ખુલી ગયું શાહિદની પત્નિ મીરાની સુંદરતા અને ફિટનેસનું રહસ્ય, વાયરલ થયો વિડિયો

 

હિન્દી સિનેમાના ડેશિંગ એક્ટર શાહિદ કપૂર હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે તેમની પત્નિ મીરા રાજપૂત પણ આ વિષયમાં પાછળ રહેતી નથી. હંમેશા સોશિયલ મીડિયાના માધ્યમથી મીરા પણ ચર્ચામાં રહે છે. તે ક્યારેક પોતાની તસ્વીરો તો ક્યારેક પોતાના વિડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેમનો એક વિડીયો ચર્ચામાં છે.

હકીકતમાં શાહિદ કપૂરની પત્નિ મીરા રાજપૂત ના કોઈ એક્ટ્રેસ છે અને ના કોઇ મોડેલ. પરંતુ તેમ છતાં સોશિયલ મીડિયા પર તેમની એક મોટી ફેન ફોલોઈંગ છે. સુંદરતા અને ફેન ફોલોઇંગનાં વિશે તે કોઈ બોલિવૂડ હસીનાઓને પણ ટક્કર આપે છે. હાલમાં તો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આજના સમયમાં દરેક લોકો ફિટનેસને ઘણું મહત્ત્વ આપે છે અને ફિટનેસને દરેક લોકો પ્રેમ કરે છે. મીરા રાજપૂત સાથે પણ કંઇક આવું જ છે. સોશિયલ મીડિયા પર તેમનો એક ફિટનેસ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

મીરાનો ફિટનેસ અવતાર

એ વાતથી તો દરેક લોકો વાકેફ છે કે મીરા ફિટનેસ ફ્રિક છે અને તેવામાં ફરી એકવાર મીરા ફિટનેસ ગોલ્સ સેટ કરતી નજર આવી રહી છે. તેમનો નવો અંદાજ જોઈને ફેન્સ આશ્ચર્યમાં છે અને ખુશ પણ છે. આ હાલના વીડિયોમાં મીરા કેરીના ઝાડ પર લટકેલી નજર આવી રહી છે અને એક્સરસાઇઝ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. નવો અંદાજ જોઈને ફેન્સ ઘણી બધી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

મીરા રાજપૂતે આ શાનદાર વિડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું છે કે, “કંઈક નવું ટ્રાય કર્યું છે. નો એક્સક્યુઝ”. જણાવી દઈએ કે હંમેશાં સોશિયલ મીડિયા પર મીરા પોતાના ફિટનેસ વીડીયો અને તસ્વીરો શેર કરતી રહે છે.

કોઈએ વીડીયો પર કોમેન્ટ કરતા લખ્યું છે કે, “મીરા એટલી ફિટ છે કે તેની જેટલી પણ પ્રસંશા કરવામાં આવે એટલી ઓછી છે”. આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધારે લોકો પસંદ કરી ચૂક્યા છે.

૨૧ ની ઉંમરમાં બની હતી શાહિદની જીવનસાથી

જણાવી દઇએ કે મીરા રાજપૂત અને શાહિદ કપૂરના લગ્ન વર્ષ ૨૦૧૫ માં થયા હતા. લગ્ન દરમિયાન મીરાની ઉંમર માત્ર ૨૧ વર્ષની હતી. સાથે જ તમને જણાવી દઈએ કે શાહિદ અને મીરા વચ્ચે ઉંમરનું અંતર ૧૪ વર્ષનું છે. શાહિદ કપૂર પોતાની પત્નિ મીરાથી ઉંમરમાં લગભગ ૧૪ વર્ષ મોટા છે. જોકે ઉંમર ઓછી હોય કે વધારે તેનાથી આ કપલ પર કોઈ ફરક જોવા મળતો નથી. બંને હંમેશા સાથે ખુશ નજર આવે છે. શાહિદ અને મીરા આજે બે બાળકોના માતા-પિતા છે. બન્નેને એક દિકરો અને એક દિકરી છે. દિકરીનું નામ મિશા છે અને દિકરાનું નામ જૈન કપૂર છે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>