રાખી સાવંતે વરસાદમાં “ટીપ ટીપ બરસા પાની” પર કર્યો જબરદસ્ત ડાન્સ, કહ્યું – હું ચામાચીડિયા જેવી લાગી રહી છું

 

રાખી સાવંત ખરેખર ઘણી એન્ટરટેઇનર છે. તે કોઈપણ ચીજમાં એન્ટરટેઇનમેન્ટ શોધી જ લે છે. હાલમાં તો તેમણે મુંબઈમાં થઈ રહેલા વરસાદ વચ્ચે એન્ટરટેઇન્મેન્ટ શોધી લીધું અને ફોટોગ્રાફર્સ માટે ડાન્સ કર્યો હતો. હકિકતમાં રાખી સાવંત હાલમાં જ ડાન્સ સ્ટુડિયોમાંથી રિહર્સલ કર્યા બાદ પરત ફરી રહી હતી ત્યારે ફોટોગ્રાફર્સની નજર તેમના પર પડી હતી. બસ બાદમાં શું હતું ફોટોગ્રાફર્સ સાથે રાખી સાવંત વાત કરવા લાગી હતી અને બાદમાં તેમણે તેમના માટે “ટીપ ટીપ બરસા પાની” પર ગીત ગાઈને ડાન્સ પણ કર્યો હતો. ત્યારબાદ તે ફોટોગ્રાફર્સ પાસે ગઈ અને શરમાતા બોલી કે, “ અરે શું જોવો છો તમે લોકો? જવા દો”.

રાખી સાવંતનાં વિડીયોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને વિરલ ભાયાણી એ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમના પર ફેન્સ ઘણી બધી કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેન્સે લખ્યું કે, “મને રાખીની આ વાત સારી લાગે છે કે તે ક્યારેય બીજા વિશે વિચારતી નથી કે તે તેમને લઈને શું વિચારી રહ્યા હશે”. એક અન્ય ફેન્સની કોમેન્ટ હતી, “ક્રેઝી છે પરંતુ અમે ખૂબ જ પ્રેમ કરીએ છીએ રાખીને”.

તસ્વીરો પર રાખી ગુસ્સામાં બોલી – હું ચામાચીડિયાં જેવી લાગું છું

રાખીએ ફોટોગ્રાફર્સને ઘણા એન્ટરટેઇન કર્યા હતાં. રાખી સાવંતનો અન્ય એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે. જ્યારે ફોટોગ્રાફર્સ રાખી સાવંતની તસ્વીરો ક્લિક કરવા લાગ્યા તો તે તેમનાં પર પ્રેમથી ગુસ્સે થઈ ગઈ હતી પરંતુ તેમની બોલવાની જે રીત હતી તે એટલી રમૂજી હતી કે ત્યાં રહેલા તમામ લોકો હસી પડ્યા હતાં. રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે, જેમાં ફોટોગ્રાફર્સે તેમના એ ગુસ્સા વાળા રિએક્શનને કેદ કર્યા છે. રાખી સાવંત ફોટોગ્રાફર્સને કહી રહી છે કે “તમે લોકો મેકઅપ વગર મારી તસ્વીરો કેમ લો છો, હું કેટલી અજીબ લાગું છું, ચામાચીડિયા જેવી”.

ઇન્ડિયન આઇડલ-૧૨” માં નજર આવશે રાખી

જણાવી દઇએ કે રાખી સાવંત ખૂબ જ જલ્દી ઇન્ડિયન આઇડલ-૧૨ માં નજર આવવાની છે. હાલમાં તેમણે એપિસોડનું શૂટિંગ કર્યુ હતું. તે પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપી રહી છે. હાલમાં જ રાખી સાવંતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્કઆઉટ અને યોગા કરતાં અમુક વિડીયો પણ શેર કર્યા હતાં, જેને ફેન્સે ખૂબ જ પસંદ કર્યા હતાં પરંતુ ટ્રોલર્સે તેમનાં પહેરવેશને લઈને ખરાબ કોમેન્ટ કરી હતી પરંતુ રાખી તો રાખી છે તે ટ્રોલર્સને પોતાની ઉપર હાવી થવા દેતી નથી પરંતુ તે પોતે જ પોતાના મીમ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>