સુંદરતાની બાબતમાં યો-યો હની સિંહની પત્ની સામે મોટી-મોટી ઍક્ટ્રેસ પણ થઈ જાય ફેઇલ, તસ્વીરો જોઈને દિવાના બની જશો
એવા ઘણા બધા સિંગર રેપર છે, જેમણે પોતાના ગાયન થી લોકોને નાચવા માટે મજબૂર કરી દીધા છે અને તેમાંથી જ શ્રેષ્ઠ છે યો યો હની સિંહ. હની સિંહ તેનું નામ આવતાંની સાથે જ હાઇ હિલ્સ, બ્લુ આઇઝ, લુંગી ડાન્સ, દેશી કલાકાર, અંગ્રેજી બીટ જેવા એકથી એક ચડિયાતા ગીત આપણને યાદ આવવા લાગે છે. તેના ગીતો એ ફક્ત દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરના લોકોને નાચવા માટે મજબૂર કરી દીધા છે. આ બધા ગીતો ને લીધે હની સિંહને ખુબ જ સારી ઓળખ મળી હતી.
વળી મોટા ભાગના લોકો યો યો હની સિંહ વિશે તો ખુબ જ સારી રીતે જાણે છે, પરંતુ ખુબ જ ઓછા લોકો એવા છે, જે તેમના અંગત જીવન વિશે જાણકારી રાખતા હોય છે. તમને જણાવી દઈએ કે હનીસિંહ પરિણીત છે અને તેમની પત્ની તેમના સ્કુલનાં સમયનો પ્રેમ છે. આજે અમે તમને હની સિંહની પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જો આપણે હની સિંહની પત્ની વિશે વાત કરીએ તો હની સિંહની પત્ની દેખાવમાં ખુબ જ સુંદર છે. હની સિંહની પત્નીનું નામ શાલિની તલવાર છે. શાલિની ભારતનાં લોકપ્રિય સંગીત નિર્દેશક અને ગાયક યો યો હની સિંહની પત્ની છે. હની સિંહ અને શાલિની એ પોતાના સ્કુલનો અભ્યાસ એક સાથે પૂર્ણ કર્યો હતો અને બંને ખુબ જ સારા મિત્ર પણ હતા. એટલું જ નહીં બંને સ્કુલના સમયથી જ એકબીજાને પસંદ કરતા હતા અને એકબીજાને ડેટ પણ કરી રહ્યા હતા.
હની સિંહ પોતાના સ્કુલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બ્રિટન ચાલ્યા ગયા હતા. પરંતુ બ્રિટન ગયા બાદ પણ હની સિંહ શાલિનીને ભુલી શકયા નહીં. જ્યારે હની સિંહને સફળતા પ્રાપ્ત થઈ અને તેઓ સમગ્ર દેશભરમાં મશહૂર થઈ ગયા ત્યાર બાદ તેમણે શાલિની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ લગ્નની વાત હની સિંહે દુનિયાથી છુપાવીને રાખી હતી. કારણ કે તેઓ ઈચ્છતા ન હતા કે તેમના લગ્નના સમાચાર કોઈને જાણ થાય. કારણ કે તેનાથી હની સિંહની લોકપ્રિયતા યુવતીઓની વચ્ચે ઓછી થઈ જશે.
યો યો હની સિંહ અને શાલિની ૨૧ જાન્યુઆરી, ૨૦૧૧નાં રોજ લગ્ન કરી લીધા હતા. શાલિની દિલ્હીના પંજાબ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. હની સિંહે શીખ પરંપરાથી લગ્ન કર્યા છે. આ બંનેના લગ્ન દિલ્હીના બહારના વિસ્તારમાં સ્થિત એક ફાર્મ હાઉસમાં થયા હતા. લગ્નમાં જે પણ રીતિ-રિવાજ પુરા કરવામાં આવે છે, તે બધા જ રીતિ-રિવાજ દિલ્હીમાં સ્થિત સરોજની નગરનાં પવિત્ર ગુરુદ્વારામાં પૂરા કરવામાં આવ્યા હતા. હની સિંહે પોતાના શો ઇન્ડિયન રોકસ્ટાર દરમિયાન દુનિયાને પોતાની પત્નીની ઓળખ કરાવી હતી. ભાગ્યે જ કોઈ એવું હશે જે આ પહેલા હની સિંહના લગ્ન વિશે જાણતા હશે.
હની સિંહ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેમની પત્ની શાલીનીને તેમના ગીતો પસંદ નથી. તેમણે આગળ જણાવ્યું હતું કે શાલિની મારા ગીતોને બિલકુલ પણ પસંદ કરતી નથી. મને એવું લાગે છે કે તે મારા ગીતોને નફરત કરે છે, પરંતુ શાલિની એ ક્યારે પણ મને એવું કહ્યું નથી. શાલિની મોટાભાગે રોમેન્ટિક ગીત સાંભળવાનું પસંદ કરે છે, જે મેં હજુ સુધી ગાયેલા નથી. વળી જોવામાં આવે તો હની સિંહની પત્ની દેખાવમાં ખુબ જ સુંદર છે. તેની સુંદરતા આગળ બોલિવૂડની મોટી-મોટી અભિનેત્રીઓ પણ ફેઇલ થઈ જાય છે. તમે તેની આ તસ્વીરો જોઇને અંદાજો લગાવી શકો છો.