જૈક્લીન ફર્નાન્ડીઝે “પાર્ટનર” સાથે કર્યા યોગા, વીડિયોમાં નજર આવી જબરદસ્ત કેમેસ્ટ્રી
બોલિવૂડ એક્ટ્રેસ જૈક્લીન ફર્નાન્ડીસ પોતાની ફિટનેસને લઈને ઘણી ગંભીર છે અને હંમેશા તેની ઝલક જોવા મળી જાય છે. કોરોનાનાં કારણે એક તરફ જીમ બંધ છે, યોગા સેન્ટર પણ બંધ છે. તેવામાં જૈક્લીન પોતાના ઘર પર રહીને જ પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. સોશિયલ મીડિયા પર અવારનવાર જૈક્લીન તેની ઝલક પણ બતાવી ચૂકી છે. તેની વચ્ચે જ જૈક્લીન ફર્નાન્ડીઝ એ ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ યોગા કરતી નજર આવી રહી છે. તે પણ પોતાના પાર્ટનર સાથે. તેમનો આ વીડિયો ખૂબ જ ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જૈક્લીન ફર્નાન્ડીઝને યોગા કરતા જોઈ શકાય છે અને તેમને સાથ આપી રહી છે તેમની બિલાડી. વિડિયો શેર કરતા જૈક્લીને તેને “કેટ યોગા” નું નામ આપ્યું છે. જૈક્લીનની બિલાડી તેમની આજુબાજુ ફરતી નજર આવી રહી છે. જ્યારે એક્ટ્રેસ યોગા કરવા લાગે છે તો બિલાડી પણ તેને જોતી રહી જાય છે તો ક્યારેક તેમની પાસે ઊભી રહી જાય છે. એક્ટ્રેસનો આ વિડીયો તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જ્યારે યુઝર્સે કોમેન્ટ કરતા જૈક્લીનની પ્રસંશા પણ કરી છે.

પાછલા દિવસોમાં જૈક્લીન જાનવરોની દેખભાળ કરવાને લઈને પણ ચર્ચામાં હતી. એક્ટ્રેસ ઘણીવાર જાનવરો પ્રત્યે પોતાનો પ્રેમ સાબિત કરી ચૂકી છે. જ્યારે હવે કોરોના કાળમાં પાળતુ પશુઓને ભોજન મળી રહ્યું નથી ત્યારે જૈક્લીન એક સંસ્થા સાથે મળીને પશુઓની દેખરેખમાં જોડાઈ ચૂકી છે. જૈકલીને સોશિયલ મીડિયા પર ઘણી તસ્વીરો પણ શેર કરી હતી. જેમા તે કુતરા-બિલાડીને પ્રેમ કરતા નજર આવી હતી.
તેના માટે જૈક્લીને હાલમાં જ YOLO ફાઉન્ડેશનની શરૂઆત કરી છે. ખાસ વાત તો એ છે કે આ ફાઉન્ડેશનનો બધી જ જવાબદારી જૈકલીને પોતે લીધેલી છે. એક્ટ્રેસ પોતે ઓન ગ્રાઉન્ડ રહીને ફાઉન્ડેશનનું બધું જ કામ સંભાળે છે. જૈક્લીનનું આ ફાઉન્ડેશન ઘણા એનજીઓ સાથે મળીને પણ કામ કરી રહ્યું છે. જૈકલીને હાલમાં જ ફિલાઈન ફાઉન્ડેશનની પણ યાત્રા કરી હતી. જેની તસ્વીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

