ઓક્સિજન પર રહેલી માતાએ પોતાનાં પરિવાર માટે બનાવ્યું ભોજન, દિકરાએ કહ્યું, “નિસ્વાર્થ પ્રેમ”, લોકો બોલ્યા, “શરમ કરો”

 

તે વાતમાં કોઈ શંકા નથી કે માં આપણને દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરે છે. તે પોતાનાથી વધારે પરિવારનાં લોકો વિશે વધારે વિચારે છે. તેને માટે પરિવારનાં લોકોની ખુશી જ બધું હોય છે. તે દરેક પરિસ્થિતિમાં કામ કરતી રહે છે. કયારેય કામમાંથી બ્રેક લેતી નથી પરંતુ તેનો એવો મતલબ નથી કે આપણે તેને બ્રેક ના આપીએ. ખાસ કરીને જ્યારે તે બિમાર હોય.

હકીકતમાં હાલનાં દિવસોમાં સોશલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં એક માતા ઓક્સિજન પર હોવા છતાં કિચનમાં ભોજન બનાવતી નજર આવી રહી છે. આ તસ્વીરને શેર કરવા વાળા એ તસ્વીર પર લખ્યું છે કે “નિસ્વાર્થ પ્રેમ = માં”. તે પોતાની ડ્યુટી ક્યારેય છોડતી નથી.

હવે આ તસ્વીરની સાથે મુશ્કેલી એ છે કે તેને શેર કરવાવાળો તેને પ્રાઉડ સાથે જણાવી રહ્યો છે. જુઓ ભાઈ મારી માં કેટલી સારી છે. મને કેટલો પ્રેમ કરે છે. ઓક્સિજન લાગેલો છે, બિમાર છે પરંતુ તેમ છતાં પણ તે અમારા બધા માટે કિચનમાં ભોજન બનાવી રહી છે. પરંતુ આ વિચારમાં ઘણા પ્રોબ્લેમ છે. આખરે કોઈ પોતાની બિમાર માતા પાસે આ રીતે કિચનમાં કામ કરવા માટે કેવી રીતે છોડી શકે છે?

જો તમારા ઘરમાં કોઈને ભોજન બનાવતા આવડતું નથી તો એ તમારી જવાબદારી છે કે તમે ભોજનની કોઈ બીજી રીત શોધી લો પરંતુ પોતાની બિમાર માતાને કિચનમાં આ રીતે ભોજન બનાવવા દેવું ખૂબ જ ખરાબ છે. બિમારીની હાલતમાં તો એક માતાને આરામ કરાવવો જોઈએ. આ તેમના બાળકોની ડ્યુટી છે કે તે પોતાની માતાના આરામનું પૂરું ધ્યાન રાખે.

આ તસ્વીરને ટ્વિટર પર Navin Noronha નામના એક યૂઝરે શેર કરી છે. ખબર નહીં તેમને આ તસ્વીર ક્યાંથી મળી હશે. તસ્વીર શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું કે “આ શું બક્વાસ છે?” કદાચ તેમને પણ આ નજારો પસંદ આવ્યો નહીં હોય. તેમની આ પોસ્ટ ખૂબ જ જલ્દી ટ્વિટર પર પણ વાયરલ થઇ ગઇ. ત્યારબાદ બીજા યુઝર્સ પણ બોલ્યા કે, “આ માતાએ આરામ કરવો જોઈએ.

એક યૂઝરે કોમેન્ટમાં લખ્યુ કે “તે કોણ પાગલ છે, જે પોતાની બિમાર માં કે પત્નિ પાસે પણ કામ કરાવે છે. ખાસ કરીને જ્યારે તે ઓક્સિજન પર હોય અને શ્વાસ લેવા માટે સંઘર્ષ કરી રહી હોય”. બાદમાં એક અન્ય મહિલા કોમેન્ટ કરી કહે છે કે “આ ખૂબ જ દુઃખની વાત છે કે એક મહિલાને પુરૂષ પ્રધાન સમાજમાં રહીને આવું બધું સહન કરવું પડી રહ્યું છે”.

બાદમાં એક યુઝર લખે છે કે “એને નિસ્વાર્થ પ્રેમનું નામ આપીને મહિલાનાં દર્દ, દુઃખ અને ત્યાગને હાઈલાઈટ કરીને તેને સારું બતાવવું ઘણી ખોટી વાત છે. સાચું તો એ છે કે આ માતાને ડ્યુટીમાંથી રજાની ઘણી જરૂર છે”.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>