ના સસરા, ના નણંદ, ના ભાઈ-ભાભી, ઇન્સ્ટાગ્રામ પર ફક્ત એક ખાસ વ્યક્તિને ફોલો કરે છે ઐશ્વર્યા રાય

હિન્દી સિનેમાની સૌથી સફળ અને સુંદર એક્ટ્રેસ માંથી એક એશ્વર્યા રાય બચ્ચન પોતાની દરેક ચીજ માટે ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે

 




હિન્દી સિનેમાની સૌથી સફળ અને સુંદર એક્ટ્રેસ માંથી એક એશ્વર્યા રાય બચ્ચન પોતાની દરેક ચીજ માટે ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. પોતાની એક્ટિંગ અને ફિલ્મોની સાથે સાથે દુનિયાભરમાં એશ્વર્યા એ પોતાની ગજબની સુંદરતાથી પણ નામ કમાયેલું છે. બોલીવુડની દુનિયામાં પણ તેની સુંદરતાની ચર્ચા થતી હોય છે.

એશ્વર્યા રાય બચ્ચન સોશિયલ મીડિયા પર અવારનવાર સક્રિય મળી આવે છે. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. વર્ષ ૨૦૧૮માં એશ્વર્યા રાય બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી કરી હતી. તેને ઇન્સ્ટાગ્રામ પર ૯૩ લાખથી વધારે લોકો ફોલો કરે છે અને અત્યાર સુધીમાં તે ૨૫૬ પોસ્ટ કરી ચુકી છે. જોકે એશ્વર્યા રાય ઇન્સ્ટાગ્રામ પર ફક્ત એક જ વ્યક્તિને ફોલો કરે છે. તે વ્યક્તિ તેના માટે ખુબ જ ખાસ છે. તો ચાલો જાણીએ કે તે વ્યક્તિ કોણ છે.

ઇન્સ્ટાગ્રામ પર ૩ વર્ષોમાં એશ્વર્યાનાં ૯ મિલિયનથી વધારે ફોલોઅર્સ થઈ ગયા છે. તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરવામાં આવે તો જાણવા મળે છે કે ૯૩ લાખથી વધારે લોકો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવામાં આવનાર એશ્વર્યા રાય ફક્ત એક જ વ્યક્તિને ફોલો કરે છે અને તે છે એશ્વર્યાનાં પતિ અભિનેતા અભિષેક બચ્ચન.

જ્યારથી એશ્વર્યાનો ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન થયું છે, ત્યારથી તે ઇન્સ્ટાગ્રામ પર ફક્ત પોતાના પતિ અભિષેકને જ ફોલો કરે છે. તેના પરથી સ્પષ્ટ છે કે એશ્વર્યા પોતાના પતિ સાથે કેટલો પ્રેમ કરે છે. એટલું જ નહીં આ જોડી બોલીવુડની સૌથી લોકપ્રિય જોડી માંથી એક છે.

થોડી આશ્ચર્યની વાત એ પણ છે કે એશ્વર્યાએ પોતાના સસરા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને પોતાની નણંદ શ્વેતા બચ્ચનને પણ ફોલો કરેલ નથી અને પરિવારના અન્ય કોઈ સદસ્ય ને પણ ફોલો કરેલ નથી. પોતાના સાસરિયા પક્ષના લોકોની સાથે સાથે એશ્વર્યાએ પિયર પક્ષમાંથી કોઇ પણ વ્યક્તિને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરેલ નથી.

એશ્વર્યાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરવામાં આવે તો તેમની પોસ્ટ પરથી સ્પષ્ટ જાહેર થાય છે કે તે પોતાના પરિવારને ખુબ જ નજીક છે. તે અવારનવાર પોતાની દીકરીની સાથે તથા પોતાના પરિવારના અન્ય સદસ્યોની સાથે પણ તસ્વીરો શેર કરતી રહે છે. કોઈ ખુશીનો અવસર હોય કે કોઈ તહેવાર હોય, એશ્વર્યા સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરતી રહે છે અને પોતાના ફેન્સને શુભકામનાઓ આપે છે.

જ્યારે એશ્વર્યા ઇન્સ્ટાગ્રામ પર ફક્ત પતિ અભિષેકને ફોલો કરે છે તો વળી અભિષેક ઇન્સ્ટાગ્રામ પર ૩૨૬ લોકોને ફોલો કરે છે. તેમના લિસ્ટમાં એશ્વર્યા પણ સામેલ છે. અભિષેક અત્યાર સુધીમાં ઇન્સ્ટાગ્રામ પર ૧૦૨૦ પોસ્ટ કરી ચૂકયા છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર ૭૦ લાખથી વધારે ફોલોઅર્સ છે.

માં ને કર્યું બર્થ-ડે વિશ

બે દિવસ પહેલા જ ઐશ્વર્યા રાય બચ્ચનની માં નો ૭૦મો જન્મદિવસ હતો. એશ્વર્યાએ પોતાની માં ને ઇન્સ્ટાગ્રામનાં માધ્યમથી જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. ઘણી તસ્વીરો શેયર કરી અને લખ્યું હતું કે, “૭૦માં જન્મદિવસની શુભકામનાઓ સૌથી પ્રેમાળ માં. અમે તમને અસીમ રૂપથી પ્રેમ કરીએ છીએ. તમે અમારી દુનિયા છો. ભગવાન તમારું ભલું કરે, અમારી પરી.”

વર્કફ્રંટની વાત કરવામાં આવે તો છેલ્લી વખત એશ્વર્યા વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ “ફન્ને ખાં” જોવામાં આવી હતી. વળી આ પહેલા વર્ષ ૨૦૧૬માં આવેલી ફિલ્મ “એ દિલ હૈ મુશ્કિલ” માં એશ્વર્યાને રણબીર કપૂરની સાથે જોવામાં આવી હતી. બંને ફિલ્મમાં ખુબ જ ગ્લેમરસ સીન જોવા મળ્યા હતા. એશ્વર્યા આવનારા દિવસોમાં મણિરત્નમની એક ફિલ્મમાં જોવા મળશે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>