જાણો કાજુ ખાવાની સાચી રીત, નહિતર તમારું હૃદય અને કિડની સંપૂર્ણ રીતે થઈ શકે છે ખરાબ
સામાન્ય રીતે ડ્રાયફ્રૂટ્સ આપણા શરીરને ફાયદાઓ પહોંચાડે છે. જોકે બધા ડ્રાયફ્રુટ્સનો સ્વાદ પણ લાજવાબ હોય છે. ઘણીવાર તો તેને પેટ ભરીને ખાવાનું મન થાય છે. ઘણીવાર તો લોકો તેને પેટ ભરીને પણ ખાય છે કારણ કે તેનો સ્વાદ જ એવો હોય છે. તેમાથી આપણે જો કાજુની વાત કરીએ તો કોઈક જ એવા વ્યક્તિઓ હશે, જેમણે કાજુ ખાધા નહિ હોય. કાજુ ભારતના દરેક ઘરોમાં સામાન્ય રીતે દરેક ચીજોમાં નાખવામાં આવે છે.

આ સિવાય કાજુ સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે લાભ પહોંચાડે છે પરંતુ સીમિત માત્રાથી વધારે ખાવા પર તે આપણા સ્વાસ્થય માટે ઘણા નુકસાનકારક હોઈ શકે છે. જો કાજુનું જરૂરિયાતથી વધારે સેવન કરવામાં આવે તો આપણા સ્વાસ્થય પર ઘણી ખરાબ અસર પડી શકે છે. એટલા માટે જો તમે જરૂરિયાતથી વધારે કાજુ ખાઓ છો તો આ આર્ટીકલ તમારા માટે ખૂબ જ કામનો છે. આ આર્ટીકલમાં જાણો કાજુની માત્રાનું વધારે સેવન તમને કઇ રીતે નુકસાન પહોંચાડી શકે છે.

જો તમને સામાન્ય રીતે માથાનો દુખાવો કે માઇગ્રેન રહે છે તો કાજુથી અંતર બનાવીને રાખવું. કાજૂમાં એમિનો એસિડ ટાઈરામિન અને ફેનેલેથાઈમાઇન મળી આવે છે, જે તમારા માથાનાં દુખાવાને બે ગણો વધારી દે છે. તેના સિવાય તમારે વજન ઓછું કરવું હોય તો પણ તેનાથી અંતર રાખવું. તેમાં હાઈ કેલરી હોય છે. તેનું વધારે સેવન કરવાથી વજન જલ્દી વધી શકે છે. કાજૂનું સેવન હંમેશા ઓછી માત્રામાં જ કરવું જોઈએ. ૩૦ ગ્રામ કાજુમાં લગભગ ૧૩.૧ ફેટ હાજર હોય છે. એટલા માટે જો તમારે વજન ઓછું કરવું છે તો કાજૂનું સેવન હંમેશા સીમિત માત્રામાં જ કરવું.

તમને જણાવી દઈએ કે ૩ થી ૪ ચાર કાજુમાં ૮૨.૫ મિલિગ્રામ મેગ્નેશિયમ મળે છે. કાજુ વધારે ખાવાથી મૈગ્નેશિયમ ડાયાબિટીસ, થાઇરોઇડ, મૂત્ર સંબંધીત અને અર્થરાઈટીસની દવા ઉપર પોતાનો પ્રભાવ નાખે છે. આ સિવાય કાજુનું વધારે સેવન કરવાથી તમારા શરીરમાં દવાની અસર થતી નથી. તેની સાથે જ જો કોઈ વ્યક્તિને હાઈબ્લડ પ્રેશરની સમસ્યા છે તો તેમણે પણ કાજુથી દૂર રહેવું જોઈએ.

કાજૂમાં સોડિયમ હોય છે, જે બ્લડ પ્રેશરમાં વધારો કરે છે. તેવામાં સ્થિતિ પર કાબુ મેળવવો ઘણો મુશ્કેલ થઈ જાય છે. એટલા માટે આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે, “અતિ સર્વત્ર વર્જયેત” અથવા તો વધારે પડતી દરેક આદત ખરાબ હોય છે. એટલા માટે આજથી જ કાજુ કે તમને બીજી કોઈપણ વસ્તુની આદત હોય તો તે આદત ઓછી કરવી.
