-->

પોતાની સુંદર આંખોથી જાદુ ચલાવે છે બોલિવૂડની આ હસીનાઓ, છેલ્લી વાળી અભિનેત્રીની આંખોમાં છે ગજબનો જાદુ

  બોલીવુડ એક એવી ઇન્ડસ્ટ્રીઝ છે જ્યાં સુંદર હસીનાઓની કોઈ કમી નથી. ઇન્ડસ્ટ્રીમાં એવી  ઘણી અભિનેત્રીઓ છે, જેમણે અભિનયની સાથે સાથે પોતાની સુંદરતાથી પણ દર્શકોના દિલ જીતી લીધા છે. આ અભિનેત્રીઓનાં ચાહકોની દુનિયામાં કોઈ કમી નથી. દરેક અભિનેત્રીની કોઈને કોઈ ખાસ વાત જરૂર હોય છે, જે તેમને બધાથી અલગ બનાવે છે. આ સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમુક એવી અભિનેત્રીઓ પણ છે, જેમની આંખો જ તેમની ઓળખાણ છે.

આ અભિનેત્રીઓ પોતાની સુંદર આંખોથી જાદુ ચલાવે છે. તેમની આંખો જ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એવી અભિનેત્રીઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેમની સુંદર આંખો બધાને પહેલી જ નજરમાં પોતાના દિવાના બનાવી લે છે. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કઈ-કઈ અભિનેત્રીઓનું નામ સામેલ છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અને પ્રસિદ્ધ અભિનેત્રી છે. ઐશ્વર્યા ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક્ટિંગની પ્રતિભા હિન્દી ફિલ્મ જગતમાં બતાવી ચૂકી છે. ઐશ્વર્યા રાય માત્ર પોતાની સુંદરતા માટે જ પ્રસિદ્ધ નથી પરંતુ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય, સફળ અને પ્રભાવશાળી વ્યક્તિનાં કારણે પણ તે જાણીતી છે.

મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની દુનિયા દિવાની છે. આજે પણ લોકો તેમની સુંદરતાની પ્રસંશા કરતા થાકતા નથી. વિશેષ રૂપથી ઐશ્વર્યાની આંખો બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. ઐશ્વર્યાની વાદળી આંખો તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

કરિશ્મા કપૂર

૯૦ નાં દશકની સુંદર અભિનેત્રીની લિસ્ટમાં અભિનેત્રી કરિશ્મા કપૂરનું નામ પણ સામેલ છે. કરિશ્માની સુંદરતાનાં લાખો-કરોડો લોકો દિવાના છે. કરિશ્માની વાદળી આંખો બધા લોકોનું દિલ જીતી લે છે. ભલે કરિશ્મા હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ચૂકી છે પરંતુ આજે પણ તેમની સુંદરતાની લોકો ખૂબ જ પ્રસંશા કરે છે.

સ્નેહા ઉલ્લાલ

સ્નેહા ઉલ્લાલ સલમાન ખાનની ફિલ્મ “લકી – નો ટાઇમ ફોર લવ” માં કામ કરી ચૂકી છે. તેમની આંખોનો રંગ વાદળી છે. સલમાન ખાને જ સ્નેહા ઉલ્લાલને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કરી હતી.

સેલિના જેટલી

અભિનેત્રી સેલિના જેટલીની આંખો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. તમને જણાવી દઈએ કે હાલમાં સેલિના જેટલી બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝને અલવિદા કહી ચૂકી છે અને તે વિદેશમાં જઈને વસી ગઈ છે. હવે તે ત્રણ બાળકોની માતા બની ચૂકી છે. સેલિનાની વાદળી આંખો ખૂબ જ સુંદર લાગે છે.

મયુરી કાંગો

તમે બધા લોકોને “ઘર સે નીકલ તે હી કુછ દૂર ચલતે હૈ…” ગીતની હિરોઈન તો યાદ હશે જ. આ હિરોઈનનું નામ મયુરી કાંગો છે. મયુરી કાંગોની આંખો ખૂબ જ સુંદર છે. એક સમયે તેમની આંખોની તુલના ઐશ્વર્યા રાયની આંખો સાથે પણ કરવામાં આવતી હતી. જોતજોતમાં આ સુંદર આંખો વાળી યુવતિએ બધાને પોતાના દિવાના બનાવી લીધા હતાં, પરંતુ હાલમાં તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર ગૂગલ ઈન્ડિયાની ઇન્ડસ્ટ્રી હેડ બની ગઈ છે. જે રીતે તેમની કિસ્મત ચમકી હતી એટલી જ જલ્દી અસ્ત પણ થઈ ગઈ હતી.

મંદાકિની

વર્ષ ૧૯૮૫ માં રાજ કપૂરની ફિલ્મથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનારી અભિનેત્રી મંદાકિનીને લોકો આજે પણ ભૂલી શક્યા નથી. મંદાકિનીએ “રામ તેરી ગંગા મેલી” માં એવા સીન આપ્યા હતાં કે બોલિવૂડમાં સનસની મચી ગઇ હતી. મંદાકિનીએ પોતાની સુંદરતાથી દરેકને પોતાના દિવાના બનાવી લીધા હતાં. મંદાકિનીની વાદળી આંખો તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>