-->

મ્યુઝિક એવોર્ડ્સ ૨૦૨૧ : પ્રિયંકા ચોપડાએ એવોર્ડ શો માં પતિ નિક ને કરી કિસ, પ્રિયંકા ચોપડાનો જોવા મળ્યો સુંદર અવતાર

 

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા હવે ગ્લોબલ આઈકન બની ચૂકી છે. પોતાની શાનદાર એક્ટિંગ અને લુકથી પ્રિયંકા ચોપડા લાખો દિલો પર રાજ કરે છે. તેમની એક્ટિંગની સાથે તેમનો ફેશનેબલ અંદાજ પણ અવારનવાર ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર કંઇક એવું જ જોવા મળી રહ્યું છે.

હાલનાં સમયે પ્રિયંકા ચોપડા બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ ૨૦૨૧ માં પોતાના લુકને લઈને ચર્ચામાં છે. રવિવારે રાત્રે ધમાકેદાર અંદાજમાં બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ ૨૦૨૧ ની શરૂઆત થઈ હતી.

લોસ એન્જેલસમાં થયેલ આ એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકા ચોપડાનો લુક ચર્ચામાં છવાયેલો રહ્યો હતો. આ દરમિયાન પ્રિયંકા ચોપડા ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ ૨૦૨૧ માટે પ્રિયંકા ચોપડાએ એક થાઇ-હાઈ સ્લિટ ગાઉન પસંદ કર્યું હતું.

ડોલ્સે એન્ડ ગબ્બાના ના ડીપ નેક ગાઉનમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેમણે પોતાના લુકને બેલ્ટ અને થોડી એસેસરીઝ સાથે કંપ્લીટ કર્યો હતો. આ ગાઉનમાં પ્રિયંકા ચોપડાનો અંદાજ જોતા જ બની રહ્યો હતો.

૨૦૨૧ બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સમાં નિક જોનાસે પોતાના ભાઈ કેવીન અને જો જોનાસ અને ડીજે મર્શેમેલો સાથે પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન તેમની સાથે પ્રિયંકા ચોપડા પણ હતી. આ મ્યુઝિક એવોર્ડ શો માં પરફોર્મન્સ આપવા સિવાય નિક જોનાસ શો ના હોસ્ટ અને રિ-પ્રીજેંટેટર પણ હતા.

પતિ ને કરી કિસ


પ્રિયંકા ચોપડા બિલબોર્ડ એવોર્ડ્સ-૨૦૨૧ માં પ્રેઝેન્ટર તરીકે પહોંચી હતી. તેમના પતિ નિક જોનાસ આ શો ના હોસ્ટ હતાં. પ્રિયંકા ચોપડા તેમને સપોર્ટ કરવા આવી હતી. આ ઇવેન્ટની ઘણી તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. એક વીડિયોમાં પ્રિયંકા અને નિક કિસ કરતા નજર આવી રહ્યા છે. જ્યારે પ્રિયંકાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ સુંદર તસ્વીરો પોસ્ટ કરી છે.

પ્રિયંકાનું ગાઉન સરખું કરતાં નજર આવ્યા નિક

એક વાયરલ વિડીયોમાં પ્રિયંકાને જોઈન કરવા માટે નિક આવે છે અને બંને એકબીજાને કિસ કરે છે. તે સમયે નિકનો પગ પ્રિયંકાના ગાઉન પર પડી જાય છે અને તે જેન્ટલમેનની જેમ તેનું ગાઉન સરખું કરવા લાગે છે. આ વિડીયો પર બંનેના ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. એક ફેન્સે લખ્યું છે કે, “નિક હંમેશા ધ્યાન રાખે છે કે ડ્રેસ પર પગ ના પડી જાય”.

ક્યુટ જેસ્જરની ફેન્સે કરી પ્રસંશા

એક બીજા ફેન્સે લખ્યું છે કે, જ્યારે નીક એ પ્રિયંકાનાં ડ્રેસ પર પગ રાખી દીધો હતો તો જેન્ટલમેનની જેમ સરખો કરવા લાગ્યા તો તે ખૂબ જ ક્યુટ લાગતું હતું. ફેન્સ નિક અને પ્રિયંકાની કેમેસ્ટ્રી પર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેમનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

નિક ને સપોર્ટ કરવા આવી હતી પ્રિયંકા


નિક જોનાસ થોડા દિવસો પહેલા બાઈક એકસીડન્ટનો શિકાર થઇ ગયા હતાં. તેમને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું અને પાંસળી ક્રેક થઈ ગઈ હતી. પ્રિયંકા હાલનાં દિવસોમાં લંડનમાં છે. તે નિકને સપોર્ટ કરવા અને તેમની સાથે સમય પસાર કરવા માટે બિલબોર્ડ એવોર્ડમાં પણ આવી હતી. આ ઈવેન્ટમાં પ્રિયંકાએ પોતાના લૂક્થી પણ ઘણી ચર્ચામાં છવાયેલી રહી છે. તે સીમરી ગાઉન અને સ્ટ્રેટ ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર નજર આવી રહી હતી.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>