હનુમાનજીની આ પ્રકારની તસ્વીર ઘરમાં લગાવવાથી પરેશાનીઓ થઈ જાય છે દુર, જાણો કઈ તસ્વીર ક્યાં લગાવવી જોઈએ

 

મહાબલી હનુમાનજી બધા દેવતાઓમાં સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં પણ મહાબલી હનુમાનજી પોતાના ભક્તોની પ્રાર્થના સૌથી વધારે ઝડપથી સાંભળે છે. જો કોઈ વ્યક્તિ પોતાના સાચા મનથી હનુમાનજી ને યાદ કરે છે તો તેમની મદદ માટે હનુમાનજી અવશ્ય આવે છે. કળયુગમાં પણ હનુમાનજી સૌથી પ્રભાવશાળી દેવતાઓમાં એક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે હનુમાનજી અમર છે, એટલા માટે તેઓ દરેક યુગમાં રહે છે.

આજકાલનાં સમયમાં લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ ઉપાય અપનાવે છે અને એમાંથી સૌથી જલ્દી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે. એજ કારણ છે કે હનુમાનજીનાં ભક્તોની સંખ્યા સૌથી વધારે જોવા મળે છે. દરેક ઘરની અંદર હનુમાનજીની પુજા કરવામાં આવે છે. પુજાઘરમાં હનુમાનજીની મુર્તિ અથવા તસ્વીર લગાવવામાં આવે છે.

શું તમને એ વાતની જાણકારી છે કે જો તમે વાસ્તુશાસ્ત્રના નીયમોને ધ્યાનમા રાખીને હનુમાનજીને તસ્વીર ઘરમાં રાખો છો, તો તેનાથી સુખ-શાંતિની સાથોસાથ પ્રગતિ પણ પ્રાપ્ત થાય છે. આજે અમે તમને આ આર્ટીકલનાં માધ્યમથી હનુમાનજીની કઈ તસ્વીર ઘરમાં કઈ દિશામાં લગાવવી જોઈએ તેના વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપીશું.

આ દિશામાં હનુમાનજીની તસ્વીર લગાવી શુભ માનવામાં આવે છે

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો હનુમાનજીની મુર્તિ અથવા તસ્વીર લગાવવામાં આવે તો તેનાથી ઘરની અંદર નકારાત્મક ઉર્જા ખતમ થવાની સંભાવના રહે છે. જો તમે પોતાના ઘરમાં હનુમાનજી ની તસ્વીર લગાવી રહ્યા છો તો તમારે તે વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તેને દક્ષિણ દિશામાં લગાવવી જોઈએ. આ દિશામાં હનુમાનજીનું ચિત્ર લગાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે આ દિશામાં હનુમાનજીએ પોતાની શક્તિઓનો સૌથી વધારે પ્રભાવ બનાવેલો હતો.

હનુમાનજીની બેસેલી મુદ્રાની તસ્વીર લગાવો

વાસ્તુશાસ્ત્રમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે દક્ષિણ દિશામાં જો હનુમાનજીની તસ્વીર લગાવવામાં આવે તો આ દિશામાંથી આવતી નકારાત્મક ઉર્જા અને ખરાબ તાકત દૂર થઈ જાય છે અને ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. એટલું જ નહીં પરંતુ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે. તે સિવાય તમારે હનુમાનજીની બેઠેલી મુદ્રામાં લાલ રંગની તસ્વીર દક્ષિણ દિશામાં લગાવવી જોઇએ. તે ખુબ જ શુભ માનવામાં આવે છે.

પર્વત ઉઠાવેલા અથવા ઉડતા હનુમાનજી

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં પર્વત ઉઠાવેલા હનુમાનજીની તસ્વીર લગાવવામાં આવે તો તેનાથી પરિવારના સદસ્યોમાં સાહસ અને વિશ્વાસ વધે છે. આ તસ્વીર લગાવવાથી પરિવારનાં બધા જ સદસ્ય દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ બને છે. જો તમે હનુમાનજીની ઉડતા હોય તેવી તસ્વીર લગાવો છો તેનાથી પ્રગતિ અને સફળતા પ્રાપ્ત થાય છે.

કીર્તન કરતાં હનુમાનજી

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પોતાના ઘરમાં શ્રીરામ ની આરાધના અથવા કીર્તન કરતાં હનુમાનજીની તસ્વીર લગાડો છો તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરના બધા જ સદસ્યો ની વચ્ચે પરસ્પર પ્રેમ અને વિશ્વાસ જળવાઈ રહે છે અને બધા સદસ્યોને મનમાં ધાર્મિક ભાવના પણ જળવાઈ રહે છે.

પંચમુખી હનુમાનજી

જો કોઈ પ્રગતિનાં માર્ગમાં અડચણનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેના માટે તમારે પંચમુખી હનુમાનજીની તસ્વીર અથવા મુર્તિ ઘરમાં લગાવવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં પંચમુખી હનુમાનજીની મુર્તિ લગાવવામાં આવે તો તેનાથી જીવનની ઘણી બધી અડચણ દૂર થાય છે. એટલું જ નહીં પરંતુ ધન-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. તે સિવાય જો ઘરના મુખ્ય દ્વાર પર તમે પંચમુખી હનુમાનજી ની તસ્વીર લગાવો છો, તો તેનાથી કોઈપણ પ્રકારની ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>