સલમાન ખાન સાથે સેલ્ફી લેવા માટે આવેલા ભૂટાનનાં ફેન્સની ચમકી ગઈ કિસ્મત, “રાધે” ફિલ્મમાં મળી ગયો આ ખાસ રોલ
- બોલિવુડ એક્ટર સલમાન ખાનની દુનિયામાં ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. સલમાનને કોઈ “ભાઈજાન” તો કોઈ “સલ્લુ” કહીને બોલાવે છે. હાલમાં જ સલમાનની ફિલ્મ “રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ” રિલીઝ થઈ છે. ઈદના અવસર પર સલમાને ફેન્સ માટે એક ખાસ ગિફ્ટ આપવાનું મન બનાવ્યું હતું પરંતુ આ ફિલ્મ સાથે જોડાયેલ એક એવો ખાસ રોલ છે. જેમની રીયલ લાઈફની કહાની પણ ઘણી દિલચસ્પ છે. હકિકતમાં સલમાન ખાન સાથે સેલ્ફી લેવા વાળા એક ફેન્સને સલમાન સાથે કામ કરવાનો અવસર મળી જાય છે. અમે વાત કરી રહ્યા છીએ સંગે શેલ્ટ્રીમ જે ભુટાનનાં રહેવાસી છે. જી હાં ,

- હકિકતમાં સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મમાં વિલનનો રોલ નિભાવી રહેલા સંગે શેલ્ટ્રીમ સલમાનનાં મોટા ફેન છે. આ ફેનનું નસીબ એ રીતે ચમક્યું કે તેને સીધો બોલિવૂડમાં એન્ટ્રી કરવાનો અવસર મળી ગયો અને તે પણ સલમાન ખાન જેવા મોટા સુપરસ્ટાર સાથે. સલમાને આ ફેન્સથી ઈમ્પ્રેસ થઈને પોતાની ફિલ્મમાં તેમને મોટો બ્રેક આપ્યો છે. આ રહ્યો તેનો ફોટો..

- અંગત ખબરો પ્રમાણે સંગે સલમાન ખાનના ખૂબ જ મોટા ફેન્સ છે અને બાળપણથી તે સલમાનને ફોલ્લો કરે છે. સંગેનું કહેવું છે કે જ્યારે સલમાનની ફિલ્મ “મૈને પ્યાર કિયા” આવી હતી ત્યારે તે માત્ર ૭ વર્ષનાં હતાં. સંગે એ સલમાન ખાન સાથે પોતાની મુલાકાત વિશે જણાવ્યું હતું કે ૨૦૧૯ માં તે મુંબઈ આવ્યા હતા અને આ દરમિયાન તેમના એક મિત્રએ તેમને સલમાન ખાન સાથે “દબંગ-૩” ના સેટ પર મુલાકાત કરાવી હતી.

- ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અમે બંને જ બોડી બિલ્ડર છીએ. આ વિષયમાં પણ અમારી વાતચીત થઈ હતી પરંતુ ત્યારબાદ સંગે ફરી ભૂટાન ચાલ્યા ગયા અને એક દિવસ તેમના મિત્રનો મુંબઈથી ફોન આવ્યો અને તેણે કહ્યું કે સલમાન ખાન તને યાદ કરી રહ્યા છે અને તને મળવા માંગે છે. જોકે મને કોલ પર જ બતાવવામાં આવ્યુ હતું કે તેમને સલમાનની ફિલ્મ “રાધે” માં એક રોલ મળવાનો છે. ભૂતાનનાં રહેવાસી સંગે માટે આ કોઈ સપનું સાચું થવા જેવું છે, કારણ કે જે સ્ટાર્સનાં તે ફેન હતાં આજે તે તેમની સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે.

- વધુમાં તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ફિલ્મમાં તે રણદિપ હુડા અને ગૌતમ ગુલાટી સાથે એક વિલનનાં રૂપમાં નજર આવવાના છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ Zee Plex પર આ ફિલ્મની સ્ટ્રીમિંગ ગુરુવાર ૧૩ મે બપોરે ૧૨ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. જણાવી દઇએ કે આ ફિલ્મ ઓનલાઈન ફ્રી માં જોવા નહી મળે પરંતુ દર્શકોએ તેમનાં માટે પૈસા ચૂકવવા પડશે.

- આ ફિલ્મ Pay Per Views ના હિસાબથી આવશે. ફિલ્મનાં કાસ્ટની વાત કરવામાં આવે તો તેમાં સલમાન ખાન સાથે દિશા પટ્ટણી, રણદિપ હુડા અને જેકી શ્રોફ પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે. સલમાન ખાન, સોહેલ ખાન અને રીલ લાઇફ પ્રોટેક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત છે.
