-->

જાહેરમાં લોકોની હાજરીમાં ઐશ્વર્યા રાય “નટુકાકા” ને પગે લાગી ચુકી છે, કારણ જાણીને ચોંકી જશો

 


સબ ટીવી પર પ્રસારિત થતી કોમેડી સીરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” લોકોની મનપસંદ કરી એક છે. પાછલા તે વર્ષોથી લોકોના ચહેરા પર હાસ્ય લાવવાનું કારણ બનવા વાળી સીરીયલનાં બધા કલાકાર પોતાની જોરદાર એક્ટિંગ થી સિરિયલમાં પ્રાણ પુરે છે. તારક મહેતા નટુકાકા આજે દર્શકોનાં મનપસંદ અને પ્રસિદ્ધ કલાકારો માંથી એક છે. જેઠાલાલ (દિલીપ જોશી) ની દુકાનમાં કામ કરવાવાળા નટુકાકા એ પોતાના ૫૭ વર્ષની કારકિર્દીમાં અંદાજે ૩૫૦ થી વધારે હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમની પાસે બાળકોની ફી ભરવાના પણ પૈસા હતા નહીં.

બાળ કલાકારનાં રૂપમાં કરી શરૂઆત

ઘનશ્યામ નાયક કે વર્ષ ૧૯૬૦માં આવેલી ફિલ્મ “માસુમ” માં બાળ કલાકારની ભૂમિકા નિભાવીને પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી. ત્યારબાદ ઘનશ્યામ નાયક થિયેટરમાં કામ કરવા લાગ્યા હતા. તેઓ જણાવે છે કે તે સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરતો હતો, જેથી પૈસા પણ ખુબ જ ઓછા મળતા હતા.

આખો દિવસ કામ કરવા છતાં મળતા ફક્ત આટલા રૂપિયા

એક ઇન્ટરવ્યૂમાં ઘનશ્યામ નાયકે જણાવ્યું હતું કે જુના સમયમાં ૨૪-૨૪ કલાક કામ કરવા છતાં પણ તેમને મહેતાણાનાં રૂપમાં ફક્ત ૩ રૂપિયા મળતા હતા. વળી ઘણી વખત તો તેઓ તેનાથી પણ વંચિત રહી જતા હતા. આટલી પરેશાનીઓ જોવા છતાં પણ તેમણે હાર માની નહિ અને એક્ટિંગ કરવાનું શરૂ રાખ્યું હતું.

ઉધાર પૈસા લઈને બાળકોની ફી અને ઘરનું ભાડું આપતા

ઈન્ડસ્ટ્રીમાં તે દિવસોમાં પૈસા ન મળવાને કારણે તેમણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. પોતાની આર્થિક પરેશાનીઓ વિશે તેઓ કહે છે કે તે સમયમાં પૈસાની એટલી પરેશાની રહેતી હતી કે તેઓ પોતાના ઘરનું ભાડું તથા બાળકોની ફી દેવામાં અસમર્થ હતા. આવી પરિસ્થિતિમાં તેઓ પોતાના પાડોશીઓ પાસે ઉધાર માગીને ભાડું અને ફીની ચુકવણી કરતા હતા.

એશ્વર્યાએ નટુ કાકાનાં ચરણ સ્પર્શ કર્યા

સંજય લીલા ભણસાળીની ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ” નું શૂટિંગ ગુજરાતમાં થઇ રહ્યું હતું, જેના માટે સંજય લીલા ભણસાલીએ રંગલા નું પાત્ર ભજવવા માટે નટુ કાકાને ફોન કરેલો હતો. આ ફિલ્મમાં “વિઠ્ઠલ કાકા” નું પાત્ર ઘનશ્યામ નાયક દ્વારા નિભાવવામાં આવેલ હતું. હમ દિલ દે ચુકે સનમ ફિલ્મમાં ભવાઈ નો એક સીન ફિલ્માવવામાં આવ્યો હતો. ઘનશ્યામ નાયકે એશ્વર્યા રાયને જ્યારે ભવાઈ શીખવી હતી, ત્યારે એશ્વર્યા રાય તેમને  ચરણ સ્પર્શ કરીને પગે લાગી હતી.

હવે કેટલી છે સેલરી?

મીડિયા રિપોર્ટ અનુસાર તારક મહેતામાં નટુકાકા નો રોલ નિભાવવા માટે ઘનશ્યામ નાયકને પ્રતિ એપિસોડ અંદાજે ૩૦ હજાર રૂપિયા ફી મળે છે. તેઓ કહે છે કે સિરિયલમાં કામ શરૂ કર્યા બાદ તેમના જીવનમાં સ્થિરતા આવી છે અને તેમની આવકનો ફિક્સ સ્ત્રોત બની ગયો છે. ત્યારથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. આજે ઘનશ્યામ નાયક મુંબઈમાં ૨-૨ ઘરનાં માલિક છે.

હાલમાં જ થઈ છે સર્જરી

થોડા સમય પહેલાં જ ઘનશ્યામ નાયક ની સર્જરી થયેલી છે, જેના કારણે તેઓ ૯ મહિનાથી રજા પર છે. ૧૬ માર્ચ થી ૧૬ ડિસેમ્બર સુધી તેઓ તારક મહેતા અને એક્ટિંગ ની દુનિયા થી દુર છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે આખરી ઈચ્છા છે કે તેઓ અંતિમ શ્વાસ સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નું શૂટિંગ કરતા રહે. તારક મહેતાના સેટ પર જ તેઓ છેલ્લા શ્વાસ લેવા માંગે છે અને તે પણ મેકઅપની સાથે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>