૨૫ કરોડનાં આલીશાન ઘરમાં રહે છે સાઉથનો આ સુપરસ્ટાર, ૧૮ વર્ષની યુવતિ સાથે કર્યા હતાં લગ્ન
દક્ષિણ ભારતીય ફિલ્મોનાં જાણીતા અભિનેતા જુનિયર NTR એ ૩૮ વર્ષનાં થઈ ચૂક્યાં છે. જુનિયર NTR ની ગણતરી આજના સમયમાં સૌથી સફળ અને ચર્ચિત દક્ષિણ ભારતીય કલાકારનાં રૂપમાં થાય છે. જણાવી દઈએ કે જુનિયર NTR પોતાના જમાનાનાં અને આંધ્રપ્રદેશના સીએમ રહી ચૂકેલા NT રામારાવનાં પૌત્ર છે. તો ચાલો આજે તમને અભિનેતાનાં જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલ અમુક ખાસ વાતોથી અવગત કરાવી દઈએ.
જુનિયર NTR નો જન્મ ૨૦ મે ૧૯૮૭ માં હૈદરાબાદમાં થયો હતો. જુનિયર NTR લગભગ ૨૦ વર્ષથી ફિલ્મી દુનિયામાં સક્રિય છે. તેમણે માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં વર્ષ ૨૦૦૧ માં ફિલ્મી દુનિયામાં મુખ્ય અભિનેતા તરીકે પ્રવેશ કર્યો હતો. તેમની પહેલી ફિલ્મ હતી “સ્ટુડન્ટ નંબર-૧”. પોતાના બે દશકનાં કરિયરમાં અત્યાર સુધીમાં જુનિયર NTR એ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.
જણાવી દઇએ કે આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા જુનિયર NTR ના જન્મદિવસ પર કંઈ ખાસ થવાનું નથી. દર વર્ષે અભિનેતા પોતાના જન્મદિવસના ખાસ અવસર પર પોતાના ઘરની બહાર રહેલાં ફેન્સ સાથે મુલાકાત કરે છે. જોકે હાલનાં સમયે એવું કંઈ થયું નહોતું.
અભિનેતાએ પહેલાં જ ફેન્સને અપીલ કરી દીધી હતી કે કોઈપણ ઘરની બહાર એકત્રિત ના થાય. જુનિયર એનટીઆર એ પોતાના તમામ ફેન્સને કહી દીધું હતું કે જો તે તેમને કોઈ ગિફ્ટ આપવા માંગો છો તો કૃપયા હાલની સ્થિતિને જોઈને લોકડાઉનનાં નિયમોનું પાલન કરો.
ઘણા એવોર્ડથી થયા સન્માનિત
જુનિયર NTR ને ફિલ્મી દુનિયામાં તેમના સારા કામ માટે અત્યાર સુધી નંદી એવોર્ડ, આઇફા એવોર્ડ, ફિલ્મફેર બેસ્ટ તેલુગુ એવોર્ડ આપવામાં આવ્યા છે. જુનિયર NTR પોતાના સાથે જોડાયેલી દરેક ચીજને લઈને ચર્ચામાં રહે છે. એવી જ રીતે તે પોતાની ગાડીનાં નંબરને લઈને પણ ચર્ચામાં રહે છે.
લક્ઝરી લાઇફ જીવતા જુનિયર NTR પાસે ઘણી બધી કાર છે. તે ૯૯૯૯ નંબરને ખૂબ જ લકી માને છે અને તે પોતાની કાર બીએમડબલ્યુનાં પંજીકરણ માટે ફેન્સી નંબર ૯૯૯૯ માટે ૧૧ લાખની બોલી પણ લગાવી ચૂક્યા છે. સાથે જ જણાવી દઈએ કે તેમની બીજી ગાડીઓના નંબર પણ ૯૯૯૯ છે.
૨૫ કરોડનું આલિશાન ઘર
જુનિયર NTR પોતાના પરિવાર સાથે હૈદરાબાદનાં જુબલી હિલ્સમાં રહે છે. તેમના શાનદાર ઘરની કિંમત ૨૫ કરોડ રૂપિયા છે.
ખાસ વાત એ છે કે રામચરણ અને ચિરંજીવી જેવા મોટા એક્ટર્સ જુનિયર NTR ના પાડોશી છે. વર્ષ ૨૦૧૧ માં NTR નાં લગ્ન લક્ષ્મી પ્રણતી સાથે થયા હતાં.
લગ્ન દરમિયાન લક્ષ્મી માત્ર ૧૮ વર્ષની હતી. જુનિયર NTR અને લક્ષ્મી એક દિકરા નંદામુરી અભય રામનાં માતા-પિતા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેતાની આગામી ફિલ્મ “RRR” છે.