આ રાશિનાં કપલ્સ માનવામાં આવે છે સર્વશ્રેષ્ઠ, જુઓ કઈં કઈં રાશિઓ છે તેમાં સામેલ

 દરેકની ઇચ્છા હોય છે કે એનું જીવન સુખમય પસાર થાય. સાથે જ જીવનમાં પ્રેમ, ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહે. તેવામાં જો વાત પાર્ટનરની કરવામાં આવે તો દરેક લોકો એવું જ ઇચ્છતા હોય છે કે તેને બેસ્ટ પાર્ટનર મળે. દરેકનાં મનની ઈચ્છા હોય છે કે એનો પ્રેમી કે પ્રેમિકા એની સાથે રિલેશન હંમેશા-હંમેશા માટે જળવાઈ રહે અને એમના સંબંધોમાં ક્યારે પણ મુશ્કેલી ન આવે. જણાવી દઇએ કે રિલેશનશિપમાં એક તરફ જ્યાં પાર્ટનરનો અંગત સ્વભાવ સર્વાધિક મહત્વ રાખે છે, તો વળી તેમના રિલેશન પર એમની રાશિનો પ્રભાવ પણ ઘણો ઉંડો રહે છે. એવું એટલા માટે કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણો સ્વભાવ, શિક્ષા, સંસ્કાર અને વાતાવરણ સાથે સાથે એકબીજાની રાશિ પર નિર્ધારિત હોય છે.

જ્યોતિષશાસ્ત્રના અનુસાર જો તમારો લવર કે પછી તમારા ભાવિ પતિ કે પત્ની તમારા મિત્ર રાશિનાં હોય તો તમે બંને પરફેક્ટ કપલ બની શકો છો. તો એવામાં આવો જાણીએ કે કઈ રાશિના લોકો માટે કઈ રાશિનાં લોકો હોય છે પરફેક્ટ કપલ.

તુલા અને સિંહ

તુલા અને સિંહ રાશિવાળા લોકોના આચાર-વિચાર સારી રીતે મેચ થાય છે, એટલા માટે એમને અંગત રીતે સંબંધો સારા રહે છે. તેમનો સંબંધ માત્ર પાર્ટનરનો નહીં પરંતુ મિત્રોનો પણ હોય છે. જેથી તેઓ દરેક અવસરને ઘણો સારી રીતે એન્જોય કરે છે. એટલા માટે આવા કપલ સૌનાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. એટલું જ નહીં આ બંન્ને રાશિના જાતકોને સૌથી સારી વાત એ છે કે બંને જ રાશિના લોકો ઘણાં સામાજિક હોય છે. આ રાશિના પાર્ટનર કોઈપણ સોશિયલ ફંકશન કે પાર્ટીમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહે છે. તેવામાં જો આ બંને આ રાશિના લોકો વચ્ચે રિલેશન જોડાઈ જાય તો તે બેસ્ટ કપલ સાબિત થાય છે.

સિંહ અને ધન

આ બંન્ને રાશિનાં લોકોને એકબીજાની આદત, પર્સનાલિટી ઘણી પસંદ આવે છે. આ લોકો એકબીજાની ખુશી, પસંદ-નાપસંદનો ઘણો સારી રીતે ખ્યાલ રાખે છે. દરેક સારા ખરાબ સમયમાં એકબીજા સાથે ઉભા રહે છે. સાથે જ એમની બોન્ડિગ પણ કમાલની હોય છે. આ સિવાય સિંહ રાશિવાળા પણ ધન રાશિવાળાને દરેક રીતે સપોર્ટ કરે છે. આ બંને રાશિવાળા લોકોનો એકબીજા પ્રત્યે સપોર્ટિવ નેચર એમને પરફેક્ટ પણ બનાવે છે.

સિંહ અને કુંભ

જ્યોતિષ પ્રમાણે તેમની જોડી પણ ઘણી સારી હોય છે. આ બંન્ને રાશિના કપલ આખું જીવન ઈમાનદારીથી રિલેશન નિભાવતા લવ બર્ડ ની જેમ જીવે છે. ઢળતી ઉંમરમાં પણ એમના રિલેશનમાં પ્રેમ, ઈજ્જત, ઉત્સાહ બની રહે છે. એટલું જ નહીં જ્યારે આ બંન્ને રાશિના લોકો રિલેશનશિપમાં હોય છે તો એમનું ચાર્મ જોતાં જ બને છે અને આ ચાર્મ ક્યારેય સમાપ્ત નથી થતો. બંને જ રાશિ ઉત્સાહથી ભરેલી રહે છે અને આ ઉત્સાહ એમના રિલેશનમાં પણ નજર આવે છે.

મેષ અને કુંભ

જ્યારે આ બંને રાશિના લોકો એકબીજાના પ્રેમમાં પડે છે તો રોમાંચ પોતાની ચરમ સીમા પર રહે છે. આ બંને જ રાશિઓ ઘણી એડવેન્ચર્સ હોય છે. એમને મુશ્કેલ જગ્યાઓની સફર કરવી, કંઈ ને કંઈ નવું કરવાની કોશિશ કરતા રહેવું ઘણું પસંદ હોય છે. આ બન્ને રાશિઓને એકબીજાનો  સાથ પણ ઘણી પસંદ આવે છે અને જ્યારે તેઓ પ્રેમમાં રહે છે તો એકબીજા  વગર અધુરા અનુભવ કરે છે. સાથે જ તેઓ એકબીજાની કંપનીમાં એટલા ખુશ રહે છે કે  તેમને અન્ય લોકોની જરૂરિયાત અનુભવ નથી થતી.

કુંભ અને મિથુન

આ રાશિના જાતક એકબીજાને ઘણો પ્રેમ કરે છે. તેમના પ્રેમનાં કિસ્સા લગ્નનાં ઘણાં વર્ષ પછી પણ સાંભળવા મળી શકે છે. લોકો એમને બેસ્ટ કપલનું ઉદાહરણ માની શકે છે. જ્યોતિષ અનુસાર વાત કરીએ તો આ બંને રાશિમાં “લવ એટ ફર્સ્ટ સાઈટ” ની સર્વાધિક સંભાવના રહે છે. કારણ કે આ રાશિ એકબીજાને ઘણી આકર્ષિત કરે છે. પરંતુ આ આકર્ષણ  ક્ષણીક નથી હોતું. જીવનભર આ બંન્ને રાશિના લવર્સ એકબીજાનો સાથ નિભાવે છે અને જીવનનાં બધા ઉતાર-ચડાવમાં સાથ આપે છે.

વૃષભ અને કન્યા

આ બંને રાશિવાળા લોકોને આપસમાં ઘણી બને છે. એકબીજા સાથે કલાકો વાત કરવું તેમના માટે સામાન્ય વાત હોય છે. તે પતિ પત્ની હોવાની સાથે સાથે સારા મિત્રો પણ હોય છે. એમની આવી બોંડીંગ જ એમને ખાસ કપલ બનાવે છે. આ બંન્ને રાશિના લોકોના જીવન કેન્દ્ર માં ઘર, પરિવાર અને સ્થિરતા રહે છે. પોતાના સારા લક્ષ્યના કારણે આ બંને વચ્ચે સારો સમન્વય હંમેશા જળવાઈ રહે છે.

વૃષભ અને વૃશ્ચિક

આ બંને જ રાશિમાં નેતૃત્વનો ગુણ મળી આવે છે. પરંતુ જે એક ખાસ ગુણ આ બંન્ને રાશિના લોકોને પરફેક્ટ કપલ બનાવે છે તે છે કે એકબીજાના નેતૃત્વથી આ બંને રાશિને કોઈ પરેશાની નથી થતી. સમય અને પરિસ્થિતિ અનુસાર તેઓ એકબીજાનાં નેતૃત્વને સહજ રૂપથી સ્વીકાર કરે છે અને પોતાના પાર્ટનરના નિર્ણયનું સન્માન પણ કરે છે.

કન્યા અને મકર

આ રાશિના જાતકો એકબીજાને પ્રેમ કરવાની સાથે સાથે સન્માન અને સપોર્ટ આપવામાં પણ કાયલ હોય છે. જોકે આ ઘણા સારા પાર્ટનર સાબિત થાય છે. તેઓ સુખ-દુઃખમાં એકબીજા સાથે ખભેથી ખભો મેળવીને ઉભા રહેવાની આદત તેમને બેસ્ટ કપલનો દરજ્જો પ્રદાન કરે છે.

તો આ હતી થોડી રાશિઓ. જેની જો અંગતમાં સમજ હોય તો બંનેનો રિલેશન સારો અને મધુર બને છે. આ તો થઈ જ્યોતિષની વાત પરંતુ સ્પષ્ટ રીતે જ્યારે આપણે કે તમે કોઈનાં પ્રેમમાં પડીએ તો એની રાશિ જોઈને નથી પ્રેમ કરતા, તેમના વચ્ચે પ્રેમ તો બસ થઈ જતો હોય છે અને તેની પાછળ કોઈ કારણ નથી હોતું. એવામાં આખરે સલાહ બસ એટલો જ છે કે તેને જ્યોતિષનાં દૃષ્ટિકોણ થી જ જુઓ અને જો આવી જ મિત્ર રાશિ સાથે પ્રેમમાં પડી જાવ તો સારી વાત, નહીં તો તમારો સંબંધ અને તમારો વ્યવહાર જ નક્કી કરે છે કે કોની સાથે, કેવી રીતે અને કેટલો લાંબો સંબંધ ચાલશે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>