ચેટિંગ કરતા સમયે પણ દેખાશો નહિ ઓનલાઇન, આ છે કમાલની WhatsApp ટ્રીક

 

પોપ્યુલર મેસેજિંગ એપ WhatsApp નો ઉપયોગ આપણે બધા જ કરીએ છીએ. ઘણીવાર આપણે કોઈ WhatsApp મેસેજને માત્ર એટલા માટે વાંચતા નથી કે ક્યાંક બીજાને આપણા ઓનલાઇન થવાની ખબર ના પડી જાય અથવા તો બની શકે છે કે કોઇ વ્યક્તિ સાથે ચેટિંગ કરવા તો માંગો છો પરંતુ કોઈ બીજાને તેનાં વિશે જાણ થઈ જાય તેવું ઇચ્છતા નથી. આવી પરિસ્થિતિ માટે અમે તમને એક કમાલની WhatsApp ટ્રીક લઈને આવ્યાં છીએ, જેના દ્વારા તમે WhatsApp ચેટીંગ કરતા સમયે પણ ઓનલાઇન દેખાશો નહિ.

આ છે પહેલી રીત

પહેલી રીતમાં અમે સ્માર્ટફોનની નોટિફિકેશન વિન્ડોનો ઉપયોગ કરવાના છીએ. હકિકતમાં જ્યારે પણ WhatsApp પર કોઈ મેસેજ આવે છે તો તેનું નોટિફિકેશન તમારા ફોન પર જરૂર આવતું હશે. જો તમે ખૂબ જ જૂના ફોનનો ઉપયોગ કરી રહ્યા ના હોય તો મેસેજની નીચે રિપ્લાઈનું ઓપ્શન પણ જોવા મળતું હશે.

આ ઓપ્શનમાં જઈને તમે WhatsApp ખોલ્યા વગર પણ મેસેજનો જવાબ આપી શકો છો. આમ કરવાનો ફાયદો એ થશે કે તમારા લાસ્ટ સીન સ્ટેટસમાં કોઈ બદલાવ થશે નહિ. એટલે બીજા લોકોને તમારા ઓનલાઇન થવા વિશે જાણ થશે નહી.

આ છે બીજી રીત

તેના માટે તમારે તમારા સ્માર્ટફોનના મોબાઈલ ડેટા અને વાઇફાઇ કનેક્શનને બંધ કરવા પડશે. ત્યારબાદ WhatsApp ખોલો અને એ મેસેજ પર જાઓ, જેનો રીપ્લાય કરવા માંગો છે. તમે મેસેજ ટાઈપ કરો અને મોકલી દો.

હાલમાં તો તે મેસેજ સેન્ડ થશે નહિ. હવે WhatsApp ને બંધ કરી દો. હવે તમારા સ્માર્ટફોનનાં ઈન્ટરનેટને ફરીથી ચાલુ કરો. મેસેજ જાતે જ ચાલ્યો જશે અને તમે કોઈને ઓનલાઇન પણ દેખાશો નહિ.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>