-->

અનિતા હસનંદાનીએ પોતાના પતિને જોરદાર થપ્પડ મારતાં કહ્યું, દરેક ઘરમાં પતિઓને આવી ટ્રીટમેન્ટ આપવી જોઈએ

 


ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાની હાલનાં દિવસોમાં પોતાના મધરહૂડને એન્જોય કરી રહી છે. નાના પડદાની આ જાણીતી એક્ટ્રેસ હંમેશા ચર્ચામાં બનેલી રહે છે. દિકરા આરવને જન્મ આપ્યા બાદ તે પરિવારમાં વ્યસ્ત નજર આવી રહી છે. થોડા મહિના પહેલા જ તેમણે દિકરા આરવને જન્મ આપ્યો છે. દિકરાના જન્મ બાદથી જ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તે પોતાના દિકરાના ઘણા વીડિયો શેર કરતી રહે છે. તેની સાથે જ અભિનેત્રી પોતાના પતિની સાથે બનાવેલા રોમેન્ટિક અને ફની વિડીયો પણ શેર કરતી રહે છે. હવે હાલમાં અનિતાએ એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે.

અનિતાએ પતિને મારી થપ્પડ

રોહિત અને અનિતા બંને ટીવી ઇન્ડસ્ટ્રીના પાવર કપલમાંથી એક ગણવામાં આવે છે. તે બંનેની જબરદસ્ત બોંડિંગ અને કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ પણ આવે છે. તેમના પતિ રોહિત પણ અનિતાની સાથે મસ્તી કરવાનો એકપણ અવસર છોડતા નથી. દેશમાં લાગેલા લોકડાઉનનાં કારણે આ કપલ એકબીજાને સારો સમય આપી રહ્યા છે. તેવામાં જ્યારે બંને દરરોજ સાથે છે તો બંનેની મસ્તી-મજાક પહેલા કરતાં ઘણી વધી પણ ગઈ છે.

છેલ્લા ઘણા સમયથી એક્ટ્રેસ દિકરા આરવ સાથે તસ્વીરો શેર કરતી નજર આવી રહી હતી. જોકે આ વીડિયોમાં અનિતાનો દિકરો આરવ નથી પરંતુ પતિ રોહિત રેડ્ડી નજર આવી રહ્યા છે. આ વીડિયોમાં અનિતા સૌથી પહેલાં રોહિતને બેસાડે છે અને તેને કહે છે કે મારી પાસે એક એવો દોરો છે, જે દેખાતો નથી અને તેને હું તમારા એક કાનમાંથી નાખીને બીજા કાન માંથી કાઢી લઈશ. તેની થોડી મિનિટોમાં જ અનિતા પૂછે છે કે કંઈ મહેસુસ થયું. જ્યારે રોહિત તેમને ના કહે છે તો અનિતા તેમને થપ્પડ મારી દે છે. ત્યારબાદ તે હસવા લાગે છે.

તમને જણાવી દઈએ કે હકીકતમાં તેમણે કોઈ હકીકતમાં થપ્પડ મારી ના હતી પરંતુ અનિતાએ પોતાના પતિ સાથે એક મજેદાર પ્રેંક કર્યો હતો. જ્યારે તેમના પતિએ પણ કહ્યું કે તે તેનો બદલો જરૂર લેશે. આ વીડિયોને શેર કરતા એક્ટ્રેસ અનિતાએ લખ્યું છે કે, પ્લીઝ તેને તમે તમારા ઘરમાં ટ્રાય કરો. જ્યારે વીડિયોમાં પણ અનિતાએ લખ્યું છે કે એક એવી મેજીક ટ્રીક જે દરેક પત્નિને પસંદ આવી જશે.

મહત્વપૂર્ણ છે કે અનિતા હસનંદાનીએ ટીવી પર પોતાના માટે એક સારું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અનિતા યે હે મોહબતે, કાવ્યાંજલિ, નાગીન જેવા ઘણા હિટ શો નો ભાગ રહી ચૂકી છે. આ સાથે જ એક્ટ્રેસ બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ નજર આવી ચૂકી છે. અનિતાએ વર્ષ ૨૦૧૩ માં રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૧ માં રોહિત અને અનિતા એ પોતાના પહેલા બાળક આરવનું દુનિયામાં સ્વાગત કર્યું હતું.

તેમના પતિ રોહિત વિશે વાત કરીએ તો રોહિત એક મોટા વ્યવસાયી છે. રોહિતે પહેલીવાર સુંદર અનીતાને એક પબની બહાર ગાડીની રાહ જોતા જોઈ હતી. આ પહેલી જ નજરમાં તે પોતાનું દિલ અનિતાને આપી બેસ્યા હતા. બંનેએ એકબીજાને લગભગ બે વર્ષ સુધી ડેટ કર્યું અને બાદમાં લગ્ન કરી લીધા હતાં.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>