“તુ ચીજ બડી હૈ મસ્ત મસ્ત” ગીત પર આ યુવતિનો ડાન્સ જોઈને રવીના ટંડનને પણ ભૂલી જશો

tu chiz badi hai mast mast



વર્ષ ૧૯૯૪ માં આવેલી ફિલ્મ “મોહરા” ખૂબ જ ચર્ચામાં રહી હતી, જેના ગીત હજુ સુધી લોકોનાં મન પર છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને રવિના ટંડન સ્ટારર ફિલ “મોહરા” તે સમયની સુપરહિટ ફિલ્મ રહી હતી. તેનું ગીત “તુ ચીજ બડી હૈ મસ્ત મસ્ત” ને ખુબ જ પસંદ કરવામાં આવ્યુ હતું. આ ફિલ્મનું સૌથી હિટ ગીત “તુ ચીજ બડી હૈ મસ્ત મસ્ત” આજે પણ દરેક ઘરમાં અને પાર્ટીમાં સાંભળવા મળી જાય છે, એટલા માટે તેના ઘણા બધા રિમિક્સ પણ બની ચુક્યા છે. અબ્બાસ મસ્તાનની ફિલ્મ “મશીન” માં આ ફેમસ ગીતનું રિમેક બનાવવામાં આવ્યું હતું.

૨૩ વર્ષ જૂના ગીત પર યુવતિએ લગાવ્યાં ઠુમકા

આ પહેલા અમે તમને સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહેલ અન્ય એક રિમિકસ ગીત બતાવ્યુ હતું, જે રીમીક્સ ગીતનો મોટાભાગનો ભાગ અંગ્રેજીમાં છે. જોકે આ ગીતનું સુરુર જુના જેવું જ જબરદસ્ત છે. હકિકતમાં ફિલ્મમેકર અબ્બાસ-મસ્તાને પોતાની ફિલ્મ “મશીન” માં મસ્તાનનાં દિકરા મુસ્તફા બર્માવાલાએ લોન્ચ કર્યું હતું.

ફિલ્મમાં તેમની સાથે કિયારા આડવાણી નજર આવી હતી. આ ફિલ્મ એક થ્રીલર ફિલ્મ હતી. તેનો વિડીયો યુટ્યુબ પર વિદ્યા વોક્સ નામના એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. આ યુ-ટ્યુબ એકાઉન્ટ મશઅપ્સ ગીત માટે જાણીતી સિંગર વિદ્યા અય્યરનું છે. વાયરલ થઇ રહેલા આ બીજા વીડિયોને જોઈને લાગી રહ્યું છે કે આ યુવતિએ પોતાના જ ઘરની છત પર ડાન્સ કર્યો છે.

આ વીડિયો ખુબ જ થઈ રહ્યો છે વાયરલ

“મોહરા” ફિલ્મમાં રવીના ટંડને ગીત પર જે સ્ટેપ કર્યા હતાં, આ યુવતિનાં સ્ટેપ તેનાથી થોડા અલગ છે અને યુવતિનાં એક્સપ્રેશન રવીનાથી પણ જબરદસ્ત છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ “મશીન” માં ફરીથી “તુ ચીજ બડી હૈ મસ્ત મસ્ત” ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જેને નેહા કક્કર અને ઉદીત નારાયણે ગાયું છે. આ વીડિયોને ૩ એપ્રિલે યુ-ટ્યુબ પર અપલોડ કર્યો હતો, જેને અત્યાર સુધીમાં ૫૪,૩૩૪,૪૩૯ વખત જોવાઈ ચૂક્યો છે. યુ-ટ્યુબ પર અપલોડ કરેલા આ ગીતમાં દિપા આયંગરે ડાન્સ કર્યો છે. અપલોડ કરેલા વિડિયોમાં આપેલી ડિટેલ પ્રમાણે દિપા આયંગરે યુટ્યુબ પર “DeepaDance” નામનું પેજ પણ બનાવી રાખ્યું છે.

જુઓ વિડિયો

Categories

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>