-->

આ ઈલેક્ટ્રીક બાઈકની છે ખૂબ જ ડિમાન્ડ, બંધ કરવું પડ્યું બુકિંગ, સિંગલ ચાર્જમાં ૧૫૦ કિલોમીટરની આપે છે રેન્જ

  • ભારતની ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર વાહન કંપની Revolt Motors એ પોતાની RV 400 અને RV 300 ઈલેક્ટ્રીક બાઈકનું બુકિંગ બંધ કરી દીધું છે. આવું આ બાઇકની વધારે વધારે ડિમાન્ડનાં કારણે કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવાનું છે કે ગ્રાહકોથી મળેલી શાનદાર પ્રતિક્રિયાનાં કારણે ઓવર બુકિંગ થઈ ગયું છે, જેના કારણે થોડા સમય માટે બુકિંગ રોકી દેવામાં આવ્યું છે. જો તમે આ બંને બાઈકને બુક કરાવવા માંગો છો તો કંપનીની વેબસાઇટ પર જઇને ડિટેલ ભરી શકો છો. જેવુ જ બુકિંગ ફરીથી શરૂ થશે, તમને નોટીફાઇડ કરવામાં આવશે.

ડિસેમ્બરમાં વધારી હતી કિંમત

  • જણાવી દઇએ કે કંપનીએ ડિસેમ્બર મહિનામાં જ બંને બાઈકના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારબાદ RV 400 ની કિંમત ૧,૧૮,૯૯૯ રૂપિયા અને RV 300 ની કિંમત ૯૪,૯૯૯ રૂપિયા થઈ ગઈ હતી. બંને જ કિંમત એક્સ શો-રૂમ છે. કંપનીએ બન્ને બાઇકની કિંમતમાં ક્રમશઃ ૧૫,૦૦૦ રૂપિયા અને ૧૦,૦૦૦ રૂપિયા વધાર્યા હતાં. RV-400 માટે ગ્રાહકોને હવે ૭,૯૯૯ રૂપિયા અને RV-300 માટે હવે ૭,૧૯૯ રૂપિયાનું બુકિંગ એમાઉન્ટ જમા કરાવવું પડે છે. જણાવી દઇએ કે બુકિંગ એમાઉન્ટમાં પણ ૪000 રૂપિયા અને ૫૨૦૦ નો વધારો કરવામાં આવ્યો હતો.

સિંગલ ચાર્જમાં ૧૫૦ કિલોમીટર

  • Revolt RV-400 ઈલેક્ટ્રીક બાઇકમાં કંપનીએ 3.24 KWH ની બેટરી આપી છે. ખાસ વાત એ છે કે કંપની બેટરીમા ૧,૫૦,૦૦૦ કિલોમીટરની વોરંટી પણ આપે છે, જે દેશમાં કોઈપણ ટુ-વ્હીલર વાહન માટે સૌથી વધારે છે. તેમાં ત્રણ રાઇડિંગ મોડ – Eco, Normal અને Sports મળે છે. બાઇકની ટોપ સ્પીડ 85 kph છે. બેટરીને ફૂલ ચાર્જ થવામાં લગભગ ૪ કલાકનો સમય લાગે છે. સિંગલ ચાર્જમાં તે ૧૫૦ કિલોમીટરનું અંતર કાપી શકે છે.

You may like these posts

  • આ બાઈક દેખાવમાં ઘણી સ્ટાઇલિશ છે અને તેને ફૂલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, જિઓ લોકેશન, નજીકનાં ચાર્જિંગ સ્ટેશનની જાણકારી અને પસંદનું એક્ઝોસ્ટ સાઉન્ડ જેવી સુવિધાઓ મળે છે. આ પ્રકારે RV-300 માં 1500-W રેટિંગ વાળી મોટર મળે છે. જે 65 કિલોમીટર પ્રતિ કલાકની વધારે સ્પીડની સાથે આવે છે. તેમાં 2.7kwh ક્ષમતાની બેટરી આપવામાં આવી છે.

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>