રશ્મિકા મંદાનાએ પોતાનાં લગ્ન માટે પસંદ કરી લીધો છે યુવક, નામ જાણીને વિશ્વાસ નહીં થાય
સાઉથની એક્ટ્રેસ રશ્મિકા મંદાના ભારતની નેશનલ ક્રશ બની ચુકી છે. રશ્મિકા મંદાના માટે લોકોને દીવાનગી ની કોઈ હદ નથી. સાઉથ માંથી આવનારા એક્ટ્રેસ ફક્ત સાઉથમાં નહીં, પરંતુ સમગ્ર ભારતમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચુકેલ છે. આજે ભારતમાં દરેક લોકો તેને ઓળખે છે. રશ્મિકા મંદાના એ ખુબ જ ઓછા સમયમાં પોતાની એક મોટી ઓળખ બનાવી લીધી છે. સોશિયલ મીડિયા પર દેશની કોઈપણ અભિનેત્રી થી વધારે ટેન્શન રશ્મિકા મંદાના ને મળે છે. આ વાતથી અંદાજો લગાવી શકાય છે કે રશ્મિકા મંદાના ક્યાં સ્તર પર પહોંચી ગઇ છે.

રશ્મિકા મંદાના ની કારકિર્દીની વાત કરવામાં આવે તો તેણે ૨૦૧૬માં કન્નડ ફિલ્મ “કિરીક પાર્ટી” થી પોતાની એક્ટિંગ કારકિર્દીનું ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બાદ તે ઘણી તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કરતી નજર આવી હતી. હવે ત્યાર બાદ હાલમાં રશ્મિકા મંદાના એ કાર્થી સ્ટારર સુલતાન થી પોતાના તમિલ ફિલ્મમાં પણ ડેબ્યુ કરી ચુકી છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના એ ગામડાની એક ખુબ જ સુંદર યુવતીનું કિરદાર નિભાવવાનું છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક્ટ્રેસ તામિલનાડુની સંસ્કૃતિ ખુબ જ પ્રભાવિત થઈ હતી. એટલું જ નહીં રશ્મિકા હવે પોતાના કરોડો ફેન્સનું દિલ તોડીને એક તમિલિયન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

નેશનલ ક્રશ બની ચુકેલી રશ્મિકા મંદાના એ થોડા દિવસો પહેલાં જ મીડિયા સાથે વાતચીત કરતા દરમિયાન જણાવ્યું હતું કે તે એક તમિલિયન સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવે છે. તેમણે કહ્યું હતું કે હું હકીકતમાં તામિલનાડુ અને સંસ્કૃતિ અને અહીંયાના ભોજનથી ખુબ પ્રભાવિત થઈ છું. મને તમિલ ફુડ સાથે ખુબ જ પ્રેમ થઈ ગયો છે. અહીંયા નું ભોજન ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમણે કહ્યું હતું કે આશા છે કે હું એક તમિલ યુવક સાથે લગ્ન કર્યા બાદ તામિલનાડુ ની વહુ બનીશ.

તમને જણાવી દઈએ કે આ ૨૫ વર્ષની એક્ટ્રેસનાં આ પ્રકારના નિવેદનથી તેણે બધા લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધું છે અને ઘણા દિલમાં આગ પણ લગાડી દીધી છે. વળી ખબરોનું માનવામાં આવે તો રશ્મિકા મંદાના પોતાની ફિલ્મ “ડિયર કોમરેડ” નાં કો-સ્ટાર વિજય દેવરકોન્ડા સાથે લિંકઅપ ની અફવાઓને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેલી છે.

રશ્મિકાનાં કામની વાત કરવામાં આવે તો સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી આબાદ રશ્મિકા મંદાના બોલિવૂડની દુનિયામાં પણ પોતાનું ડેબ્યુ કરવા જઈ રહી છે. રશ્મિકા મંદાના બોલિવૂડમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા ની આવનારી ફિલ્મ “મિશન મજનૂ” માં અભિનેત્રી બનેલી છે. આ ફિલ્મ સિવાય અભિનેત્રી અમિતાભ બચ્ચન સ્ટારર “ગુડબાય” પણ સાઈન કરી ચુકેલી છે. તે સિવાય હાલના સમયમાં તે અલ્લુ અર્જુન ની ફિલ્મ “પુષ્પા” ને કારણે પણ મીડિયામાં છવાયેલી છે.

તમને જણાવી દઈએ કે સાઉથ ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાનાનું નામ બોયફ્રેન્ડ વિજય દેવરકોન્ડા સાથે જોડાયેલું છે. રશ્મિકા એ પણ થોડા દિવસ પહેલા વિજયના બર્થ-ડે પર તેને ખુબ જ સુંદર અંદાજમાં વિશ કર્યું હતું. એક્ટ્રેસે પોતાની અને ફિલ્મ સ્ટારની સેલ્ફીનો ફોટો શેર કરીને તેને બર્થ ડે વિશ કર્યું હતું. ત્યારબાદ આ તસ્વીર સોશિયલ મીડિયા માં ખુબ જ ધમાલ મચાવી રહી હતી. સાથોસાથ ઘણા અંદાજ પણ લગાવવામાં આવી રહ્યા હતા.
