-->

૨૧ વર્ષની થવા પર સુહાના ખાને તસ્વીર શેર કરીને કહી આ વાત, અનન્યા પાંડેએ કરી કમાલની કોમેન્ટ

 


સુહાના ખાને ૨૨ મે એ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તે ૨૧ વર્ષની થઈ ગઈ છે. આ અવસર પર બોલિવુડના કલાકારો સહિત તેમના ફેન્સે તેમને શુભકામનાઓ પાઠવી હતી. જન્મદિવસ સેલિબ્રેશનનાં એક દિવસ બાદ સુહાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી છે.

ન્યુયોર્કથી શેર કરી તસ્વીર


સુહાનાએ જે તસ્વીર પોસ્ટ કરી છે, તેમાં તેણે લીલા રંગનો સુંદર ડ્રેસ પહેરેલો છે અને પોઝ આપી રહી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે “૨૧”, તેની સાથે જ તેમણે હાર્ટનું ઈમોજી બનાવ્યું છે. સુહાનાની આ તસ્વીર પર ફેન્સથી લઈને ફોલોવર્સ તમામ લોકોએ કોમેન્ટ કરી છે. તેમની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડેએ લખ્યું છે કે, “Tinkerbell”. અનન્યાની માતા ભાવના પાંડે, સંજય કપૂરની પત્નિ મહીપ કપૂર, ઝોયા અખ્તરે હાર્ટનું ઈમોજી પોસ્ટ કર્યું છે.

ગૌરી ખાને તસ્વીર કરી હતી શેર

આ પહેલા ગૌરી ખાને સુહાનાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. ગૌરીએ સુહાનાની એક થ્રો-બેક તસ્વીર પોસ્ટ કરી છે, જેમાં સુહાનાએ બ્લેક એન્ડ વાઈટ પોલ્કા ડોટ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. તસ્વીરની સાથે ગૌરીએ લખ્યું છે કે “હેપ્પી બર્થ ડે”, આજે, કાલે અને હંમેશા તને પ્રેમ કરીએ છીએ”. ગૌરીની આ પોસ્ટ પર સુહાના ખાને લખ્યું “આઇ લવ યુ”.

એક્ટિંગનો કોર્સ કરી રહી છે સુહાના

સુહાનાએ લંડન અર્ડિંગ્લી કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તે ન્યુયોર્ક યુનિવર્સિટીમાં એક્ટિંગનો કોર્સ કરી રહી છે. હાલનાં દિવસોમાં સુહાના ન્યૂયોર્કમાં છે. ગયા વર્ષે લોકડાઉન પહેલા સુહાના મુંબઈ આવી ગઈ હતી. ત્યારબાદ તે ઘણા મહિના સુધી અહીં રહી હતી.

એક્ટ્રેસ બનવા માંગે છે સુહાના

સુહાના આગળ જઈને એક એક્ટ્રેસ બનવા માંગે છે. તેમની એક શોર્ટ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. જેમાં તેમના અભિનયની ખૂબ જ પ્રસંશા કરવામાં આવી હતી. શાહરુખ ખાન પોતાના ઘણાં ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે કે સુહાનાને રુચિ એક્ટ્રેસ બનવામાં છે. જ્યારે તેમનો દિકરો આર્યન નિર્દેશક ક્ષેત્રમાં જવા માંગે છે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>