-->

આ મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર, આ લોકો પર પડશે સૌથી વધારે અસર

 

ભારતમાં ચારોતરફ હાહાકાર ની સ્થિતિ લાવવા વાળી કોરોનાની બીજી લહેર જવા માટે હજુ સુધી જુલાઇ સુધી રાહ જોવી પડી શકે છે. વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ તરફથી બનાવવામાં આવેલા ત્રણ સદસ્યની પેનલે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે ભારતમાં કોરોના ની બીજી લહેરની અસર આ વર્ષે જુલાઈમાં ઓછી થવાની શરૂ થશે. તો વળી ત્રીજી લહેર પણ આવતા ૬ થી ૮ મહિનાની અંદર દેશમાં આવી શકે છે.

પેનલ દ્વારા એવું અનુમાન SUTRA મોડલનાં આધાર પર આપવામાં આવ્યું છે. આ અનુમાન અનુસાર મે નાં અંતમાં પણ દેશમાં દરરોજ કોરોનાનાં ૧.૫ લાખ મામલા આવશે અને જુન સુધીમાં આ આંકડા ૨૦ હજાર સુધી ઓછા થઇ જશે.

એક ન્યુઝ વેબસાઇટ અનુસાર પેનલના સદસ્ય અને આઇઆઇટી કાનપુરનાં પ્રોફેસર મનીન્દ્ર અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, કેરળ, સિક્કિમ, ઉત્તરાખંડ, ગુજરાત, હરિયાણા, દિલ્હી અને ગોવામાં કોરોનાની બીજી લહેરનું પીક પસાર થઈ ચૂક્યું છે.

જે મોડલનાં આધાર પર આ અનુમાન રજૂ કરવામાં આવે છે, તેના અનુસાર તામિલનાડુમાં કુળની પીક ૨૯-૩૧ મે ની વચ્ચે આવશે. તો વળી પુડુચેરી માં ૧૯-૨૦ ની વચ્ચે આવશે. મોડલ અનુસાર દેશમાં કોરોના ની ત્રીજી લહેર આવતા ૬ થી ૮ મહિનામાં આવી શકે છે. જોકે એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેની અસરને ઓછી કરી શકાય છે. પ્રોફેસર અગ્રવાલનાં જણાવ્યા અનુસાર ત્રીજી લહેર આવા સુધીમાં ઘણા લોકોને રસી લગાવવામાં આવી ચુકી હશે અને લોકોમાં ઇમ્યુનિટી હશે. ઓકટોબર ૨૦૨૧ સુધી તો ઓછામાં ઓછી ત્રીજી લહેરાવવાની નથી

ત્રીજી લહેરમાં બાળકોને ખતરો

વાયરોલોજીસ્ટ ડોક્ટર વી રવિ સહિત તમામ જાણકારોએ ચેતવણી આપી છે કે કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને વધારે ખતરો હોઈ શકે છે. તેનું કારણ છે કે જ્યારે દેશમાં ત્રીજી લહેરાવશે ત્યાં સુધીમાં મોટાભાગનાં યુવાન લોકોને કોરોનાની ઓછામાં ઓછી એક ડોઝ રસી લાગી ચૂકેલી હશે. દેશમાં બાળકોને રસી આપવાની શરૂઆત હજુ સુધી કરવામાં આવી નથી.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>