આઈપીએલમાં કરી હતી કિસ, શા માટે થયું હતું દિપીકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યાનું બ્રેકઅપ, જાણો

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી હિટ જ નથી પરંતુ સુપરહિટ છે. બંને હંમેશા એકબીજાની સાથે નજર આવતા હતાં.

 

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી હિટ જ નથી પરંતુ સુપરહિટ છે. બંને હંમેશા એકબીજાની સાથે નજર આવતા હતાં. ભલે પછી તે બોલિવૂડ પાર્ટી હોય કે પછી કેસમાં એનસીબીની પૂછપરછ હોય. દિપીકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી સુપરહિટ છે પરંતુ રણવીર સિંહ પહેલા દિપીકા પાદુકોણ, રણબીર કપૂર અને સિદ્ધાર્થ માલ્યાને પણ ડેટ કરી ચૂકી છે. ડિનર ડેટથી લઈને આઈપીએલ મેચ દરમિયાન બધાની સામે કિસ કરવા સુધી દિપીકા અને સિદ્ધાર્થ એક સમયે ક્રેઝી કપલની જેમ નજર આવતા હતાં પરંતુ જ્યારે બન્નેનું બ્રેકઅપ થયું તો આરોપોની લાઇન લાગી ગઇ. બંનેએ એકબીજા પર ઘણા આરોપ લગાવ્યા હતાં. બ્રેક-અપ બાદ બંનેના રિલેશનની વાતો ખુલી તો મામલો પૈસા અને મોંઘી ગિફ્ટની લેવડદેવડ પર પણ આવી ગયો હતો.

“કિંગફિશર” ના લખત-એ-જીગર સાથે પ્રેમ

સિદ્ધાર્થ માલ્યા, વિજય માલ્યાનાં દિકરા છે ત્યારે “કિંગફિશર” કંપનીનાં લખત-એ-જીગરની લાઈફસ્ટાઇલ જોઈ દરેક યુવતિ સિદ્ધાર્થ જેવો જ બોયફ્રેન્ડ ઈચ્છતી હતી પરંતુ જ્યારે બ્રેકઅપ થયું તો દિપીકાની વાતોએ તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. દિપીકાએ બ્રેકઅપ બાદ એક ઇન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેમની રિલેશન તૂટવાનું કારણ શું હતું.

આઈપીએલ મેચ દરમિયાન બધાની સામે લિપલોક

દિપીકા અને સિદ્ધાર્થ માલ્યાની રિલેશન બે વર્ષ સુધી ચાલી. તેની વચ્ચે વર્ષ ૨૦૧૧ માં આઈપીએલ મેચ દરમિયાન બંને હંમેશા સાથે નજર આવતા હતાં. બન્નેનાં પ્રેમની ખબરો પર તે સમયે મહોર લાગી ગઈ હતી જ્યારે આઇપીએલની મેચ દરમિયાન સિદ્ધાર્થ અને દિપીકાએ દુનિયાની સામે એકબીજાને લિપલોક કર્યું હતું.

મેં રિલેશન બચાવવાની ઘણી કોશિશ કરી  દિપીકા

દિપીકા અને સિદ્ધાર્થનાનાં બ્રેકઅપની ખબરો આશ્ચર્યચકિત કરનારી હતી. દિપીકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “મેં સિદ્ધાર્થ સાથે રિલેશન જાળવી રાખવાની ઘણી કોશિશ કરી હતી. પરંતુ થોડા સમયથી તેનું વર્તન ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. જ્યારે છેલ્લી વાર અમે ડેટ પર ગયા હતાં ત્યારે બધું સારું ના હતું. અમારી રિલેશન ખરાબ રીતે પસાર થઈ રહી હતી”.

બ્રેકઅપ જ હતો એક માત્ર ઉપાય  દિપીકા

દિપીકા કહે છે કે તેમની પાસે રિલેશન તોડવા સિવાય બીજો કોઈ ઉપાય ના હતો. તે કહે છે કે “જ્યારે કોઈ રિલેશનમાં કંઈ બચ્યું ના હોય તો તેને છોડી દેવું જ સારું રહે છે. ના પ્રેમ, ના સન્માન. જ્યારે બધું સમાપ્ત થઈ જાય છે તો તમારી પાસે બ્રેકઅપ જ એક માત્ર ઉપાય બચે છે”.

ક્રેઝી યુવતિ છે દિપીકા પાદુકોણ  સિદ્ધાર્થ

બીજી તરફ જ્યારે સિદ્ધાર્થને તેનાં વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે વધારે કંઈ ના કહ્યું. પૂછવા પર માત્ર એટલો જ જવાબ આપ્યો કે દિપીકા પાદુકોણ ક્રેઝી યુવતિ છે.

દિપીકાના લગ્નની ખબરો પર સિદ્ધાર્થનું રિએક્શન

દિપીકા સાથે બ્રેકઅપ પર સિદ્ધાર્થ માલ્યાએ ક્યારે કંઈ કહ્યું નથી. તેમણે બસ તેને એક ક્રેઝી લવ સ્ટોરીનું નામ આપ્યું હતું. જો કે જ્યારે દિપીકા પાદુકોણે રણવીર સિંહ સાથે લગ્ન કર્યાની ખબર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, ત્યારે સિદ્ધાર્થ માલ્યાએ તેમનાં પર હાર્ટ ઈમોજી બનાવી હતી.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>