સુંદર હોવા છતાં પણ બોલિવૂડમાં ના ચાલ્યો આ ૫ અભિનેત્રીઓનો જાદુ, કરવાં પડ્યા માતાનાં રોલ
બોલિવૂડમાં હંમેશા નવા ચહેરા જોવા મળે છે. હંમેશા યુવતિઓ હિરોઈન બનવાનું સપનું લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરે છે પરંતુ એક-બે ફિલ્મો કર્યા બાદ સફળ ના થવાના કારણે પરત ફરી જાય છે અથવા તો લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લે છે. ફિલ્મી દુનિયામાં આમ પણ એક્ટ્રેસનું કરિયર ખૂબ જ નાનું માનવામાં આવે છે. ખૂબ જ ઓછી અભિનેત્રીઓ એવી હોય છે, જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લાંબા સમય સુધી કામ કરી શકે છે. થોડી એક્ટ્રેસ એવી પણ છે જે એક કે બે ફિલ્મોમાં કામ કર્યા બાદ સફળતા ના મળવા પર બોલિવૂડમાંથી સન્યાસ લઇ લે છે. આજે અમે તમને એવી જ ૫ બોલિવૂડ એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સુંદર હોવા છતાં પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ થઈ શકી નહી.
ટિસ્કા ચોપરા

બોલિવૂડ એક્ટ્રેસ ટિસ્કા ચોપરાનો બર્થ ડે ૧ નવેમ્બરે છે. સુંદરતાની બાબતમાં ટિસ્કા મોટી મોટી હિરોઈનને ટક્કર આપે છે. તેમનું ફિલ્મી કરિયર ખૂબ જ સાધારણ રહ્યું હતું. ટિસ્કા બોલિવૂડમાં ખૂબ જ લાંબા સમયથી કામ કરી રહી છે પરંતુ આમિર ખાનની સુપરહિટ ફિલ્મ “તારે જમીન પર” કર્યા બાદ તેમને એક નવી ઓળખ મળી હતી. ફિલ્મ “તારે જમીન પર” માં ટિસ્કાએ બાળ કલાકાર ઈશાન અવસ્થાની માતાનો રોલ નિભાવ્યો હતો. ટિસ્કા એ ફિલ્મ “પ્લેટફોર્મ” દ્વારા પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી.
હુમા કુરૈશી

આ લિસ્ટમાં બીજું નામ છે અભિનેત્રી હુમા કુરૈશીનું. હુમા એટલી સુંદર છે કે બધા લોકો તેની સુંદરતાના દિવાના છે. અમે તમને જણાવી દઈએ કે હુમા કુરૈશી જેને બોલિવૂડમાં ઓળખ અનુરાગ કશ્યપની ફિલ્મ “ગેંગ્સ ઓફ વાસેપુર” બાદ મળી હતી. ત્યારબાદ હુમાએ ઘણી બધી ફિલ્મોમાં અને પ્રાઈવેટ આલ્બમમાં કામ કર્યું પરંતુ હુમા કુરૈશીને આજ સુધી સ્ટારડમ વાળું સ્થાન પ્રાપ્ત થયું નથી. આજે પણ હુમા કુરૈશી સફળતા મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.
નીમૃત કૌર

નીમૃત કૌરની સુંદરતા આજે પણ જળવાયેલી છે. નીમૃતે બોલિવુડના ખેલાડી તરીકે જાણીતા અક્ષય કુમારની ફિલ્મ “એરલિફ્ટ” માં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. નીમૃતે ખૂબ જ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે, એટલા માટે નીમૃત પણ ફ્લોપ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ છે.
ઋચા

બોલિવૂડની ભોળી પંજાબી ઋચા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિરોઈન બનવા આવી હતી પરંતુ તેમની એક્ટિંગનાં કારણે તેમને હંમેશા ફિલ્મમાં સાઈડ રોલ જ મળ્યા. આમ તો ફિલ્મ “ફૂકરે” હિટ થયા બાદ ઋચા થોડા દિવસો સુધી ચર્ચામાં રહી હતી પરંતુ અભિનેત્રી તરીકે તેમનું કરિયર કંઇ ખાસ રહ્યું નહીં.
માહી ગિલ

અંતમાં અમે વાત કરીશું અભિનેત્રી માહી ગિલ વિશે. માહી ગિલ બોલિવૂડની ગણતરીની ફિલ્મોમાં જ નજર આવી છે. માહી ગિલને “દેવ ડી” ફિલ્મ બાદ ઓળખ મળી હતી. માહી ખૂબ જ સુંદર છે પરંતુ આટલી સુંદર હોવા છતાં પણ માહીનું ફિલ્મી કરિયર કંઈ ખાસ રહ્યું નહી. ફિલ્મોમાં સફળતા ના મળવાનાં કારણે માહીએ ખૂબ જ જલ્દી બોલીવુડમાંથી સંન્યાસ લઇ લીધો અને ફિલ્મોથી અંતર બનાવી લીધુ.

