-->

આ ખાસ કારણનાં લીધે લગ્ન કરી રહી નથી શિલ્પા શેટ્ટીની ૪૨ વર્ષની બહેન શમિતા શેટ્ટી, કહ્યું મને…

 

શિલ્પા શેટ્ટી કુન્દ્રા હાલનાં સમયે બોલીવુડમાંથી બ્રેક લઈને પોતાના અંગત જીવનની મજા માણી રહી છે. શિલ્પાએ વ્યવસાયી રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતાં. તે રાજ કુંદ્રાની બીજી પત્નિ છે. શિલ્પા પોતાના પતિ સાથે ખૂબ જ શાનદાર લગ્નજીવનની મજા લઇ રહી છે. શિલ્પાને બે બાળકો પણ છે. જ્યારે શિલ્પા શેટ્ટીની નાની બહેન શમિતા શેટ્ટી ૪૨ વર્ષની થયા બાદ પણ અવિવાહિત છે. શમિતા એ ફિલ્મ “ઝહર” અને “મોહબ્બતે” થી બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન શમિતાએ પોતાની પર્સનલ લાઇફ વિશે ઘણા મોટા ખુલાસાઓ કર્યા છે. શમિતાએ આ દરમિયાન પોતાની સિંગલ લાઇફને લઈને ઘણા રહસ્યો ખોલ્યા છે. શમિતાએ કહ્યું કે, તે લગ્ન કરવા માંગે તો છે પરંતુ તેમના રસ્તામાં ઘણી સમસ્યાઓ આવી રહી છે.

અભિનેત્રી કહે છે કે “હું વિવાહિત જીવન જીવવા માંગુ છું પરંતુ મને ખબર નથી કે મારો જીવનસાથી ક્યાં છે ? મારે તેને શોધવો પડશે. શમિતા પ્રમાણે તે પોતાના દિલની વાત કોઈથી પણ છુપાવતી નથી. એટલા માટે તેમને હંમેશા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સમાજ અને લગ્નમાં જે થઈ રહ્યું છે તે ખૂબ જ ડરામણું છે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે મને પ્રેમમાં પૂરો વિશ્વાસ છે”.

એક્ટ્રેસ શમિતાએ ઇન્ટરવ્યૂમાં આગળ કહ્યું કે, “ જો હું કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરું છું તો હું ઈચ્છું છું કે હું તેની સાથે મારું સંપૂર્ણ જીવન પસાર કરી શકું. જોકે તે વાત પર કંઈ ભરોસો કરી શકાતો નથી. જીવનમાં અત્યાર સુધી મારી મુલાકાત કોઈપણ એવા વ્યક્તિ સાથે થઇ નથી, જેની સાથે હું મારું જીવન પસાર કરવાનો નિર્ણય લઈ શકું”.  આ સાથે જ તેમણે તે ફેક્ટને પણ એક્સેપ્ટ કર્યું કે તે એક સાચા પ્રેમની શોધમાં છે.

શમિતાએ ફિલ્મોમાં પોતાના ફ્લોપ કરિયર વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, તેમને તે વાતનો ઘણો અફસોસ છે કે તેમણે તેમના સારા ડેબ્યૂ બાદ પણ ખોટી ફિલ્મોનો સ્વીકાર કર્યો. ધ્યાન આપવાની વાત એ છે કે પોતાના ફ્લોપ થયેલા કરિયર બાદ તે પોતાના અંગત જીવનમાં ઘણી સફળતાપૂર્વક આગળ વધવા માંગે છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી શમિતાએ હાલમાં જ પોતાની ૪૨મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી છે. જેમની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર આવી હતી. શમિતા શેટ્ટીના કરિયર પર નજર નાખીએ તો તેણે ફિલ્મોની સાથે જ ઘણા રિયાલિટી શો માં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. તે “ઝલક દિખલા જા સીઝન-૮” અને બીગ બોસમાં પણ નજર આવી ચૂકી છે.

આ શો સિવાય તે “ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી સીઝન-૯” માં પણ જોવા મળી હતી. ત્યાં તે ફાઈનલ સુધી પહોંચી હતી. શમિતા શેટ્ટીએ ઘણી બ્રાન્ડ પણ અંડોસ કરી છે અને હાલમાં તે પોતાના ઈન્ટીરિયર ડિઝાઈનિંગના કરિયર પર ધ્યાન આપી રહી છે. શમિતાને હાલમાં જ ઝી-૫ ની વેબ સીરીઝ “બ્લેક વિન્ડોઝ” માં જોવા મળી હતી.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>