સેલ્ફી લેવાનાં ચક્કરમાં હલાલી ડેમમાં પડી ગઈ પત્નિ, પતિ લાચાર થઈ જોતો રહી ગયો

 


મિત્રો સેલ્ફી લેતા તમે ઘણા લોકોને જોયા હશે અને સેલ્ફી માટે તેમની દિવાનગી પણ ઘણીવાર જોઇ હશે. લોકો કઈ હદ સુધી સેલ્ફી લે છે અને ઘણીવાર તો પોતાના જીવને જોખમમાં નાખીને સેલ્ફી લેવાની કોશીષ કરે છે અને અવારનવાર એક્સિડન્ટનાં એવા શિકાર થઈ જાય છે કે પોતાનો જીવ ગુમાવવો પડે છે. ભોપાલથી એક એવી જ એક્સિડન્ટની  ખબર મળી રહી છે. જેમાં એક મહિલા સેલ્ફી લેતા સમયે એટલી ખોવાઈ ગઈ હતી કે તે ડેમમાં પડી ગઈ અને પોતાનો જીવ ગુમાવી બેઠી.

ભોપાલ પાસે સ્થિત હલાલી ડેમ ફરવા આવેલા એક ડોક્ટર માટે આ એક્સિડન્ટ જીવનભરનું દુ:ખ આપી ગયું. ડેમ પાસે તેમની પત્નિ સેલ્ફી લઇ રહી હતી ત્યારે જ તેનું બેલેન્સ બગડી ગયું અને તે ૧૦ થી ૧૨ ફૂટ નીચે પાણીમાં પડી ગઈ. ભોપાલનાં કોલારમાં રહેનાર ઉત્કર્ષ મિશ્રા પોતાની પત્નિ હિમાની મિશ્રા સાથે લગભગ ૪૦ કિલોમીટર દૂર હલાલી ડેમ ફરવા આવ્યા હતાં. રવિવારે રજા હોવાનાં કારણે ભોપાલથી ઘણા લોકો અહીં ફરવા આવે છે.

ડોક્ટર ઉત્કર્ષ પણ પોતાની પત્નિ સાથે ફરવા આવ્યા હતાં. તેમણે જણાવ્યું કે તે મોબાઇલમાં પોતાના મેસેજ ચેક કરી રહ્યા હતાં ત્યારે તેમની પત્નિ સેલ્ફી લેવા લાગી હતી અને સેલ્ફી લેતા ખબર નહીં ક્યારે તેમનું બેલેન્સ ખોરવાયું ગયું અને તે ૧૦ થી ૧૨ ફૂટ નીચે પાણીમાં પડી ગઈ. તે પાણીમાં વહી ગઈ. જોતજોતામા મારી આંખોની સામે મારી પત્નિ ગાયબ થઈ ગઈ.

આ ઘટના બાદ ત્યાં રાહત ટીમ પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું. ઓપરેશન આખી રાત ચાલ્યું પરંતુ બોડીને શોધી શકાય નહી. સોમવારે સવારે ફરીથી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું પરંતુ મહિલાનો હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. જોકે મહિલાની બચવાની આશા ના બરાબર છે.


You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>