વોટ્સએપનું જિદ્દી વલણ, કહ્યું – પ્રાઈવેસી પોલીસી સ્વીકાર ના કરવા પર ડીલીટ કરવામાં આવશે તમારું એકાઉન્ટ



સોશિયલ નેટવર્કિંગ સાઇટ વોટ્સએપ પોતાની નવી પ્રાઇવસી પોલિસીની ડેડલાઇનને લઈને અડિયલ રહ્યું છે. વોટ્સએપ એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તેમણે પોતાની ડેડ લાઈનમાં કોઈ બદલાવ કર્યો નથી. કંપનીએ કહ્યું કે યુઝર્સને અમે ૧૫ મે ૨૦૨૧ થી આગળનો સમય આપી રહ્યા નથી. એટલા માટે યુઝરે પ્રાઈવસી પોલીસીનો સ્વીકાર કર્યો નથી, હવે તેમના એકાઉન્ટ ડિલીટ થવાના શરૂ થઈ જશે. દિલ્હી હાઇકોર્ટમાં કંપનીની પેરવી કરી રહેલા વકીલ કપિલ સિબ્બલનું કહેવાનું છે કે, જે યુઝર્સ આ પોલીસીને સ્વીકાર નહિ કરે, તેમનું એકાઉન્ટ ડીલીટ કરવામાં આવશે.

વોટ્સપ જાન્યુઆરી ૨૦૨૧ થી મોકલી રહ્યું છે નોટિફિકેશન

સિબ્બલે જણાવ્યું કે અમે યુઝર્સને પોલીસીને લઈને સહમત થવાનો આગ્રહ કર્યો છે. જો તે સહમત નહીં થાય તો અમે તેમના એકાઉન્ટ ડિલીટ કરી નાખીશું. આ પોલીસીને સ્થગિત કરવાનો કોઇ પ્રસ્તાવ નથી. કંપનીની નવી પ્રાઇવસી પોલિસીને લઈને વિવાદ ઊભા થઈ રહ્યા છે. સિબ્બલનું કહેવાનું છે કે કંપનીએ પોલિસી સ્થગિત કરી નથી.

જણાવી દઈએ કે વોટ્સએપ તરફથી પ્રાઇવસી પોલિસીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી રહી હતી. તેમાં પોલીસીને સ્વીકાર કરવા માટે ૧૫ મે ૨૦૨૧ સુધીની ડેડલાઇન આપવામાં આવી હતી. આ પોલીસીને સૌથી પહેલા જાન્યુઆરી ૨૦૨૧ માં જાહેર કરવામાં આવી હતી. જેની ડેડલાઇન ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી હતી. ત્યારબાદ ફરી મે ૨૦૨૧ સુધી તેને સ્થગિત કરવામાં આવી હતી.

યુઝર્સનો ડેટા ફેસબુક સાથે શેર કરશે વોટ્સએપ

વોટ્સએપની નવી પોલીસી પ્રમાણે કંપનીને અધિકાર હશે કે તે યુઝર્સનાં ઇન્ટરેક્શનથી જોડાયેલાં અમુક ડેટા પેરેન્ટ કંપની ફેસબુક સાથે શેર કરી શકે છે. તેને લઈને યુઝર્સને કંપની નવી પોલીસી સ્વીકાર કરવાની નોટિફિકેશન મોકલી રહી છે. તેને સ્વીકાર કરવા પર જ યુઝર્સનું વોટ્સએપ એકાઉન્ટ આગળ ચાલુ રહેશે. આ વિષય પર દિલ્હી હાઈકોર્ટમાં સુનવણી ચાલી રહી છે. તેને હાલમાં ૩ જૂન ૨૦૨૧ સુધી ટાળવામાં આવી છે.

એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્મા અને યાચિકા કર્તાઓની તરફથી યથાસ્થિતિની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે આ વિષયની સુનવણી ટાળવાનો નિર્ણય લીધો. જોકે કંપનીએ સુનાવણી દરમિયાન આ પોલીસી પર સ્ટેનો વિરોધ કર્યો છે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>