-->

૧૪ વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ગઈ “રસના ગર્લ”, બાળકીને પહેલાથી જ અંદાજો આવી ગયો હતો પોતાના દુનિયા છોડી જવાનો

 

મનુષ્યનાં જીવનનો કોઈ ભરોસો નહોતો નથી. ક્યારે કોની સાથે શું થઈ જાય જો તેનો અંદાજો લોકોને થવા લાગે તો દુનિયામાં દુર્ઘટના જેવી કોઈ જ રહે નહીં. કંઈક આવું જ થયું હતું બોલિવૂડની બાળ કલાકાર તરુણી સચદેવ સાથે. આ નામ કદાચ તમને યાદ ન હોય તો પેલી ક્યુટ રસના ગર્લ યાદ છે? એજ જે માસુમિયત થી “આઇ લવ યુ રસના” બોલતી હતી. જી હાં, તે તરુણી સચદેવ ઇન્ડિયન મોડલ અને બાળ અભિનેત્રી રહી ચૂકી છે. પરંતુ જિંદગી એ તેની સાથે એવી મજાક કરી કે ૧૪ વર્ષની ઉંમરમાં તે આ દુનિયાને અલવિદા કહી ગઈ હતી. તો ચાલો જાણીએ કે તે બાળકી સાથે શું થયું હતું.

૧૪ વર્ષની ઉમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધું

૧૪ મે, ૧૯૯૮નાં રોજ મુંબઈમાં જન્મેલી તરુણી સચદેવ બાળ કલાકાર હતી. તેના પિતા હરેશ સચદેવ એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા અને માં મુંબઈનાં ઇસ્કોનનાં રાધા ગોપીનાથ મંદિર એક ભક્ત મંડળીની સદસ્ય હતી. તરૂણીએ પોતાનો અભ્યાસ મુંબઈમાં કર્યો હતો અને તે પોતાની માં સાથે મંદિરનાં તહેવારમાં ઘણા નાટકમાં ભાગ લેતી હતી. તરુણી પાંચ વર્ષની ઉંમરમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ હતી અને તે પોતાના સમયની સૌથી વધારે પૈસા કમાનાર બાળ કલાકારમાંથી એક હતી.

તરૂણીએ રસના, કોલગેટ, આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ મોબાઇલ, એલજી, કોફી બાઇટ, ગોલ્ડ વિનર, શક્તિ મસાલા જેવા ઉત્પાદનો માટે ઘણી બધી ટેલિવિઝન એડમાં અભિનય કર્યો હતો. તે ઇન્ડસ્ટ્રીની સૌથી હોશિયાર અને વ્યસ્ત રહેવા વાળી બાળ કલાકાર મોડલ હતી. તરુણી સ્ટાર પ્લસનાં શો “ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ” માં કન્ટેસ્ટન્ટનાં રૂપમાં પણ નજર આવી ચૂકી હતી અને આ શો અને શાહરુખ ખાન હોસ્ટ કરતા હતા. તેણે વર્ષ ૨૦૦૪માં આવેલી મલયાલમ ફિલ્મ “વેલ્લિનક્ષત્રમ” માં પોતાનો ડેબ્યૂ કર્યું હતું.

૧૪ મે, ૨૦૧૨નાં અચાનક સમાચાર આવ્યા હતા કે તરૂણીએ દુનિયા છોડી દીધી છે અને તેનું નિધન એક દુર્ઘટનામાં થયું હતું. હકીકતમાં જ્યારે નેપાળના અગ્નિ એર ફ્લાઇટ સીએચટી પ્લેન ક્રેશ થયું તો તે ફ્લાઈટમાં તરુણી પણ હતી. તે પોતાની માં ગીતા સચદેવ સાથે આ ફ્લાઇટમાં હતી અને તેની માં નું પણ આ દુર્ઘટનામાં નિધન થઈ ગયું હતું. તે દિવસે તરુણીનો જન્મદિવસ પણ હતો. આ કહાની તમારી આંખોમાં પણ આંસુ લાવી શકે છે. પશ્ચિમી નેપાળમાં ૨૦ સીટર વિમાન ક્રેશ થયું હતું. તેમાં ૧૬ ભારતીય, ૨ ડેનમાર્ક નિવાસી અને ચાલક દળનાં ૩ સદસ્યો પણ સામેલ હતા. જેમાં ૧૩ યાત્રી અને ચાલક દળનાં ૨ સદસ્યોનું નિધન થઈ ગયું હતું.

મજાકમાં મિત્રોને અલવિદા કહ્યું હતું

૧૧ મે, ૨૦૧૨નાં રોજ તરૂણીએ નેપાલ જવાનું હતું અને તે રવાના થતા પહેલા પોતાના બધા મિત્રોને મળવા માટે ગઈ હતી અને તેમને ગળે લગાવ્યા હતા. તે સમયે તરૂણીએ બધાને કહ્યું હતું કે હું તમને બધાને છેલ્લી વખત મળી રહી છું. જો કે તે એક મજાકની વાત હતી. મીડિયા સાથે વાતચીતમાં તરુણીના મિત્રોએ જણાવ્યું હતું કે આ પહેલા તરુણીએ તેમને ગળે લગાવ્યા ન હતા અને કોઈ પણ ટ્રીપ પર જતા પહેલા અલવિદા કહેતી ન હતી. છેલ્લી વખત તેણે પોતાના મિત્રોને મજાકમાં કહ્યું હતું કે જો ઉડાન દરમિયાન તેમનો પ્લેન ક્રેશ થઈ જાય છે તો… ત્યારબાદ હસતા હસતા પોતાના મિત્રોને આઇ લવ યુ કહીને ચાલી ગઈ.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>