બજારમાં ખૂબ જ જલ્દી મળશે ડીઆરડીઓની બનાવવામાં આવેલી કોરોના એન્ટીબોડી ટેસ્ટિંગ કીટ, ઘરે બેસીને કરી શકશો કોરોનાનો રિપોર્ટ

 




હવે ખૂબ જ જલ્દી લોકો પોતાની જાતે કોવિડ-૧૯ એન્ટી બોડી ટેસ્ટ કરી શકશે. આ ટેસ્ટની મદદથી સરળતાથી ઘરે બેસીને જાણી શકાશે કે શરીરમાં એન્ટીબોડી છે કે નહી. ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ સ્વદેશી કોવિડ-૧૯ એન્ટી બોડી ડિટેક્શન કિટને તૈયાર કરી છે, જેને સરકાર તરફથી મંજૂરી પણ મળી ગઈ છે. જૂનનાં પહેલા અઠવાડિયામાં આ કીટ બજારમાં આવી જશે. તેનું નામ “ડિપ્કોવૈન” રાખવામાં આવ્યું છે.

રક્ષા મંત્રી રાજનાથસિંહે DRDO ની પ્રસંશા કરતા કહ્યું કે, તે કોવિડ મહામારીની લડાઈમાં લોકોની મદદ કરશે. આ કીટને ICMR એ એપ્રિલમાં પરવાનગી આપી હતી. જ્યારે આ  મહિને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ તેનું નિર્માણ અને બજારમાં વેચવાની મંજૂરી આપી છે. ત્યારબાદ હવે આ કીટ બજારમાં આવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે આ કીટને DRDO ની  લેબ ડીફેન્સ ઇન્સ્ટીટયુટ ઓફ ફિઝીયોલોજી એન્ડ અલાઇડ સાઇસેજ દિલ્હીની વૈન ગાર્ડ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને બનાવી છે. તેની મદદથી શરીરમાં સાર્સ-સીઓવી-૨ વાયરસ અને ન્યુક્લિયો કેપસિડ પ્રોટીનની હાજરી વિશે જાણી શકાશે.

૧૦૦૦ દર્દી પર કરવામાં આવ્યું ટેસ્ટીંગ

લગભગ ૧૦૦૦ દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેને બજારમાં ઉતારવાની પરવાનગી આપવામાં આવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન આ કીટનાં ત્રણ બેચનું હોસ્પિટલમાં અલગ-અલગ પરીક્ષણ કરવામાં આવ્યું છે. DRDO પ્રમાણે “ડિપ્કોવૈન” કીટની મદદથી શરીરમાં સાર્સ-સીઓવી-૨ વાયરસ અને તેનાથી લડવા વાળા ન્યુક્લિયો કેપસિડ પ્રોટીનની હાજરી વિશે જાણી શકાશે. જેનાથી તે સ્પષ્ટ થઈ શકશે કે તમે કોવિડ-૧૯ ના સંપર્કમાં આવ્યા છો કે નહી તેમજ તમારા શરીરમાં તેની એન્ટીબોડી બની ગઈ છે કે નહી. તેનો રિપોર્ટ ૯૭% હાઈ સેન્સિટિવિટી અને ૯૯% સ્પેસિફિસિટી સાથે મળશે.

૭૫ રૂપિયા હશે કિંમત

તેની કિંમત ૭૫ રૂપિયા નક્કી કરવામાં આવી છે અને આ કીટ માત્ર ૭૫ મિનિટમાં જ ટેસ્ટ અને રિઝલ્ટ જણાવી દેશે. આ કીટની સેલ્ફ લાઈફ ૧૮ મહિના સુધી રહેશે. લોન્ચિંગના સમયે લગભગ ૧૦૦ કીટ ઉપલબ્ધ થશે. તેનાથી લગભગ ૧૦ હજાર લોકોની તપાસ થશે. ત્યારબાદ દર મહિને ૫૦૦ કીટનું પ્રોડક્શન થશે.

હકીકતમાં પહેલા ડીઆરડીઓ એ એન્ટી કોવીડ ડ્રગ 2DG  પણ લોન્ચ કરી છે. કોરોના ડ્રગ 2DG  ની ઇમરજન્સી યુઝ બાદ પાછલા સોમવારે તેને લોન્ચ કરવામાં આવી હતી. આ દવા એક પાઉડરનાં રૂપમાં આવે છે અને પાણીમાં ભેળવીને આપવામાં આવે છે. આ દવા કોરોના વાયરસથી સંક્રમિત કોશિકાઓ પર સીધું કામ કરે છે. આ દવાને સૌથી પહેલા દિલ્હીના ડીઆરડીઓ કોવિડ હોસ્પિટલમાં ભર્તી દર્દીઓને આપવામાં આવશે. જ્યારે જૂનના પહેલા અઠવાડિયામાં તમામ જગ્યાઓ પર ઉપલબ્ધ થશે.


You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>