ક્યારે ખુલશે સ્કુલ? ક્યારે મળશે બાળકોને રસી? એઇમ્સનાં ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ જણાવ્યું કે ક્યારે ખતમ થશે આતુરતા

 કોરોના મહામારીની શરૂઆત બાદ થી દેશભરમાં સ્કુલ-કોલેજ બંધ છે. અમુક સ્કુલ કોલેજ ખુલવાનું શરૂ થયા હતા ત્યાં જ બીજી લહેર ની શરૂઆત થઇ, જેના લીધે ફરીથી સ્કુલ-કોલેજને બંધ કરી દેવામાં આવ્યા. હવે બીજી લહેર ધીમી પડવા લાગી છે અને ત્રીજી લહેર આવવાની સંભાવનાની વચ્ચે બધાના મનમાં સવાલ છે કે સ્કુલ કોલેજ ક્યારે ખુલશે? અખિલ ભારતીય આયુર્વેદવિજ્ઞાન સંસ્થાનનાં પ્રમુખ રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે બાળકો માટે કોરોનાની રસી આવ્યા બાદ સ્કુલ ખુલવાનો અને બાળકોનાં બહાર નીકળવાનો રસ્તો ચોખ્ખો બનશે.

ગુલેરીયા જણાવ્યું હતું કે ભારત બાયોટે ની રસી કોવેક્સિન નાં ૨ થી ૧૮ વર્ષનાં બાળકો પર કરવામાં આવેલ બીજા અને ત્રીજા સ્ટેજમાં પરીક્ષણનાં આંકડા સપ્ટેમ્બર સુધીમાં આવવાની સંભાવના છે, તેમણે કહ્યું હતું કે ડ્રગ કંટ્રોલર ની મંજુરી બાદ ભારતમાં તે સમયની આસપાસ બાળકો માટે રસી ઉપલબ્ધ થઇ શકે છે. ડોક્ટર ગુલેરીયા એ શનિવારે જણાવ્યું હતું કે તે પહેલા જો ફાઈઝરની રસીને મંજુરી મળી જાય છે તો તે બાળકો માટે એક વિકલ્પ બની શકે છે. સરકારનાં એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર દવા નિર્માતા કંપની ઝાયડસ કેડિલા પણ ભારતનાં ઔષધ મહાનિયંત્રણ ની સામે પોતાણી કોરોના વાયરસ રસી “જાયકોવ-ડી” ની ઇમરજન્સી મંજુરી માટે આવેદન આપે તેવી આશા છે. કંપનીનો દાવો છે કે તે વયસ્કો અને બાળકો બંનેને આપી શકાય છે.

ડોક્ટર ગુલેરીયાએ જણાવ્યું હતું કે એટલા માટે જો ઝાયડસ ની રસીને મંજુરી મળે છે તો તે પણ એક વિકલ્પ હશે. તેમણે જણાવ્યું હતું કે બાળકોમાં કોરોના વાયરસ સંક્રમણનાં લક્ષણો હળવા હોય છે અને અમુકમાં તો લક્ષણ જોવા મળતાં નથી. પરંતુ તેઓ સંક્રમણના વાહક બની શકે છે. દોઢ વર્ષમાં કોરોના વાયરસ મહામારીને કારણે અભ્યાસને ખુબ જ નુકસાન થયેલું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્કુલોને ફરીથી ખોલવાની રહેશે અને રસીકરણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે મહામારી માંથી બહાર નીકળવાનો રસ્તો રસીકરણ જ છે.

સરકાર દ્વારા હાલમાં હાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે કોરોના વાયરસ દ્વારા ભલે અત્યાર સુધીમાં બાળકોને વધારે નુકસાન ન થયું હોય પરંતુ જો વાયરસનાં વ્યવહાર અથવા મહામારીની ગતિમાં બદલાવ આવે છે તો તે વધી શકે છે. તેમણે કહ્યું હતું કે આવી કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>