-->

પતિની સામે વૃદ્ધ નજર આવે છે બોલિવૂડની આ હસીનાઓ, એક તો છે પોતાના પતિથી ૧૦ વર્ષ મોટી

 


“ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન” ગીતની આ લાઈન ઘણા લોકો પર એકદમ ફિટ બેસે છે. જ્યારે વ્યક્તિને પ્રેમ થાય છે તો તે જાત-નાત, નાનું-મોટું કઇ જ જોતા નથી અને ના તેમને તે વાતથી કોઈ ફરક પડે છે કે સામેવાળા વ્યક્તિની ઉંમર શું છે. તેવામાં આજની આ પોસ્ટમાં અમે તમને બોલિવૂડની અમુક એવી અભિનેત્રીઓનાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાનાથી નાની ઉંમરના યુવકને પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે.

પ્રિયંકા ચોપડા

દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ઘણા જ ચર્ચામાં રહ્યાં હતાં. જણાવી દઇએ કે નિક જોનાસ ઉંમરમાં પ્રિયંકાથી ૧૦ વર્ષ નાના છે. જી હા, પ્રિયંકાની ઉંમર ૩૮ વર્ષ છે જ્યારે નિક ૨૮ વર્ષના છે. જ્યારે બંનેના લગ્ન થયા હતાં ત્યારે બન્નેની ઉંમર વચ્ચેના અંતરને લઈને ઘણી મજાક ઉડાવવામાં આવી હતી પરંતુ બન્નેને તે વાતથી કઈ ફરક પડ્યો નહિ અને આજે તે એક ખુશહાલ જીવન પસાર કરી રહ્યા છે.

અમૃતા સિંહ

સૈફ અલી ખાન બોલિવૂડના છોટા નવાબના નામથી જાણીતા છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે સૈફના પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતાં. તેમણે આ લગ્ન બધાથી છુપાઇને કર્યા હતા. તેમના લગ્નથી પરિવારનાં લોકો ઘણા નારાજ પણ થયા હતાં કારણ કે અમૃતા ઉંમરમાં સૈફથી ઘણી મોટી હતી. જણાવી દઇએ કે અમૃતા સાથે લગ્નના સમયે સૈફ માત્ર ૨૧ વર્ષના હતાં. અમૃતા ઉંમરમાં સૈફ થી ૧૩ વર્ષ મોટી હતી એટલે કે જ્યારે તેમના લગ્ન થયા ત્યારે અમૃતા ૩૪ વર્ષની હતી. જોકે હવે બંનેએ છૂટાછેડા લઈ લીધા છે.

ઐશ્વર્યા રાય

વર્ષ ૨૦૦૭માં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન થયા હતાં. ઐશ્વર્યા અભિષેકથી ઉંમરમાં ૨ વર્ષ મોટી છે. ઐશ્વર્યાની ઉંમર ૪૭ વર્ષની છે જ્યારે અભિષેકની ઉંમર ૪૫ વર્ષની છે. તેમ છતાં બંને વચ્ચે ઘણી સારી સમજણ છે અને બંને એક ખુશહાલ જીવન પસાર કરી રહ્યા છે. જો કે બંનેની ઉંમરમાં વધારે અંતર નથી પરંતુ તેમ છતાં પણ ઘણા લોકોએ લગ્નના સમયે તેમની મજાક બનાવી હતી.

અર્ચના પુરન સિંહ

અર્ચના પુરન સિંહ બોલીવુડની જાણીતી અભિનેત્રી છે અને પોતાની કલાથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અર્ચના પુરન સિંહે પોતાનાથી ૭ વર્ષ નાના પરમીત સેઠી સાથે લગ્ન કર્યા છે. ઉંમરમાં અંતર થોડું વધારે જરૂર છે પરંતુ બંને વચ્ચે પ્રેમ ઘણો ઊંડો છે.

નમ્રતા શિરોડકર

નમ્રતા શિરોડકર એક સમયમાં બોલિવૂડની હિટ અભિનેત્રી હતી. નમ્રતાએ “કચ્ચે ધાગે” અને “વાસ્તવ” જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. મિસ ઈન્ડિયા રહી ચૂકેલી નમ્રતા શિરોડકરે ફિલ્મી કરિયરની શરૂઆત ૧૯૯૮માં આવેલી ફિલ્મ “જબ પ્યાર કિસી સે હોતા હૈ” થી કરી હતી. છેલ્લે તે ૨૦૦૪ માં આવેલી ફિલ્મ “રોક શકો તો રોક લો” માં નેરેટરની ભૂમિકામાં નજર આવી હતી. જણાવી દઈએ કે નમ્રતા એ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યા છે, જે ઉંમરમાં તેમનાથી ૪ વર્ષ નાના છે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>