૧૮ વર્ષની ઉંમર પહેલા જ ગર્ભવતી બની ગઈ હતી આ અભિનેત્રીઓ, નંબર ૨ તો ૧૬ વર્ષમાં બની જોડિયા બાળકોની માં

હિન્દી સિનેમામાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જે યુવાન થતાં પહેલાં જ ગર્ભવતી બની ગઈ હતી. કોઇ એક ૧૬ વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા,

 

હિન્દી સિનેમામાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જે યુવાન થતાં પહેલાં જ ગર્ભવતી બની ગઈ હતી. કોઇ એક ૧૬ વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા, તો કોઈ ફક્ત ૧૬ વર્ષની ઉંમરમાં જ જોડિયા બાળકોને જન્મ આપી ચુકી હતી, તો ચાલો આજે તમને અમારા આ લેખમાં આવી અભિનેત્રીઓ વિશે જણાવીએ.

ડિમ્પલ કાપડિયા

હિન્દી સિનેમાની વરિષ્ઠ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા ફક્ત ૧૬ વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેની વચ્ચે હિન્દી સિનેમાનાં પહેલા સુપરસ્ટાર રહેલા રાજેશ ખન્ના પર તેમનું દિલ આવી ગયું હતું. રાજેશ ખન્ના તે સમયમાં હિન્દી સિનેમાનાં સૌથી મોટા સુપરસ્ટાર હતા. રાજેશ ખન્નાના દરેક લોકો ફેન હતાં અને ડિમ્પલ પણ તેમાં સામેલ હતી. જોકે તેને જાણ હતી નહીં કે તેને પોતાના મનપસંદ સ્ટાર ખુબ જ જલ્દી પોતાના પતિના રૂપમાં જોવા મળશે.

વર્ષ ૧૯૭૩માં રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનાં લગ્ન થઈ ગયા હતા. લગ્ન દરમિયાન રાજેશ ખન્ના ૩૧ વર્ષનાં જ્યારે ડિમ્પલ કાપડિયા ફક્ત ૧૬ વર્ષના હતા લગ્નને કારણે ડિમ્પલ ની પહેલી ફિલ્મ “બોબી” પણ અટકી ગઈ હતી. જો કે લગ્ન બાદ તેમની પહેલી ફિલ્મ વર્ષ ૧૯૭૩માં જ રિલીઝ થઈ હતી. જ્યાં ડિમ્પલ કાપડિયાએ ૧૬ વર્ષની ઉંમરમાં જ લગ્ન કર્યા હતા, તો લગ્ન થોડા મહિના બાદ જ તે ગર્ભવતી બની ગઈ હતી.

રાજેશ ખન્ના અને ડિમ્પલની જોડી હિન્દી સિનેમાના સૌથી ચર્ચિત જોડીઓ માંથી એક રહેલી છે. જોકે આ સફળ જોડી બની શકી નહીં. લગ્નનાં અંદાજે ૧૧ વર્ષ બાદ બંને અલગ અલગ રહેવા લાગ્યા હતા. બન્નેની વચ્ચે અંતર આવવાના કારણ ઘણા બધા હતા. જો કે બંનેએ ક્યારેય પણ છુટાછેડા લીધા નહીં. અલગ થયા બાદ ચૂંટણી રેલી, એવોર્ડ શો વગેરેમાં બંને એકસાથે જોવા મળ્યા હતા. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા બે દીકરીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્નાનાં માતા-પિતા બન્યા હતા.

ઉર્વશી ઢોલકીયા

હવે વાત કરવામાં આવે ટીવીની દુનિયાની સૌથી ચર્ચિત અને સુંદર અભિનેત્રીઓ માંથી એક ઉર્વશી ઢોલકિયા ની ઉર્વશી ઢોલકિયા પણ ૧૮ વર્ષની ઉંમર પહેલાં જ ગર્ભવતી બની ગઈ હતી. ૪૧ વર્ષની ઉર્વશીનાં લગ્ન ખુબ જ નાની ઉંમરમાં થઈ ગયા હતા અને તેને ફક્ત ૧૬ વર્ષની ઉંમરમાં બે બાળકોને જન્મ આપી દીધો હતો. તેમના દીકરાનાં નામ સાગર અને ક્ષિતિજ ઢોલકીયા છે.

ઉર્વશીનાં બંને બાળકો ખુબ જ મોટા થઈ ચૂક્યા છે અને તે પોતાની માં ની ખુબ જ ક્લોઝ છે. સાગર અને ક્ષિતિજ અંદાજે ૨૫ વર્ષના થઈ ચુક્યા છે. જણાવી દઈએ કે ઉર્વશીએ ઘણી ટીવી ધારાવાહિકમાં કામ કરેલું છે. ટીવીનાં શો બિગ બોસ સિઝન-6 ની પણ વિજેતા રહી ચુકેલી છે.

ભાગ્યશ્રી

હિન્દી સિનેમામાં એન્ટ્રી સાથે જ અભિનેત્રી ભાગ્યશ્રી ગાયબ પણ થઇ ગઇ હતી. તેણે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૮૯માં આવેલી ફિલ્મ “મૈંને પ્યાર કિયા” થી કરી હતી, ત્યારે તે ૧૭ વર્ષની હતી. આ ફિલ્મમાં તેની ઓપોઝિટ સલમાન ખાન હતા. આ સલમાન ખાનની પણ અભિનેતા તરીકે ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મ દરમ્યાન જ ભાગ્યશ્રીએ હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા હતા. કહેવામાં આવે છે કે ભાગ્યશ્રી ગર્ભવતી હતી, જેના કારણે તેણે ઉતાવળમાં યુવાન થતાં પહેલાં જ લગ્ન કરી લીધા હતા.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>