દરરોજ સવારે આ રીતે પીવો કિસમિસનું પાણી, વજન થઈ જશે તરત જ ઓછું
ઘણા લોકોને ડ્રાયફ્રુટનું પાચન થતું નથી. તેનાથી તેમની બોડીનું તાપમાન વધી જાય છે. તેવામાં તે કોઈપણ ગરમ વસ્તુ ડાઈજેસ્ટ કરી શકતા નથી. જોકે ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે સારા હોય છે અને તેનાથી ઇમ્યુનિટીમાં પણ વધારો થાય છે, એટલા માટે તેનું સેવન કરવું પણ જરૂરી હોય છે. આવી સ્થિતિમાં જો ડ્રાયફ્રૂટ્સને પલાળીને ખાવામાં આવે તો તે ખૂબ જ જલ્દી પચી થઈ જાય છે. ઘણા ડ્રાયફ્રૂટ્સ એવા પણ હોય છે, જેનું પાણી પણ પીવામાં આવે તો ઘણા હેલ્થ બેનીફીટ્સ મળે છે. કિસમિસ એવું જ એક ડ્રાયફ્રુટ હોય છે.
કેવી રીતે બનાવવું કિસમિસનું પાણી

કિસમિસનું પાણી બનાવવા માટે ૧૫૦ ગ્રામ કિસમિસ લો અને તેને બે કપ પાણીમાં નાખી દો. આ પાણી ઉકાળેલું હોવું જોઈએ. કિસમિસને આ પાણીમાં આખી રાત પલાળી રાખો. હવે બીજી સવારે આ પાણીને ગાળીને ધીમી આંચ પર હૂંફાળું ગરમ કરો. તેને દરરોજ સવારે ખાલી પેટે પીવો. પાણી પીધા પછી લગભગ અડધા કલાક સુધી કંઈપણ ના ખાવું.
કિસમિસનું પાણી પીવાના ફાયદા

- કિસમિસનું પાણી પીવાથી લીવરની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયામાં સુધારો થાય છે. તેનાથી તમારું લોહી પણ સાફ રહે છે એટલું જ નહી આ કિસમિસનું પાણી તમારા શરીરમાંથી તમામ હાનિકારક વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે.
- હૃદયની સારી હેલ્થ માટે પણ કિસમિસનું પાણી લાભકારી હોય છે. તે તમારી બોડીના બેડ કેલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. તેનાથી લોહીનું શુદ્ધીકરણ પણ સારી રીતે થાય છે.

- જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો પણ કિસમિસનું પાણી મદદગાર સાબિત થઈ શકે છે.
- સવાર સવારમાં કિસમિસનું પાણી પીવાથી તમે સંપૂર્ણ દિવસ ઉર્જાથી ભરપુર અનુભવ કરી શકો છો. એવું એટલા માટે કારણકે કિસમિસમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ વધારે માત્રામાં હોય છે.

- પાચન સાથે જોડાયેલી સમસ્યા માટે પણ કિસમિસનું પાણી લાભકારી હોય છે. તેનાથી કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓ દૂર રહે છે. તે તમારા પાચનતંત્રને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે.
- મજબૂત હાડકા માટે પણ તમારે દરરોજ કિસમિસનું પાણી પીવું જોઈએ. તેમાં રહેલા બોરોન તમારા હાડકાના નિર્માણમાં મદદ કરે છે. આ સિવાય કિસમિસમાં કેલ્શિયમ પણ હોય છે, જેનાથી તમારા હાડકા હેલ્ધી રહે છે.
- કિસમિસનું પાણી પીવાથી આયરનની ઊણપ પણ દૂર થાય છે. તેનાથી શરીરમાં આયરનની પૂર્તિ થઇ જાય છે, જ્યારે લોહીને વધારવામાં પણ કિસમિસ મદદ કરે છે

