રવિના ટંડનથી લઈને સોનમ કપૂર સુધી, કરોડો-અરબોનાં માલિક છે આ અભિનેત્રીઓનાં પતિ, એક પાસે છે ૬૬૦૦ કરોડ રૂપિયા
બોલિવૂડની ઘણી જાણીતી એક્ટ્રેસે પૈસાની બાબતમાં અવ્વલ રહેવાવાળાને પોતાના હમસફર પસંદ કર્યા છે. આ અભિનેત્રીઓમાં ટીના અંબાણીથી લઈને સોનમ કપૂરનું નામ સામેલ છે. આજે અમે તમને બોલીવુડની એવી જ ૯ એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના પતિ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.
શ્રીદેવી

બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવી મૃત્યુ બાદ પોતાની પાછળ લગભગ ૨૪૭ કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને ગઈ હતી. જણાવી દઈએ કે શ્રીદેવીનાં લગ્ન વર્ષ ૧૯૯૬ માં ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે થયા હતાં. બોની કપૂરની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.
ટીના અંબાણી

એક સમયની જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ રહી ચૂકેલી ટીના અંબાણી હવે દેશનાં ચર્ચિત અંબાણી પરિવારની વહુ છે. ઘણી બધી ફિલ્મોમાં નજર આવી ચૂકેલી ટીના ૧૯૯૧ માં દેશના જાણીતા બિઝનેસમેન અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા હતાં. જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૮ માં અનિલ દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ હતાં. તે ૩૬૦૦ કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિના માલિક છે.
રાની મુખર્જી

બોલીવુડની જાણીતી અભિનેત્રી રાની મુખર્જીએ બોલિવૂડના નિર્દેશક આદિત્ય ચોપડાને ઘણા વર્ષો સુધી ડેટ કર્યા હતાં, ત્યારબાદ રાની અને આદિત્ય એ વર્ષ ૨૦૦૪ માં લગ્ન કરી લીધા. આજે બંને એક દિકરી આદિરાનાં માતા-પિતા છે. આદિત્ય યશરાજ ફિલ્મ્સનાં માલિક છે. આદિત્યની પાસે કુલ સંપત્તિ ૯૬૦ મિલિયન ડોલર એટલે કે ૬૬૦૦ કરોડ રૂપિયા છે. એટલે કે આ આંકડો શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટારની સંપત્તિથી પણ ખૂબ જ વધારે છે.
રવિના ટંડન

૯૦ ના દશકની ટોપ એક્ટ્રેસમાં સામેલ રહી ચૂકેલી અભિનેત્રી રવીના ટંડને બોલીવુડને એક થી સુપરહિટ ફિલ્મો આપી છે. રવીનાએ વર્ષ ૨૦૦૪ માં અનીલ થડાની સાથે લગ્ન કર્યા હતાં. અનિલ કુલ ૬.૫ મિલિયન ડોલરની સંપત્તિનાં માલિક છે.
શિલ્પા શેટ્ટી

બોલિવૂડની હિટ એન્ડ ફિટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ વર્ષ ૨૦૦૯ માં જાણીતા બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતાં. રાજ કુન્દ્રા ગ્રુપકો ડેવલપર્સ અને ટીએમટી ગ્લોબલ જેવા ઘણા સફળ વ્યાવસાયિક ઉદ્યમ હેન્ડલ કરે છે. તેની સાથે જ રાજ અને શિલ્પાએ આઈપીએલમાં “રાજસ્થાન રોયલ્સ” ટીમમાં પણ ઈન્વેસ્ટમેન્ટ કરી રાખ્યું છે. રાજ કુંદ્રાની કુલ સંપત્તિ ૪૦૦ મિલિયન ડોલર જણાવવામાં આવે છે
જુહી ચાવલા

બોલિવૂડની ચુલબુલી અભિનેત્રી જુહી ચાવલાએ વર્ષ ૧૯૯૫ માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતાં. જય મહેતા “મહેતા ગ્રુપ” નાં માલિક છે. જુહીના પતિનો વ્યવસાય ભારતના ઘણા રાજ્ય સહિત આફ્રિકા, અમેરિકા, કેનેડામાં ફેલાયેલો છે. જ્યારે જય મહેતા ઇન્ડિયન પ્રીમિયર લીગમાં “કોલકાતા નાઈટ રાઈડર્સ” ટીમનાં સહમાલિક પણ છે. તેમની કુલ સંપત્તિ ૩૫૦ મિલિયન ડોલરની છે.
વિદ્યા બાલન

બોલિવૂડમાં પોતાની સુંદર અદાઓથી ઓળખાણ બનાવવા વાળી અભિનેત્રી વિદ્યા બાલનનાં પતિ ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર છે. વર્ષ ૨૦૧૨ માં વિદ્યાએ સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા હતાં. જણાવી દઈએ કે વિદ્યા સિદ્ધાર્થની ત્રીજી પત્નિ છે. પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર પાસે કુલ ૪૭૫ મિલિયન ડોલરની સંપત્તિ છે.
સોનમ કપૂર

હિન્દી સિનેમાનાં દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની દિકરી અભિનેત્રી સોનમ કપૂરનાં લગ્ન ૨૦૧૮ માં આનંદ આહુજા સાથે થયા હતાં. આનંદ આહુજાની કુલ કમાણી લગભગ ૩૦૦૦ કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. આનંદ આહુજા બે કંપની ભાને અને વેજનવંગે ના માલિક છે.
અનુષ્કા શર્મા

અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. એક એડ શોટ દરમિયાન બન્નેની મુલાકાત થઈ હતી અને બાદમાં બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતાં. ત્યારબાદ ડિસેમ્બર ૨૦૧૭ માં બંનેએ “ઈટલી” માં સાત ફેરા લઇ લીધા હતાં. જણાવી દઈએ કે વિરાટ કોહલી BCCI માં A+ શ્રેણીના ખેલાડી હોવાની સાથે દર વર્ષે ૭ કરોડ રૂપિયાની કમાણી કરે છે. જ્યારે એડ વગેરેથી પણ વિરાટને અરબો રૂપિયાની કમાણી થાય છે. તેની કુલ કમાણી લગભગ ૯૦૦ કરોડ રૂપિયા છે.

