જો તમને પણ મુસાફરી દરમિયાન થાય છે વારંવાર ઉલ્ટી તો એકવાર જરૂર વાંચો આ આર્ટીકલ, બંધ થઈ જશે ઉલ્ટી

  • જો તમે ટ્રાવેલમાં ક્યાંક બહાર જઇ રહ્યા છો કે કોઈવાર તમને અપચો થઈ જાય છે તો તેનાથી તમને ઘણીવાર ઉલ્ટી થવા લાગે છે. તેવામાં આપણે ઘણીવાર ઉલ્ટીને રોકવા માટે દવાનો પ્રયોગ કરીએ છે પરંતુ દવાનો વધારે ઉપયોગ પણ આપણા માટે હાનિકારક થઈ શકે છે. તેવામાં અમે તમને ઉલ્ટી રોકવાના અમુક આયુર્વેદ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. એવા ઉપાયો કે જેના માટે તમારે કંઈપણ ખર્ચો કરવાનો નથી. આ ઉપાય તમને તમારા ઘરની રસોઈઘરમાં જ સરળતાથી મળી જશે.

  • ઉલ્ટી દરમિયાન જઓ તમે તુલસીનો રસ કાઢીને પાણીમાં નાખીને પીઓ છો તો તમને ખૂબ જ જલ્દી આરામ મળે છે. તેની સાથે જ તુલસીના પાનના રસને મધમાં ભેળવીને પણ પી શકાય છે. આ સિવાય ઉલ્ટી જેવું લાગવા પર તમારા ઘરમાંથી બે-ચાર દાણા મરી લઇને ચૂસી લો. સાથે જ તમે થોડા મરી લઈને કારેલાના પાનના રસમાં ભેળવી લો, તેનાથી તમને જલ્દી આરામ મળશે. વારંવાર ઉલ્ટી આવવાની સમસ્યા થઈ રહી હોય તો કાંદાના રસમાં મધ ભેળવીને પીવાથી પણ આરામ મળે છે.

  • આ સિવાય તમે આદુ અને લીંબુના રસને બરાબર માત્રામાં લો અને પાણી સાથે પીઓ. આદુના રસમાં કલોંજીનુ તેલ મિક્સ કરીને સવાર-સાંજ ઉપયોગ કરો. ઉલ્ટી આવવા પર મોઢામાં લવિંગ રાખી લો કે લવિંગ અને તજ સાથે ઉકાળીને પીવો. તમે લીમડાની છાલનો રસ કાઢીને મધ સાથે મિક્સ કરીને પણ પી શકો છો.

  • આ ઉપાયો સિવાય તમે કપૂર, અજમા અને ફુદીનાના ફૂલને ૧૦-૧૦ ગ્રામની માત્રામાં સારી રીતે ભેળવીને એક કાચની બોટલમાં રાખો. આ બધા મિશ્રણને તડકામાં લઈ જઈને છત પર કે આંગણામાં રાખી દો. થોડા સમય બાદ તે પીગળી જશે પછી તેના ત્રણ-ચાર ટીપાં દિવસમાં બે-ચાર વાર પીવાથી તમને આરામ મળશે.

  • તેની સાથે જ તમે ઘરમાં દરરોજ આવનાર ધાણાનો ઉપયોગ પણ કરી શકો છો. ધાણાનો રસ કાઢીને તેમાં થોડું સિંધવ મીઠું, એક લીંબુ, એક ગ્લાસ પાણીમાં નાખીને પીઓ આરામ મળશે.

  • તમે એક બીજો ઉપાય કરી શકો છો. તમે ધાણાનો પાવડર લઈને અડધી ચમચી વરિયાળીનો પાઉડર લઈ એક ગ્લાસ પાણીમાં નાખો અને તેમાં થોડી ખાંડ કે સાકર નાખીને પી જાઓ. આ સિવાય તમે ગીલોયનાં રસમાં ખાંડ ભેળવીને બે ચમચી તેનો રસ પી શકો છો. આ ઉપચારનો પ્રયોગ દિવસમાં ત્રણ વાર કરી શકો છો, તેનાથી ઉલ્ટી આવવાની બંધ થઈ જશે. ગીલોયનો ઉકાળો પણ અસરકારક રહેશે.

  • લીંબુનો રસ, ફુદીનાનો રસ અને મધ બરાબર માત્રામાં લઈને સારી રીતે મિક્સ કરી દો. તેનું દિવસમાં ત્રણ-ચાર વાર સેવન કરવું. તમને ઉબકા આવવા અને ઉલ્ટીની સમસ્યામાં ખૂબ જ જલ્દી આરામ મળશે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>