આ બાળકીનાં હેન્ડરાઇટિંગ જોઈને તો કોમ્પ્યુટર પર શરમાઈ જાય, દુનિયાનાં સૌથી બેસ્ટ હેન્ડરાઇટિંગ
કહેવામાં આવે છે કે વ્યક્તિની હેન્ડરાઇટિંગ તેના ચારિત્ર્યનું પ્રમાણપત્ર હોય છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેની હેન્ડરાઇટિંગ દુનિયામાં સર્વશ્રેષ્ઠ હોય. પરંતુ ખૂબ જ ઓછા લોકો એવા હોય છે જેની હેન્ડરાઇટિંગ હકીકતમાં બિલકુલ પરફેક્ટ થતી હોય છે. વ્યક્તિ ગમે તેટલી કોશિશ કરી લે પરંતુ ક્યારેય પણ એવું લખી શકતો નથી, જેને જોઇને લાગે કે તેના હેન્ડરાઇટિંગ બિલકુલ કોમ્પ્યુટર માંથી કાઢવામાં આવેલી કોપી જેવા દેખાતા હોય.
આ બાળકીનાં હેન્ડરાઇટિંગ કોમ્પ્યુટર ની પ્રિન્ટ આઉટ જેવા છે

કહેવામાં આવે છે કે કોણ કહે છે કે “આકાશમાં છેદ કરી શકાય નહીં, તાકાતથી એક વખત પથ્થર તો ઉછાળો”, બસ આ કહેવતને ચરિતાર્થ કરેલ છે નેપાળની રહેવાસી પ્રકૃતિ મલ્લાએ. આ યુવતીની હેન્ડરાઇટિંગ જોઇને એવું લાગે છે કે જાણે આ બાળકીએ પોતાના હાથે લખાણ કરેલું નથી, પરંતુ કોઈ કોમ્પ્યુટર માંથી લખીને તેની પ્રિન્ટ આઉટ કાઢેલી છે.

પ્રકૃતિ હજુ આઠમાં ધોરણની વિદ્યાર્થી છે. તે નેપાળનાં સૈનિક અવશ્ય મહાવિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તેની હેન્ડરાઇટિંગ જોઈને કોઈપણ વ્યક્તિને પરસેવો વળી જાય છે. પોતાની આ સુંદર હેન્ડરાઇટિંગ દ્વારા પ્રકૃતિને નેપાળ સરકાર તરફથી અને સેના તરફથી પુરસ્કૃત પણ કરવામાં આવેલ છે. તમે આ તસ્વીરમાં જોઈ શકો છો કે આ બાળકીની હેન્ડરાઇટિંગ કેટલી સુંદર છે.

સારી હેન્ડરાઇટિંગ હોવાના ઘણા ફાયદા છે. જો તમારી હેન્ડરાઇટિંગ સારી હોય તો તમારી ઇમ્પ્રેશન સામેવાળા વ્યક્તિ પર ખૂબ જ સારી પડે છે. સાથોસાથ એવું પણ કહેવામાં આવે છે કે સારી હેન્ડરાઇટિંગ વાળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્ક્સ પણ મળે છે.
આટલી નાની ઉંમરમાં આ બાળકીનાં આટલા સારા હેન્ડરાઇટિંગ કોઈ ચમત્કાર જેવા લાગે છે. પરંતુ આવા સુંદર હેન્ડરાઇટિંગ માટે આ બાળકીએ ખૂબ જ મહેનત કરી છે. પ્રકૃતિએ ખૂબ જ મહેનત કરીને પોતાના હેન્ડરાઇટિંગને આવા બનાવેલ છે. પ્રકૃતિના સંબંધીઓનું કહેવું છે કે તે દરરોજ ૨ કલાક હેન્ડરાઇટિંગ પ્રેક્ટિસ કરતી હતી, જેના કારણે તેને હેન્ડરાઇટિંગ આજે આટલી સુંદર બની રહી છે.

