તસ્વીરમાં નજર આવી રહેલી આ ક્યુટ બાળકી વર્તમાનમાં સમયમાં છે બોલિવૂડની સૌથી સુંદર એક્ટ્રેસ, દમ હોય તો ઓળખી બતાવો
બાળપણ ખૂબ જ સુંદર હોય છે. દરેક લોકો પોતાનાં બાળપણમાં ખૂબ જ ક્યુટ દેખાય છે. બાદમાં જેમ આપણે મોટા થઈએ છીએ તેમ આપણા શરીરમાં અને ચહેરામાં પણ બદલાવ થતા જાય છે. આ જ કારણ છે કે જ્યારે તમે કોઈને પોતાના બાળપણની તસ્વીરો બતાવો છો તો એ વાતના ચાન્સ વધારે હોય છે કે તે તમને ઓળખી શકતા નથી. હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર એક બોલિવૂડ અભિનેત્રીની બાળપણની ખૂબ જ સુંદર તસ્વીર વાયરલ થઇ રહી છે. ચાલો તમારા જ્ઞાનનો પણ ટેસ્ટ કરી લઈએ. આ તસ્વીરને જોઈને જણાવો કે આ કઈ બોલિવૂડ એક્ટ્રેસની બાળપણની તસ્વીર છે.

શું તમે ઓળખી શક્યાં? જો નહીં તો કોઇ વાત નહી અમે તમને જણાવી દઈએ. હકિકતમાં તસ્વીરમાં નજર આવી રહેલી આ ક્યુટ બાળકી બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડ અભિનેત્રી સની લિયોન છે. સનીનાં બાળપણની આ તસ્વીર તેમના પતિ ડેનિયલ વીબરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. હકિકતમાં ૧૩ મે એ સનીએ પોતાનો ૪૦ મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન ડેનિયલે પોતાની પત્નિ સનીને સોશિયલ મીડિયાનાં માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી.

પોતાનાં શુભેચ્છા સંદેશ સાથે ડેનિયલે સનીની બાળપણની અને યુવાનીની તસ્વીર પણ પોસ્ટ કરી હતી. આ પોસ્ટ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, “તુ જે છે તે બની રહેવા માટે આભાર. હેપી બર્થ ડે બેબી. તુ લાઇફમાં બધું જ ડીર્ઝવ કરે છે. તું એક પ્રેરણા છે. આઇ લવ યુ”. સની લીયોનીની બાળપણની આ તસ્વીરો જોઈને એક ક્ષણ માટે ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. તેમને વિશ્વાસ ના થયો કે તસ્વીરમાં નજર આવી રહેલી આ નાની બાળકી સની લીયોન છે.

ડેનિયલની આ પોસ્ટ પર અત્યાર સુધીમાં ૪૦ હજારથી વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે. આ પોસ્ટ પર ફેન્સનાં શુભેચ્છાનાં સંદેશ આવવાના પણ શરૂ થઈ ગયા છે. તમામ ફેન્સએ સનીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. વળી અમુક લોકોએ સનીની સુંદરતાની પણ પ્રસંશા કરી હતી. લોકોએ કહ્યું કે ૪૦ ની ઉંમરમાં પણ તમે ખૂબ જ ફિટ અને સુંદર છો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કોરોના વાયરસનાં કારણે હાલનાં સમયે સની લીયોન ઘર પર ફ્રી બેસેલી છે. જોકે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અહીં તે પોતાનાં ફેન્સની સાથે પોતાના અંગત જીવન સાથે જોડાયેલ તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર સનીને ૪ કરોડ ૫૬ લાખથી વધારે લોકો ફોલ્લો કરે છે.

તે સૌથી પહેલા ભારતમાં બિગબોસ સીઝન-૫ માં નજર આવી હતી. આ શો થી તેમને ઘરઘરમાં ઓળખ મળી હતી. બિગ બોસ દરમિયાન જ મહેશ ભટ્ટએ સનીને પોતાની ફિલ્મ “જિસ્મ-૨” ઓફર કરી હતી. આ ફિલ્મ બાદ સનીને બીજી પણ ઘણી ફિલ્મો મળવા લાગી હતી. આજે સની લિયોન બોલિવુડમાં એક જાણીતું નામ બની ચૂકી છે.

