-->

પતિ રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટીને કહ્યું, અડધી રકમ લે અને નીકળ અહીથી, ઇન્ટરનેટ પર ધડાધડ વાયરલ થઈ રહ્યો છે વીડિયો

 

બોલીવુડની ફિટ અને હિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની જોડી હિન્દી સિનેમાની ફેવરિટ અને લોકપ્રિય જોડીમાં સામેલ છે. લગભગ ૧૩ વર્ષથી આ કપલ સાથે છે. બંનેની મજબૂત બોન્ડિંગ ફેન્સનાં દિલ ખુશ કરવાનું કામ કરે છે. હાલમાં જ આ કપલ પોતાના એક વિડીયોનાં લીધે ચર્ચામાં છે.

મહત્વપૂર્ણ છે કે સોશિયલ મીડિયા પર જ્યાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી ખૂબ જ સક્રિય રહે છે તો તેમના પતિ રાજ કુન્દ્રા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બંનેની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. બંને હંમેશા સોશિયલ મીડિયાનાં માધ્યમથી કંઈક ને કંઈક મજેદાર વિડિયો પોસ્ટ કરતા રહે છે.

હાલમાં જ એક મજેદાર વિડિયો રાજ કુન્દ્રાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે. રાજ કુંદ્રા વીડિયોમાં પત્નિ શિલ્પા શેટ્ટી સાથે ખૂબ જ ફની અંદાજમાં નજર આવી રહ્યા છે. બંનેનો મજાકિયો અંદાજ ફેન્સને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. હાલમાં જ એક વિડિયો રાજ કુન્દ્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે શિલ્પા શેટ્ટી બેસેલી છે અને તે કંઈક વાંચી રહી છે. ત્યારે જ પાછળથી રાજ કુન્દ્રા આવે છે અને શિલ્પાને કહે છે કે, “સાંભળ જો મને લોટરી લાગે તો તું શું કરીશ? તેના પર શિલ્પા જવાબમાં કહે છે કે, “અડધી રકમ લઇ અને હંમેશા માટે મારા પિયરમાં જતી રહીશ. શિલ્પાનું આટલું કહેતાં જ રાજ કુન્દ્રા તેને કહે છે કે, “આજે મને ૧૦૦૦ રૂપિયાની લોટરી લાગી છે. આ લે… અડધી રકમ અને નીકળ અહીયાથી”.

સોશિયલ મીડિયા પર આ વિડીયો લોકોને ખૂબ જ હસાવવાનું કામ કરી રહ્યો છે. શિલ્પા શેટ્ટીનાં ફેન્સ તેના પર ઘણી બધી કોમેન્ટ કરી રહ્યા છે અને હસતા હસતા મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ના માત્ર ફેન્સ પરંતુ આ વિડીયો પર ઘણા સેલિબ્રિટીએ પણ પોતાની પ્રતિક્રિયા જાહેર કરી છે.

જણાવી દઇએ કે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી હંમેશા સોશિયલ મીડિયા પર મજાકિયા મિજાજમાં નજર આવે છે. બંને દરરોજ સોશિયલ મિડીયા પર પોતાના ફની વીડિયો શેર કરતા રહે છે અને તેમના વિડીયો ફેન્સને ખૂબ જ પસંદ પણ આવે છે.

મહત્વપૂર્ણ છે કે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ વર્ષ ૨૦૦૯ માં લગ્ન કર્યા હતાં. આ પહેલા બન્ને રિલેશનશિપમાં હતાં અને એક સમય એવો પણ હતો જ્યારે બંનેની રિલેશન તૂટવાની આરે આવી ગયો હતો કારણ કે તે સમયે શિલ્પાનું પોતાના કરિયર પર ફોકસ હતું અને તે લગ્ન કરવાનાં મૂડમાં ના હતી પરંતુ રાજ કુન્દ્રા એ તેને કહી દીધું હતું કે તેણે લગ્ન કરવા જ પડશે.

તેવામાં શિલ્પાએ કરિયરની જગ્યાએ પ્રેમને મહત્વ આપ્યું અને બંને લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા. હકીકતમાં શિલ્પા શેટ્ટી એટલા માટે તે સમયે લગ્ન કરવાના ઈચ્છતી ના હતી કારણકે તેને તે વાતનો ડર હતો કે લગ્ન બાદ તેમનું કરિયર ડૂબી ના જાય અને કામ ના મળવા પર તેમણે રાજ પર જ નિર્ભર રહેવું પડશે.

પરંતુ શિલ્પાએ રાજની વાત માની અને આજે આ કપલ આનંદમય જીવન પસાર કરી રહ્યું છે. વર્ષ ૨૦૧૨ માં બંને દિકરા વીયાનનાં માતા પિતા બન્યા હતાં. જ્યારે વર્ષ ૨૦૨૦ માં શિલ્પા સરોગેસી દ્વારા દિકરી સમીશાની માતા બની હતી.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>