-->

સારા અલી ખાન કરીના કપુરનાં ભાઈ સાથે લગ્ન કરવા માંગે છે, જાહેરમાં પાપા સૈફ ને કહી પોતાના દિલની વાત

 

Sara

બોલીવુડની દુનિયામાં એક થી એક ચડિયાતા કલાકાર છે. અહીંયા પ્રતિભાની કોઇ કમી નથી. દર શુક્રવારે કોઈને કોઈ કલાકારને કિસ્મતનો નિર્ણય દર્શકો કરતા હોય છે. બોલીવુડ કલાકાર ભલે પોતાની એક્ટિંગ પર ગર્વ કરતા હોય, પરંતુ તેની કિસ્મતનો નિર્ણય દર્શકો જ કરતા હોય છે. આ કડીમાં સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાનની લગભગ દરેક ફિલ્મ હિટ થયેલી છે. વળી આ બધી બાબતોની વચ્ચે સારા અલી ખાને આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તો ચાલો જણાવીએ કે તમારા માટે આ આર્ટિકલમાં ખાસ શું છે.

વર્ષ ૨૦૧૮માં ફિલ્મ કેદારનાથનાં પ્રમોશન માટે સારા અલી ખાન કોફી વિથ કરણ નાં શો માં આવેલી હતી. જેમાં સારા અલી ખાને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી અમુક રહસ્ય ખોલ્યા હતા. સારા અલી ખાન આ એપિસોડમાં પોતાના પિતા એટલે કે સૈફ અલી ખાન સાથે આવી હતી. આ દરમિયાન બાપ-દીકરી માં ખુબ જ સારી બોન્ડિંગ જોવા મળી રહી હતી. પરંતુ આ દરમિયાન સારા અલી ખાનને કરણ જોહરે પર્સનલ સવાલ પૂછ્યો હતો, જેના પર સારા અલી ખાને બિન્દાસ રીતે પોતાના દિલની વાત કહી હતી.

રણબીર કપુર સાથે લગ્ન કરવા માંગે છે સારા અલી ખાન

જી હાં, શો માં સ્પષ્ટ બતાવવામાં આવ્યું હતું કે સારા અલી ખાન રણબીર કપુર એટલે કે પોતાની સાવકી માં કરીનાનાં ભાઈ સાથે લગ્ન કરવા માંગે છે. એટલું જ નહીં સારા અલી ખાને એવું પણ કહ્યું હતું કે તે રણબીર કપુરને ડેટ કરવા માંગતી નથી, પરંતુ લગ્ન કરવા માંગે છે અને તેના માટે તે ખુબ જ જલ્દી પોતાના ઘરમાં વાત કરવા માંગે છે. આ દરમિયાન જ્યારે કરણ જોહરે સારા અલી ખાન અને પૂછ્યું હતું કે તે ડેટ પર કોની સાથે જવા માંગે છે, તો તેણે કાર્તિક આર્યનનું નામ જણાવ્યું હતું.

સારા અલી ખાનનાં બોયફ્રેન્ડને આ સવાલ પુછશે સૈફ

કરણ જોહરે આ એપિસોડમાં સૈફ અલી ખાનને પૂછ્યું હતું કે તે સારા અલી ખાનનાં બોયફ્રેન્ડ ને શું સવાલ પુછશે, તો તેમણે કહ્યું હતું કે હું તેને પોલિટિકલ વ્યૂઝ વિશે સવાલ પૂછીશ. તે સિવાય મારી દીકરીને જે યુવક પસંદ આવશે, તેની સાથે તેના લગ્ન કરવામાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. એટલું જ નહીં સૈફ અલી ખાન એવું પણ કહ્યું હતું કે જે યુવક મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે, તેની પાસે પૈસા હોવા જરૂરી છે. જો પૈસા છે તો મારી દીકરી સાથે લગ્ન કરી શકે છે.

યાદ અપાવી દઇએ કે સારા અલી ખાનની ડેબ્યુ ફિલ્મ કેદારનાથ હતી. આ ફિલ્મને ખુબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે નજર આવેલી હતી. સારા ની આ પહેલી ફિલ્મ હતી, જેને લઈને ખુબ જ ઉત્સાહિત પણ હતી.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>