પોતાનું દુ:ખ ક્યારેય પણ કોઇની સામે વ્યક્ત કરતાં નથી આ ૪ રાશિવાળા લોકો, ગમે એટલા દુ:ખી હોય હંમેશા હસતાં રહે છે

જરૂરી નથી હોતું કે આપણે જેવું ઇચ્છતા હોઈએ છીએ જીવન એવી જ રીતે પસાર થાય. જીવન પોતાની ગતિથી ચાલે છે. પરંતુ મોટાભાગના લોકો એવા હોય છે જેવો ઇચ્છતા હોય છે

 

જરૂરી નથી હોતું કે આપણે જેવું ઇચ્છતા હોઈએ છીએ જીવન એવી જ રીતે પસાર થાય. જીવન પોતાની ગતિથી ચાલે છે. પરંતુ મોટાભાગના લોકો એવા હોય છે જેવો ઇચ્છતા હોય છે કે પરિસ્થિતિ તેમના નિયંત્રણમાં રહે, બધું તેમની ઈચ્છા અનુસાર થાય, પરંતુ જ્યારે આવું નથી થતું એટલે કે પરિસ્થિતિ તેમની ઈચ્છા અનુસાર કામ નથી કરતી ત્યારે તેઓ પરેશાન થઈ જતા હોય છે.

અમુક લોકો એવા હોય છે જે વિપરીત અથવા કઠિન પરિસ્થિતિ ની સામે ઘુંટણ ટેકવી દેતા હોય છે. જ્યારે અમુક લોકો એવા પણ હોય છે જેવો ગમે એટલા પરેશાન હોય પરંતુ પરિસ્થિતિનો મક્કમ બનીને સામનો કરે છે અને આગળ વધે છે. તે લોકો કોણ હોય છે, જે દરેક દર્દ અને દુઃખ સહન કરીને પણ આગળ વધે છે અને પોતાનું દુઃખ અને દર્દ દુનિયાની સામે લાવતા નથી. રાશિઓ અનુસાર તે વાત જાણી શકાય છે કે આ લોકો કોણ હોય છે, જે પોતાની અંદર ઘણા બધા દુઃખ છુપાવવા છતાં પણ દુનિયાની સામે હસતા રહે છે. તો ચાલો આવા લોકો વિશે જાણીએ.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો પોતાના સૌથી મોટા આલોચક હોય છે. તેઓ હંમેશા પોતાને છુપાવીને રાખે છે. તેઓ ખુશ છે કે દુઃખી તમે તેને જોઈને અથવા મળીને તેનો અંદાજો પણ લગાવી શકતા નથી. કન્યા રાશિના લોકો પોતાનાથી એટલા અસંતૃષ્ઠ રહે છે કે તમે તેમને ગમે એટલા સમજાવી લો કે તેમનામાં કોઈ કમી નથી, તેઓ ત્યાં સુધી સંતુષ્ટ થતા નથી જ્યાં સુધી તેઓ પોતે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી લેતા નથી. તેઓ જલ્દી કોઈની ઉપર ભરોસો પણ કરતા નથી.

વૃશ્ચિક રાશિ

આ રાશિના જાતકો ખુબ જ સામાજિક હોય છે, પરંતુ તેમનો વિશ્વાસ જીતવા માટે ઘણા બધા ઉપાય અપનાવા પડે છે. તેઓ પોતાની ખુશીઓ કોઈની સાથે શેર કરતા નથી અને પોતાનું દુઃખ પણ કોઈને જણાવતા નથી. તેઓ પોતાને અનુશાષિત કરીને રાખે છે. વૃશ્ચિક રાશિ વાળા લોકો અંદરથી ગમે એટલા ગમગીન હોય તેવો કોઈ પણ વ્યક્તિને પોતાની આ પરિસ્થિતિનો અંદાજો પણ આવવા દેતા નથી.

કર્ક રાશિ

કર્ક રાશિમાં જન્મેલા લોકો પોતાનું દુઃખ-દર્દ છુપાવવામાં હોશિયાર હોય છે. તેઓ મોટાભાગે ભાવુક અને સંવેદનશીલ હોય છે. તેમને પાર્ટનરની પસંદગીમાં સૌથી વધારે સમય લાગે છે. આ લોકો જેને પ્રેમ કરે છે તેને દુઃખી જોઈ શકતા નથી અને પોતાનું દુઃખ કોઈની સાથે શેર કરતા નથી. તેમનું માનવું હોય છે કે દુનિયાની સામે પોતાનો દુઃખ વ્યક્ત કરવાથી કોઈ ફાયદો થતો નથી. એટલા માટે તેઓ તમામ પરેશાનીઓથી ઘેરાયેલા હોવા છતાં પણ હંમેશા હસતા રહે છે.

કુંભ રાશિ

આ લોકો પરિસ્થિતિને ગંભીરતાથી લેતા હોય છે. તેઓ ખુશ હોય કે દુઃખી જ્યાં સુધી તેઓ પોતે જણાવે નહીં ત્યાં સુધી તમે કોઈ પણ વાતનો અંદાજો લગાવી શકતા નથી. પોતાના દુઃખને તે ખુબ જ શ્રેષ્ઠ રીતે છુપાવીને રાખે છે.. તેઓ જાણતા હોય છે કે પોતાના દુઃખ બધાની સામે આકર્ષણનું કેન્દ્ર બનાવવાથી કોઈ ફાયદો મળશે નહીં, એટલા માટે તેઓ પોતાની અંદર દુઃખ છુપાવીને રાખતા હોય છે.


You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>