-->

આ છે બોલિવૂડની ૫ સૌથી પૈસાદાર અભિનેત્રીઓ, સુંદરતામાં પણ તેમનો કોઈ જવાબ નથી

 


બોલીવુડ કલાકાર પોતાની લગ્ઝરી લાઇફ માટે જાણીતા છે. પૈસા, ઘર, ગાડી, કપડા દરેક ચીજમાં તેમની લાઈફ સ્ટાઈલ સ્પષ્ટ જોવા મળે છે. સફળ થવાની સાથે-સાથે કલાકારોની આર્થિક સ્થિતિ પણ મજબૂત થતી જાય છે. હંમેશા બોલિવૂડના પૈસાદાર અભિનેતાઓની તો વાત થાય છે પરંતુ એવા ઘણા ઓછા અવસર આવે છે જ્યારે હિન્દી સિનેમાની અમીર અભિનેત્રીઓના નામ લેવામાં આવે છે. આજે અમે તમને એવી જ ૫ બોલિવૂડ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાની સુંદરતાની સાથે જ પોતાની લગ્ઝરી લાઇફ સ્ટાઈલ માટે પણ પ્રસિદ્ધ છે.

કાજોલ

અભિનેત્રી કાજોલ ૯૦ના દશકમાં ઘણી સફળતા મેળવી ચૂકી છે. કાજોલને બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓની સાથે અમીર એક્ટ્રેસના એક રૂપમાં પણ ગણવામાં આવે છે. પોતાના દમદાર અભિનયથી દુનિયાભરનાં લોકોને પોતાના દિવાના બનાવી ચુકેલી કાજોલે એક થી એક ચડિયાતી ફિલ્મો આપી છે. કાજોલની કુલ સંપત્તિ લગભગ ૧૬ મિલિયન ડોલર (લગભગ ૧૨ કરોડ) રૂપિયા જણાવવામાં આવે છે. જણાવી દઇએ કે થોડા ઘણા વર્ષોથી કાજોલ ફિલ્મી પડદાથી દુર છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

પૂર્વ વિશ્વ સુંદરી અને હિન્દી સિનેમાની સૌથી સફળ તથા સુંદર અભિનેત્રીઓમાંથી એક ઐશ્વર્યા રાય બચ્ચન હવે ફિલ્મી પડદા પર જોવા મળતી નથી. ઐશ્વર્યા રાયનું નામ પણ બોલિવૂડની અમીર એક્ટ્રેસમાં સામેલ છે. ફિલ્મ “ઓર પ્યાર હો ગયા” થી હિન્દી સિનેમામાં પ્રવેશ કરનારી ઐશ્વર્યાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની કમાણીની વાત કરવામાં આવે તો તેમની સંપત્તિ લગભગ ૩૫ મિલિયન ડોલર (લગભગ ૨૪ કરોડ) રૂપિયાથી ઉપર જણાવવામાં આવે છે.

દિપીકા પાદુકોણ

આજના સમયમાં સૌથી સફળ અને ચર્ચિત અભિનેત્રીઓમાં ગણતરી થતી દિપીકા પાદુકોણનું નામ પણ આ સૂચિમાં સામેલ છે. વર્ષ ૨૦૦૭ માં શાહરુખ ખાન સાથે ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી દિપીકા પાદુકોણ પોતાના ૧૩ થી ૧૪ વર્ષના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમની વર્ષની કમાણી ૪૫ મિલિયન ડોલર (૩૦ કરોડ રૂપિયા) છે.

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાનની ગણતરી હીન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક રૂપમાં થાય છે. સાથે જ તે કમાણીના વિષયમાં પણ ઘણી આગળ છે. વર્ષ ૨૦૦૦ માં કરીના કપૂરે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમની ફિલ્મ “રેફ્યુજી” રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમની સાથે મુખ્ય રોલમાં અભિનેતા અભિષેક બચ્ચન નજર આવ્યા હતા. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ પ્રમાણે કરીના દર વર્ષે ફિલ્મો અને જાહેરાતોમાંથી લગભગ ૩૫-૩૭ મિલિયન ડોલર (લગભગ ૨૩-૨૫ કરોડ રૂપિયા) ની કમાણી કરી લે છે.

પ્રિયંકા ચોપડા

પૂર્વ વિશ્વ સુંદરી અને બોલીવુડ થી લઈને હોલિવૂડ સુધી કામ કરી ચુકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડાને આજે કોઈની ઓળખની જરૂર નથી. પ્રિયંકા ચોપડાએ પોતાના લગભગ ૧૭ વર્ષના ફિલ્મી કરિયરમાં શાનદાર સફળતા પ્રાપ્ત કરી છે. તેમણે ઘણી હિટ ફિલ્મો કરી છે. પ્રિયંકાની ગણતરી પણ બોલિવૂડની સૌથી પૈસાદાર અભિનેત્રીના રૂપમાં થાય છે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રિયંકા ચોપડા એક વર્ષમાં ૪૦ મિલિયન ડોલર (લગભગ ૨૭ કરોડ રૂપિયા) ની કમાણી કરી લે છે. મહત્વપૂર્ણ છે કે હાલમાં જ પ્રિયંકાએ અમેરિકામાં “સોના” નામનું પોતાનું રેસ્ટોરન્ટ ખોલ્યું છે. આ રેસ્ટોરન્ટમાં ભારતીય ભોજન ઉપલબ્ધ છે.


You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>