાણી કરે છે. વળી તેમની પત્નિ માના પણ વ્યવસાયમાં તેમને મદદ કરે છે, સાથે જ તે એક એનજીઓ પણ ચલાવે છે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>