એર હોસ્ટેસ બનવા માંગતી હતી બોલિવૂડની આ સુંદર એક્ટ્રેસ પરંતુ આવી રીતે બની ગઈ અભિનેત્રી
હિન્દી સિનેમાની સુંદર અભિનેત્રી ઝરીન ખાન પોતાની ફિલ્મોથી વધારે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. ૧૪ મે ૧૯૮૭ માં મુંબઈમાં જન્મેલી ઝરીન ખાન આજે ૩૪ વર્ષની થઈ ગઈ છે. તેમના ફેન્સ અને તેમના ચાહકો તેમનાં જન્મદિવસનાં ખાસ અવસર પર શુભેચ્છાનાં સંદેશ મોકલી રહ્યા છે. તેવામાં ચાલો આ અવસર પર અમે પણ તમને ઝરીન ખાન સાથે જોડાયેલી અમુક વિશેષ વાતોથી અવગત કરાવી દઈએ.

ઝરીન ખાન જ્યારે ૧૨ માં ધોરણમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ દરમિયાન તેમના માતા-પિતા છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતાં. આ પરિસ્થિતિમાં ઘરની જવાબદારી ઝરીન ખાન પર આવી ગઈ હતી. ઝરીન ડોક્ટર બનીને પોતાનું સપનું પૂરું કરવાં માંગતી હતી. જોકે માતા-પિતાનાં છૂટાછેડાનાં કારણે ઘરની આર્થિક સ્થિતિ કમજોર થઈ ગઈ હતી અને તેમણે પોતાનો અભ્યાસ છોડવો પડ્યો હતો.

ઝરીન આગળ જઈને કામની તલાશમાં નીકળી પડી. તે કામ માટે જ્યાં-ત્યાં ભટકતી રહી. એ દરમિયાન તેમનું વજન લગભગ ૧૦૦ કિલો હતું અને તેના કારણે તેમને કામ મળી રહ્યું ના હતું. જોકે તેમણે હાર માની નહિ અને તેને એક કોલ સેન્ટરમાં નોકરી મળી ગઈ. ઝરીન કોલ સેન્ટરમાં નોકરી કરવા લાગી અને સાથે જ પોતાના વજનને પણ ઓછું કરવાનું કામ તેમણે શરૂ કરી દીધું.

જણાવવામાં આવે છે કે કોલ સેન્ટર સિવાય ઝરીન ખાન ઘણા પ્રદર્ષનીયોમાં એક પ્રમોટર તરીકે પણ કામ કર્યુ. જોકે એ દરમિયાન તેમણે એક નવુ સપનું જોવા લાગી હતી. આ કામમાં તેમનું મન લાગી રહ્યુ ના હતું અને ઝરીન ખાને હવે એર હોસ્ટેસ બનવાનો નિર્ણય લીધો. તે ધીરે-ધીરે પોતાના સપના તરફ આગળ વધી રહી હતી. તેમણે બધા રાઉન્ડ ક્લીયર કરી લીધા હતા અને બસ છેલ્લો રાઉન્ડ બાકી રહી ગયો હતો. ત્યારે જ અભિનેતા સલમાન ખાન સાથે તેમની મુલાકાત થઈ ગઈ.

જ્યારે સલમાન ખાન અને ઝરીન ખાનની મુલાકાત થઈ હતી ત્યારે સલમાન ખાન ફિલ્મ “યુવરાજ” ની શૂટિંગમાં વ્યસ્ત હતાં. આ ફિલ્મનું નિર્દેશન સુભાષ ઘાઈએ કર્યું હતું. આ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન સલમાનની નજર ઝરીન પર પડી અને સલમાનને ઝરીનની અંદર એક કલાકાર નજર આવી. સલમાનની ટીમે ઝરીન ખાનને તેમની આગામી ફિલ્મ માટે સંપર્ક કર્યો. સલમાનની ફિલ્મ માટે મળેલી ઓફરથી ઝરીન ઘણી ખુશ હતી અને તેમણે સલમાનની આગામી ફિલ્મ માટે હા પાડી દીધી હતી.

પહેલા ડોક્ટર અને બાદમાં એરહોસ્ટેસ બનવાનું સપનું જોવા વાળી આ યુવતિ હવે ફિલ્મી પડદાની ચકાચક ભરી દુનિયામાં પ્રવેશ કરવા માટે તૈયાર હતી. ઝરીનના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૨૦૧૦ માં આવેલી સલમાન ખાન સ્ટારર ફિલ્મ “વીર” થી થઈ હતી. આ ફિલ્મમાં જેકી શ્રોફ અને મિથુન ચક્રવર્તી જેવા કલાકાર પણ મુખ્ય રોલમાં હતાં.

“વીર” થી લઈને અત્યાર સુધીમાં ૧૧ વર્ષનાં ફિલ્મી કરિયરમાં ઝરીન ખાને હાઉસફુલ-૨, હેટસ્ટોરી-૨, વજહ તુમ હો, અક્સર અને ૧૯૨૧ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે તેમને બોલીવુડમાં ખાસ સફળતા પ્રાપ્ત થઇ નથી. તે એક મોટી એક્ટ્રેસનાં રૂપમાં પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહી છે. હાલમાં જ અભિનેત્રી ફિલ્મ “હમ ભી અકેલે તુમ ભી અકેલે” માં નજર આવી હતી.

ઝરીન ખાનની તુલના ઘણીવાર કેટરિના કૈફ સાથે પણ થાય છે અને તે કહી ચૂકી છે કે તે કેટરીના કૈફની માત્ર પડછાયો બનીને રહી ગઈ છે કારણ કે તેમનો ચહેરો કેટરીના સાથે ઘણા હદ સુધી મળે છે. એકવાર કેટરિના સાથે પોતાની તુલના પર તેમણે કહ્યું હતું કે, “એક્ટર બનવાનો મારો કોઈ પ્લાન ના હતો. મેં પોતાને કયારેય આ ફિલ્ડમાં જોઈ ના હતી. હું એક મજબુત મહિલા છું અને મારે પોતાને કોઈ સાથે કમ્પેર કરવાની જરૂર નથી.
આપણી ઓડિયન્સ અજીબ છે. તેમને જે બતાવવામાં આવે છે તેના પર વિશ્વાસ કરી લે છે. તે પોતાનું કોઈ મંતવ્ય બનાવતાં નથી. મને લાગે છે કે લોકોને અવસર જ મળ્યો નથી મને જાણવાનો અને મારા ટેલેન્ટને ઓળખવાનો”.

