ચીનમાં ફેલાયું લોકોને નપુંસક બનાવનારું ખતરનાક ઇન્ફેક્શન, જાણો તેના લક્ષણ અને બચાવ

 

કોરોના વાયરસના કહેરથી આખી દુનિયા હેરાન પરેશાન છે. પરંતુ ચીનમાં હવે નવી બિમારીના લોકો જીંદગી ખરાબ કરવા તૈયાર છે. . અહીં બજારોના લોકો બેક્ટીરિયા જનિત એક ભયંકર રોગથી સંક્રમિત થઇ રહ્યા છે. જે તેમની નપુસંકતાનું કારણ બની શકે છે. ગાંસુ પ્રાંતના એક મોટા શહેર લાન્ઝોઉના હેલ્થ કમિશન મુજબ અત્યાર સુધી 3245 લોકો બ્રુસેલોસિસ નામની ગંભીર બીમારીના સંપર્કમાં આવ્યા છે જે એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે.

એક્સપર્ટ કમિશનર્સ કહે છે કે બેક્ટીરિયાથી થનારા આ ઇન્ફેક્શન પશુઓ સાથે સંપર્કમાં આવવાથી થાય છે. જો કે બેક્ટીરિયલ ઇંફેક્શનના મીડિયા રિપોર્ટ્સ કઇક અલગ જ બતાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓથોરિટીઝના સૂચક કહે છે કે હા મહામારી છેલ્લા વર્ષોના એક બાયફોર્માસ્યુટિકલ કંપનીની લીકના કારણે ફેલાઇ છે.

યાંગ્ઝોઉ યુનિવર્સિટીના પ્રોફેસર ઝુ ગુકોઇંગે કહ્યું ‘બ્રુસેલસિસ નામની ગંભીર બીમારી વ્યક્તિના રીપ્રોડક્ટિવ સિસ્ટમને બરબાદ કરી દે છે. જો વ્યક્તિને યોગ્ય સમય પર ઇલાજ ન મળે તો નિશ્ચિત રીતે તે નપુંસકતાનું શિકાર બની શકે છે.

બ્રુસેલોસિસ નામની આ બિમારીનો માલ્ટા ફીવર અથવા મીડિટેરિયન ફીવર પણ કહે છે, જે બ્રુસેના પ્રજાતિના એક ગ્રુપ ઓફ બેક્ટીરિયા માટેનું કારણ છે. લોકો હંમેશાં આ બિમારીનો શિકાર સુઅર, બકરી, કુતરા જેવા સંક્રમિત પશુઓના સંપર્કમાં આવવાથી થાય છે.

એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં આ બીમારી ફેલાવવાનો ખતરો ઘણો ઓછો હોય છે. એક્સપર્ટ્સ કહે છે કે ઉકાળ્યા વગરનું દૂધ પીવાથી કે ઇન્ફેક્ટેડ ફૂડ જેવા કે દૂધ અને ચીઝ ખાવાથી વ્યક્તિ સંક્રમિત થઇ શકે છે. તે સિવાય સંક્રમણને એયરબોર્ન એજેન્ટ્સના સંપર્કમાં આવવાથી પણ તમે આ ગંભીર બીમારીનો શિકાર થઇ શકો છો.કોરોનાની જેમ આ બિમારીના લક્ષણો પણ ઘણા સમય બાદ સામે આવે છે. તેના લક્ષણ એક સામાન્ય ફ્લૂ જેવા ગોય છે. તાવ, કમજોરી, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો અને થાક જેવા મુખ્ય કારણ છે. જોકે, પુરૂષોમાં આ બીમારી ઇનફર્ટિલિટી, ઇન્સેફ્લાઇટિસ અને મેનિન્જાઇટિસનું કારણ પણ બની શકે છે.

હેલ્થ ઓથોરિટીનો દાવો છે કે આ બીમારી વ્યક્તિમાંથી વ્યક્તિમાં ફેલાવવાનો અત્યાર સુધી કોઇ પુરાવા મળ્યા છે. અમેરિકાના સેંટર્સ ડિસીજ કંટ્રોલ એન્ડ પ્રીવેંશનનું પણ કહેવું છે કે બ્રૂસેલોસિસ નામની આ બીમારીનું પર્સન ટૂ પર્સન ફેલાવવાનો ખતરો પણ ઓછો જ હોય છે. જોકે, બીમારીના ઘણા લક્ષણ ફરીતી જોઇ શકાય છે.

આ બીમારી કોઇ ઇન્ફેક્ટેડ જાનવરોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જેથી પશુઓની નજીક જતા પહેલા સાવચેતી રાખો સાથે પશુઓથી મળનારા દૂધને ઉકાળ્યા વગર ના પીઓ. દૂધથી બનેલી વસ્તુઓ ખાવામાં સાવચેતી રાખો. આ એક એયરબોર્ન ડિસીજ છે. જે શ્વાસ લેવા પર પણ મુશ્કેલી ઉભી કરશે. જેથી સંક્રમણના ખતરાને ઓછો કરવા માટે મોં પર માસ્ક પહેરો.

બ્રુસેલોસિસ નામ બેકટિરિયલ ઇફેક્શન શ્વાસ લેવાથી ફેલાઇ શકે છે. આ ઇન્ફેક્સનનું જવાબદાર ઝોગ્મૂ લાન્ઝોઉ નામની એખ ફાર્માસ્યુટિકલ કંપની છે. જેને ભૂલથી ગત વર્ષે આ ઇન્ફેક્શન લીક થયું હતું. રિપોર્ટ મુજબ ગત વર્ષે જુલાઇ-ઓગસ્ટની વચ્ચે જાનવરોને આ સંક્રમણથી બચાવવા માટે બ્રુસેલા વેક્સીન બનાવવા માટે આઉટ ડેટેડ જીવાણુનાશક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>